એવરેસ્ટ મસાલાના માલિક વાડીલાલ શાહનું નિધન, પાંચ દિવસમાં પરિવારમાં બીજું નિધન

પાંચ દાયકાથી પણ વધુ જૂની એવરેસ્ટ મસાલા બ્રાન્ડના સ્થાપક અને માલિક વાડીલાલ શાહનું 21 ઓગસ્ટે મુંબઈ ખાતે અવસાન થયું હતું. તેઓ 83 વર્ષના હતા. મૂળ જામનગર જીલ્લાના વતની વાડીકાકાના હુલામણા નામથી જાણીતા હતા. તેમના પુત્ર રાજીવ અને સંજીવ શાહે આ અંગે જાણકારી આપી હતી. શાહ પરિવારમાં પાંચ દિવસમાં આ બીજું મૃત્યુ થયું છે. 16 ઓગસ્ટના રોજ વાડીકાકાના ધર્મપત્ની હીરાબેનનું કોરોનાને કારણે અવસાન થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

એવરેસ્ટની શરૂઆત 1966માં થઇ હતી

વાડીલાલ શાહ મુંબઈમાં તેમના પિતા સાથે એક મસાલાની દુકાનમાં કામ કરતા હતા. તેમણે અનુભવ્યું કે લોકો કાચા મસાલા ખરીદ કરી અને ઘરે વપરાશ મુજબ તેને મિશ્રણ કરે છે. આ જોઈ તેમને લોકોને તૈયાર બ્લેન્ડેડ મસાલા વેચવાનો વિચાર આવ્યો અને 1966માં એવરેસ્ટ બ્રાન્ડને રજીસ્ટર્ડ કરી હતી. એવરેસ્ટ બ્રાંડ હેઠળ 1968માં સૌ પહેલા કેસરી મિલ્ક મસાલા લોન્ચ થઇ અને ત્યાર બાદ ગરમ મસાલા લોન્ચ કરવામાં આવ્યા. આજે એવરેસ્ટનું નામ ઘર ઘરમાં જાણીતું છે.

બધાને ધંધો વિકસાવવા મદદ કરતા રહેતા

અમદાવાદના અગ્રણી વ્યાપારી અને ગુજરાત ચેમ્બરના મેમ્બર હિરેન શાહે જણાવ્યું હતું કે, તેઓ કોઈને પોતાના પ્રતિસ્પર્ધી માનતા ન હતા અને અમારા જેવા લોકોને ધંધો વિકસાવવામાં મદદ કરતા રહેતા હતા. હિરેનભાઈ એ કહ્યું કે 20 વર્ષ અગાઉ વાડીકાકાએ મને પણ તેમનું ગોડાઉન મફતમાં વાપરવા માટે આપ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો