લ્યો બોલો, જીવતા લોકોને કોરોનાની રસી મળવાનાં ફાંફાં છે, ત્યાં ગોધરામાં આરોગ્ય વિભાગે મરેલાને રસી મૂકી દીધી!

કોરોનાને નાથવા કોરોનાની રસી જ કારગત છે, ત્યારે સરકાર દ્વારા વેક્સિનેશન કેમ્પો કરીને રસીકરણ કાર્યકમો કરવામાં આવી રહ્યા છે. એક બાજુ કોરોનાની રસીનો પૂરતો જથ્થો ન આવતાં કેટલાક લોકો રસીકરણથી વંચિત રહી જાય છે, જ્યારે મોટાં શહેરમાં લોકો પૈસા આપીને રસી મુકાવી રહ્યા છે. પંચમહાલમાં જીવતાને કોરોનાની રસી મળતી નથી, ત્યારે મૃતકનું રસીકરણ થયું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ગોધરા તાલુકાના સાંપા પીએચસી સેન્ટર દ્વારા મૃતક સહિત પરિવારની જાણ બહાર રસીકરણ કરવાનો કિસ્સો બહાર આવતાં જિલ્લા વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે. ગોધરાના સાંપા પીએચસી સેન્ટર દ્વારા જાફરાબાદમાં રહેતા 45 વર્ષથી ઉપરના પરિવારનું રસીકરણ અંગે પરિવારના સભ્યના મોબાઇલ પર મેસેજ આવતાં પરિવાર અચંબામાં મુકાઇ ગયો હતો. ખોટા રસીકરણમાં માર્ચ 2020માં મૃત્યુ પામેલા ભીલ કાલિદાસભાઇને 26મે 2021ના રોજ રસીકરણ કરી દીઘું હતું.

પીએચસી સેન્ટર દ્વારા મતદારયાદીના વોટર આઇર્ડીના આધારે બોગસ રસીકરણ કરતાં પરિવારના સભ્યના મોબાઇલ પર વેક્સિનેશન કર્યાનો મેસેજ સાથે રસીકરણનું સર્ટિફિકેટ આવતાં રસીકરણ અભિયાન પર સવાલ ઊઠ્યા હતા. મૃતકની પત્નીએ રસી મુકાવી ન હોવા છતાં રસી મુકાઇ ગઇ હોવાના મેસેજ સાથે સર્ટિ. આવ્યું હતું. ત્યારે એક બાજુ લોકો રસી માટે વલખાં મારી રહ્યા છે, ત્યારે બીજી બાજુ મૃતકને રસીકરણ કરી દીઘું. આ સમ્રગ વેક્સિનેશનકૌભાંડની જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને જાણ થતાં તેમણે તપાસના હુકમ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપતાં આરોગ્ય વિભાગે તપાસનો દોર શરૂ કર્યો હતો.

કસૂરવાર સામે કાર્યવાહી કરાશે
સાંપા પીએચસી સેન્ટર દ્વારા મૃતક સહિત પરિવારના સભ્યોના નામની ખોટી રસી મુકાવી હોવાની જાણ થતાં જિલ્લા આરોગ્ય અધિકારીને તપાસ કરવાનો હુકમ કર્યો છે. અને જો જવાબદારો કસૂરવાર ઠરશે તો તેમને નોટિસ આપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે >એ.બી.રાઠોડ,પંચમહાલ ડીડીઓ.

રસીનો ટાર્ગેટ પૂરો કરવાનું દબાણ હોય છે
જિલ્લામાં શુકવાર સુધી 12 હજાર રસીના ડોઝ હતા. આ ડોઝમાંથી જિલ્લાનાં તમામ રસી કેન્દ્ર પર રસીકરણ કરવામાં આવે છે. રસી સેન્ટર પરના આરોગ્યકર્મીને રોજ રસી મૂકવાનો ટાર્ગેટ અપાય છે, જેને પૂરો કરવા આરોગ્યકર્મી પર દબાણ હોય છે. કદાચ એને લઈને બોગસ રસી મુકાઈ હોવાનું લાગી રહ્યું છે. રસી મૂકવા FHW, આશા વર્કર તથા MPHW કર્મી હોય છે. હવે મૃતકને રસી મૂકવાના પ્રકરણમાં કસૂરવાર થાય તો રસી મૂકવાની જવાબદારી આ ત્રણ કર્મીઓની હોય શકે છે.

વોટર આઇડીનો ખોટો ઉપયોગ કર્યો છે
મારા પતિનું મૃત્યુ 30 માર્ચ 2020ના રોજ થયું હતું. ત્યારે 26 મે 2021ના રોજ મારા દિયરના મોબાઇલ પર મારા મૃતક પતિ, મારી અને મારા દિયરે કોરોનાની રસી મુકાવી હોવાનો મેસજ સાથે સર્ટિ આવ્યું હતું. મેં કોરોનાની રસી મુકાવી નથી, જ્યારે મારા દિયરે 30 એપ્રિલે રસી મુકાવી દીઘી હોવા છતાં ફરીથી 26 મેના રોજ પ્રથમ ડોઝ મૂકવામાં આવ્યો હોવાનો મેસેજ આવ્યો હતો. અમારા વોટર આઇર્ડીનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે. >ભીલ સંતુબેન કાલિદાસ, મૃતકની પત્ની.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો