UPમાં લવ જેહાદ વિરુદ્ધ બનશે કાયદો: છેતરપિંડીથી લગ્ન કરનારને 5 વર્ષની કેદ અને ધર્મપરિવર્તન કરવા માટે મહિના પહેલા અરજી કરવી પડશે

મધ્યપ્રદેશની જેમ ઉત્તરપ્રદેશમાં પણ લવ જેહાદને અટકાવવા માટે કડક કાયદો બનાવવાની તૈયારી કરાઈ છે. મધ્યપ્રદેશ સરકારે લવ જેહાદ વિરુદ્ધ ધર્મસ્વાતંત્ર્ય અધિનિયમ 2020નો મુસદો તૈયાર કર્યો છે. ઉત્તર પ્રદેશનો ન્યાય વિભાગ પણ રાજ્ય માટે બની રહેલા કાયદાના મુસદાની બારીકાઈને ધ્યાનમાં રાખીને ડ્રાફ્ટ તૈયાર કરાવી રહ્યું છે. ગૃહ વિભાગે ન્યાય તથા કાયદા વિભાગને પ્રસ્તાવ બનાવીને મોકલ્યો છે. બિન જામીન કલમ હેઠળ કેસ નોંધાશે અને દોષિત ઠેરવાશે તો પાંચ વર્ષની કડક સજા થશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાનપુર, બાગપત, મેરઠ સહિત યુપીના ઘણા શહેરમાં સતત બની રહેલી લવ જેહાદ જેવી ઘટનાઓ પછી ગૃહ વિભાગ પાસે રિપોર્ટ માંગ્યો હતો. કાયદાના ડ્રાફ્ટને રિવ્યૂ પછી કેબિનેટમાં રાખવામાં આવશે.

બીજી બાજુ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું છે કે લવ જેહાદ દેશના વિભાજન માટે ભાજપ દ્વારા રજૂ કરાયેલો શબ્દ છે. લગ્ન એ વ્યક્તિગત સ્વતંત્રતાનો મામલો છે. તેના પર અંકુશ લગાવવા માટે એક કાયદો લાવવો એ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. આ કાયદો કોઈપણ કોર્ટમાં ટકી શકે તેમ નથી. તેનાથી સાંપ્રદાયિક સૌહાર્દ બગડવાનો ભય છે. સામાજિક સંઘર્ષ પણ ઊભો થઈ શકે છે. રાજ્યની બંધારણીય જોગવાઈને અવગણવા બરાબર આ કાયદો છે. બંધારણે તમામ નાગરિકોને સમાન અધિકાર આપ્યા છે ત્યારે આ કાયદો યોગ્ય નથી.

યુપીના લો કમિશનના ચીફ આદિત્ય નાથ મિત્તલે જણાવ્યું કે, ભારતીય બંધારણે ધાર્મિક સ્વતંત્રતા આપી છે, પણ અમુક એજન્સીઓ તેનો દૂરઉપયોગ કરી રહી છે. તે ધર્મ પરિવર્તન માટે લોકોને લગ્ન, નોકરી અને લાઈફ સ્ટાઈલની લાલચ આપે છે. અમે આ મુદ્દા પર 2019માં જ ડ્રાફ્ટ સોંપી દીધો હતો. જેમાં અત્યાર સુધી ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. છેલ્લા ફેરફારમાં અમે સજાની જોગવાઈને ઉમેરી છે.

ધર્મ પરિવર્તન માટે થતા લગ્નો પણ રડારમાં

ડ્રાફ્ટના જણાવ્યા પ્રમાણે, લગ્ન માટે ખોટા ઈરાદાથી ધર્મ પરિવર્તન અથવા ધર્મ પરિવર્તન માટે કરવામાં આવી રહેલા લગ્ન પણ ધર્માંતરણ કાયદા હેઠળ આવશે.

જો કોઈ કોઈને ધર્મ પરિવર્તન કરવા માટે માનસિક અને શારિરીક હેરાન કરે તો તે પણ આ કાયદા હેઠળ આવી જશે.

ધર્માંતરણના મામલામાં જો માતા-પિતા, ભાઈ-બહેન અથવા અન્ય બ્લડ રિલેશન કોઈ ફરિયાદ કરશે તો તેમની ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવી શકે છે.

ધર્માંતરણ માટે દોષી મળી આવતા એક વર્ષથી માંડી પાંચ વર્ષ સુધીની સજા આપવામાં આવી શકે છે.

ધર્મ પરિવર્તન લગ્ન માટે એક મહિના પહેલા DMને અરજી આપવી પડશે
ડ્રાફ્ટના જણાવ્યા પ્રમાણે, લવ જેહાર જેવા કેસમાં સહયોગ કરનારને પણ મુખ્ય આરોપી ગણાશે અને દોષી ઠેરવાશે તો સજા પણ થશે. લગ્ન માટે ધર્માંતરણ કરાવનારને પણ સજાની જોગવાઈ છે. જો કોઈ પોતાની મરજીથી લગ્ન કરવા માટે ધર્મ બદલવા ઈચ્છે તો તેને એક મહિના પહેલા કલેક્ટરને એપ્લીકેશ આપવી પડશે. આ અરજી કરવી જરૂરી રહેશે.

સપાના પ્રવક્તા અનુરાગ ભદૌરિયાએ કહ્યું કે, હિન્દુસ્તાનમાં જોઈ કોણ પણ વ્યક્તિ પોતાની ઓળખ છુપાવીને કોઈ મહિલાનું શોષ કરે છે, લગ્ન કરે છે તો આ ગુનો છે. તેમા તેને સજા મળવી જોઈએ.પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ મહિલાને ન્યાય અપાવવામાં ઓછું અને તે મુદ્દે રાજકારણ કરવામાં વધુ વિશ્વાસ રાખે છે. આ આજના સમાજમાં મોટી ચિંતાનો વિષય છે.

ધર્મ પરિવર્તન પર લગામ લગાવવા માટે હાલ દેશના 8 રાજ્યોમાં કાયદો છે. જેમાં અરુણાચલપ્રદેશ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઝારખંડ અને ઉત્તરાખંડ સામેલ છે. સૌથી પહેલા ઓરિસ્સાએ 1967માં આ કાયદો બનાવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો