રસીકરણનો પરપોટો ફૂટ્યો, અમદાવાદમાં 45+ નું રસીકરણ આજે રહેશે બંધ, સરકાર પાસે રસી ના હોવા છતાં મસમોટી જાહેરાત

રાજ્યમાં 18 વર્ષથી વધુ વયના લોકો માટે 1મેથી રસીકરણનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં પણ રસીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, ત્યારે આ વચ્ચે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જેમાં રસીનો સ્ટોક ખૂટી પડતા આજે તારીખ 04-5-2021ના રોજ 45 વર્ષથી વધુ વયના લોકોનું રસીકરણ બંધ રહેશે તેવી જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.

45 વર્ષથી વધુ વયના લોકોનું રસીકરણ બંધ રહેશે

વેક્સીનનો જથ્થો પ્રયાપ્ત ના હોવાને કારણે તંત્રે મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદ શહેરમાં આવતીકાલે 45થી વધુ વયના નાગરીકોનું વેક્સીનેશન રહેશે બંધ. અમદાવાદ શહેરમાં કમ્યુનિટી હેલ્થ સેન્ટર, મ્યુનિસિપલ તંત્ર સંચાલિત હોસ્પિટલમાં રસીકરણ બંધ રહેશે.

જોકે 18 થી 44 વર્ષના નાગરિકોનું રસીકરણ બંધ કરવામાં આવ્યું નથી. 18થી 44 વર્ષના નાગરિકોનું રસીકરણ રાબેતા મુજબ જ ચાલુ રાખવમાં આવ્યું છે. જે માટે નાગરિકો એ અગાઉથી જ રજિસ્ટ્રેશન કરીને જવાનું રહેશે.

18 થી 44 વર્ષના નાગરિકોએ કોવિડ રસી મેળવવા ઓનલાઈન રજીસ્ટ્રેશન www.cowin.gov.in પરથી register shining yourself અથવા આરોગ્ય સેતુ એપ્લિકેશનથી રજીસ્ટ્રેશન કરાવીને જે તે દિવસનો ટાઇમ સ્લોટ નક્કી કરવાનો રહેશે. મ્યુનિસિપલ સ્કૂલ અને પ્રાઇવેટ સ્કૂલોમા માત્ર 18 થી 44 વર્ષના વયજૂથના લોકોનું જ રસીકરણ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો