કોરોનાની પ્રથમ વેક્સીનનું અમેરિકાના 45 યુવાનો પર ટ્રાયલ, સફળતા મળશે તો 18 મહિનામાં તૈયાર થશે રસી
કોરોના વાઈરસના ભયની વચ્ચે અમેરિકાથી એક રાહતના સમાચાર મળ્યા છે. અમેરિકાએ કોરોના વાઈરસની વેક્સીન (રસી) તૈયાર કરી છે, જેનું ટ્રાયલ સોમવારે વોશિંગ્ટનના સ્વાસ્થ્ય અનુસંધાન સંસ્થાનમાં થયું છે. પ્રથમ ટ્રાયલમાં 45 સ્વસ્થ યુવાઓને સામેલ કરાયા છે. આ તમામ યુવાનોને કોરોના વાઈરસનો ચેપ નથી પરંતુ વેક્સીનની આડઅસરો જોવા માટે તેમના પર ટ્રાયલ કરવામાં આવ્યો. તેમાંથી એક યુવાનનો આ વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો છે.
વેકસીનની ખાસ વાતો
- વેક્સીનને અમેરિકાની NIH (નેશનલ ઈનસ્ટિટ્યૂટ ઓફ હેલ્થ) અને અમેરિકાની ફાર્મ કંપની મૉડર્મા દ્વારા તૈયાર કરવામાં આવી છે. બંને સંસ્થા દ્વારા સંયુક્ત રીતે તેનો ટ્રાયલ ચાલી રહ્યો છે. ટ્રાયલમાં સફળતા મળશે તો 18 મહિનામાં રસી તૈયાર થશે. રસીનું નામ mRNA-1273 રાખવામાં આવ્યુું છે.
- આ વેક્સીન જિનેટિક એન્જિનિઅરિંગ પર આધારિત છે. જયારે દર્દીને તેનું ઇન્જેક્શન આપવામાં આવે છે, તો શરીરની કોશિકાઓ વાઈરસને નાના-નાના ટુકડાઓમાં કાપે છે. આ ટુકડાઓની મદદથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વાઈરસની ઓળખ શરૂ કરે છે.
- ઇન્જેક્શનમાં રહેલી દવા RNA (રિબોન્યૂક્લિઈક એસિડ)ને પ્રભાવિત કરે છે, જે રોગ પ્રતિકારક શક્તિને વાઈરસને પકડવાનો આદેશ કરે છે.
- વૈજ્ઞાનિક થિયરી અનુસાર, જ્યારે કૃત્રિમ RNA માણસના શરીરની અંદર પ્રવેશ કરે છે તો કોશિકાઓમાં પહોંચીને મોટી માત્રામાં પ્રોટીન તૈયાર કરે છે. આ પ્રોટીન વાઈરસની ઉપરના લેયર સાથે મળતો આવે છે, જે રોગ પ્રતિકારક શક્તિને આદેશ આપે છે કે શરીરીને નુક્સાન પહોંચાડી રહેલાં વાઈરસને પકડવામાં આવે.
આ ટ્રાયલ એપ્રિલ મહિનામાં થવાનો હતો
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શિયસ ડિસીઝના ડિરેક્ટર એંથની ફૉસીના જણાવ્યા અનુસાર, શરૂઆતનો ટ્રાયલ સફળ રહે તો દુનિયાભરના દર્દીઓને વેક્સીન ઉપલબ્ધ કરાવવામાં 1.5 વર્ષ લાગશે. આ વેક્સીનનો ટ્રાયલ એપ્રિલ મહિનામાં થવાનો હતો પરંતુ દુનિયાભરમાં કોરોના વાઈરસના વધતા જતા કેસો જોતા જલ્દી ટ્રાયલ શરૂ કરવામાં આવ્યો.
અમેરિકામાં કોરોનાથી આયર સુધી 68 લોકોનાં મોત
દુનિયાભરના 157 દેશોમાં કોરોના વાઇરસે પોતાનો પગ પસારો કર્યો છે. દુનિયાભરમાં 7 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને અમેરિકામાં 68 તેમજ ભારતમાં 3 લોકો મૃત્યુ પામ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

