મોઢેરાનું સૂર્યમંદિર ઉત્તરાર્ધ ઉત્સવને લઇને રંગબેરંગી રોશનીથી ઝગમગી ઊઠ્યું

મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિરના સાંનિધ્યમાં મંગળવારથી શરૂ થઇ રહેલા બે દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવ પૂર્વે સૂર્યમંદિર સહિત સમગ્ર પરિસરને નવોઢાની જેમ રંગબેરંગી રોશનીથી સજાવાયું છે. ઉત્સવને મંગળવારે સાંજે 6-30 વાગે મુખ્યમંત્રી વિજય રૂપાણી ખુલ્લો મૂકશે. ઉલ્લેખનીય છે કે,પ્રાચીન સંસ્કૃતિમાં સૂર્યદેવતાની પૂજા અર્ચના માટે જે સ્વતંત્ર મંદિરોનું નિર્માણ થતું, તેમાં ગુજરાતમાં સોલંકીયુગ દરમિયાન પાટણના રાજવી  ભીમદેવ સોલંકીએ ઇ.સ. 1026માં મોઢેરામાં પુષ્પાવતી નદીના કિનારે રેતિયા પથ્થરમાંથી કલાત્મક સૂર્યમંદિરનું નિર્માણ કરાવ્યું હતું. સૂર્યકુંડ, સભામંડપ અને નૃત્ય મંડપ એમ ત્રણ ભાગમાં નિર્મિત સૂર્યમંદિરના એકએક પથ્થર ઉપર રામાયણ, મહાભારતના કથાનક શિલ્પો, કૃષ્ણલીલા અને સુંદર સ્ત્રી શિલ્પો કંડારેલાં છે.

1992થી ઊજવાય છે ઉત્તરાર્ધ

ઉત્તરાયણ પછી સૂર્યની ઉત્તર તરફની ઉર્ધ્વગતિ એટલે કે સૂર્યના ધનુ અને મકર પ્રવેશના મધ્ય-અર્ધ સમયે જ્યારે શિયાળો અંત તરફ જઇ રહ્યો હોય અને દિવસો લાંબા થવાની શરૂઆત હોય તેવા અવસરે શાસ્ત્રીય નૃત્યનો આ ઉત્સવ ઉજવવાની પરંપરા 1992થી શરૂ કરાઇ છે. આ વખતે ભરતનાટયમ, ઓડીસી, કુચીપૂડી, કથ્થક શાસ્ત્રીય નૃત્યથી મોઢેરાનું સૂર્યમંદિર જીવંત બની જશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો