હાથ જોડીને કહું છું- અમે ભૂલ કરી; તમે ના કરતા, માસ્ક પહેરો, જીવ બચાવો… કોરોના દર્દીના વાળ ઓળીને દીકરીની જેમ સેવા કરે છે નર્સ

કોરોનાની ઘાતક લહેર વચ્ચે વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં આ મહિલાએ બે હાથ જોડી ઈમોશનલ મેસેજ આપતાં કહ્યું કે, કાળમુખા કોરોનાથી બચવું હોય તો ઘરે રહો, કામ વિના બહાર ન નીકળો અને માસ્ક પહેરવાની ટેવ પાડો. અમે તો ભૂલ કરી પણ તમે ના કરતા. કોવિડ હોસ્પિટલની પરિસ્થિતિ વર્ણવતાં કહ્યું હતું કે અહીં વિકટ પરિસ્થિતિ વચ્ચે તબીબો સારવાર કરી રહ્યા છે. પરિવારની ચિંતા કર્યા વિના અમારા જેવા લોકોની સારવાર કરે છે, અમારા માટે દેવદૂત છે. હાલમાં દર્દીઓ વધતાં જગ્યા પણ નથી. વેઈટિંગ જેવી સ્થિતિ આવી ગઇ છે. અમને તો માંડ જગ્યા મળી ગઈ, પણ તમે નહીં સાચવો તો તમારે રાહ જોવી પડશે. એમાં કદાચ મોડું પણ થઈ ગયું તો….

દર્દીને એકલાપણું ન લાગે અને એક પરિવારજન સાથેની અનુભૂતિ થાય તે માટે સેવા

વેરાવળ : કોરોના મહામારીમાં સિવિલનું નામ પડતા દરેક વ્યક્તિનાં નકારાત્મક મંતવ્ય હોય છે. પરંતુ દરેક જગ્યાએ અને દરેક વ્યક્તિ તેવા હોતા નથી. તેનું ઉદાહરણ વેરાવળ સિવિલ હોસ્પિટલનાં સ્ટાફે પૂરું પાડ્યું છે. હા, વેરાવળ સિવિલમાં કોરોના પોઝિટિવ વૃદ્ધાની દીકરી બની પૂનમબેન ચુડાસમા સારવાર કરી રહ્યાં છે. વેરાવળનાં 70 વર્ષનાં લક્ષ્મીબેન વેરાવળ હોસ્પિટલમાં દાખલ થયા છે. તેમને કોરોના છે. પૂનમબેન વૃધ્ધાનાં વાળ ઓળી રહ્યાં છે. તેમજ કસરત પણ કરાવે છે. પૂનમબેને કહ્યું હતું કે, વૃદ્ધાને એકાંતપણું ન લાગે અને એક પરિવારજન સાથે હોવાની અનુભૂતિ થાય તે માટે આવી સેવા કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો