વડોદરામાં ભાજપના મહિલા કોર્પોરેટરના જન્મદિન પર કોવિડ નિયમોના લીરેલીરા ઉડ્યાં, વીડિયો વાયરલ થયો

ગુજરાતમાં કોરોનાના કેસોમાં ભલે ધરખમ ઘટાડો થઈ રહ્યો હોય, પરંતુ ત્રીજી લહેરની સંભાવના વચ્ચે નિયમોને નજર અંદાજ કરીને જન્મદિનની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સ સહિત કોવિડ ગાઈડલાઈન્સના નિયમોના સરેઆમ ધજાગરા ઉડાડવામાં આવી રહ્યાં છે. જેનું તાજુ ઉદાહરણ છે વડોદરાથી ભાજપમાં કોર્પોરેટ, જેમણે ધામધૂમ પૂર્વ પોતાના જન્મદિનની ઉજવણી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વડોદરા શહેરના વોર્ડ નંબર-6ના મહિલા કોર્પોરેટર હેમિષા ઠક્કરના જન્મદિનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કોવિડ ગાઈડલાઈન્સનું સરેઆમ ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યાં છે.

વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, જન્મદિન નિમિત્તિ ભાજપના મહિલા કોર્પોરેટર “કમળ”ના ચિહ્નવાળી કેક કાપી રહ્યાં છે. આ દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના કોવિડ નિયમોના ધજાગરા ઉડી રહ્યાં છે.

હેમિષા ઠક્કર કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં છે
ભાજપના કોર્પોરેટર હેમિષા ઠક્કર માર્ચ મહિનામાં જ કોરોનાથી સંક્રમિત થયા હતા. એ સમયે શિવરાત્રિ નિમિત્તે “શિવજી કી સવારી”નામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બાદ હેમિષા ઠક્કરને શરદી-ખાંસી અને તાવ જેવી તકલીફ થતા તેઓનો કોરોના રિપોર્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો હતો. જે બાદ અન્ય લોકોના કોવિડ ટેસ્ટ કરાવતા જ્યોતિબેન પટેલ નામના અન્ય એક કોર્પોરેટરનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનું સંકટ તોળાઈ રહ્યું છે. કોરોનાથી બચવા માટે વૅક્સિનેશન અને કોવિડ ગાઈડલાઈન્સનું પાલન મુખ્ય હથિયાર છે. આથી કોરોનાના જોખમને ટાળવા માટે કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવું રહ્યું. જો સામાન્ય નાગરિક કોવિડ ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરે, તો આકરો દંડ વસૂલ કરતી પોલીસ હવે ભાજપના કોર્પોરેટર પર શું પગલા લે છે તે જોવું રહ્યું?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો