300થી વધારે મહિલાઓનો સોદો કરનાર ‘દલાલ’એ પોતાની જ પુત્રવધૂને રૂ.80,000માં વેચી નાખી, પતિએ પોલીસને જાણ કરતાં અમદાવાદના લોકો ઝડપાયા

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બારાબંકીમાં (barabanki) લગ્ન માટે 300થી વધારે યુવતીઓનો (girls) સોદો કરી ચૂકેલા વ્યક્તિએ પોતાની જ પુત્રવધૂનો 80,000 રૂપિયામાં સોદો કર્યો હતો. જેના માટે ગુજરાતમાંથી (Gujarat) આવેલા આઠ લોકો સાથે ડીલ ફાઈનલ થઈ હતી. પૈસા પણ આપી દીધા હતા. પોલીસે યુવતીને ખરીદનાર ગુજરાતમાં રહેતા આઠ લોકોની ધરપકડ કરી હતી. તેમની સામે માનવ તસ્કરીની (Human trafficking) કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. જ્યારે યુવતીને તેના પતિને સોંપવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મળતી માહિતી પ્રમાણે એએસપી નોર્થ અવધેશ સિંહે જણાવ્યું કે શનિવારે રાત્રે આશરે 12 વાગ્યે એક યુવકે પોલીસને ફોન કરીને જણાવ્યુ હતું કે તેની પત્નીને તેના જ પિતાએ ગુજરાતના લોકોને 80,000 રૂપિયામાં વેચી લીધી છે.

પતિની સુચનાના આધારે પોલીસ બારાબંકી રેલવે સ્ટેશન ઉપર પહોંચીને યુવતીને છોડાવી હતી. બીજી તરફ તેને ખરીદનાર આઠ લોકોની ધરપકડ કરી હતી. અમદાવાદના સાહિત પંચા, પપ્પુ ભાઈ શર્મા, અપૂર્વ પંચા, ગીતાબેન, નીતાબેન, શિલ્પા બેન, રાકેશ અને અજય પંચાની ધરપકડ કરવામાં આવી છે.

પુત્રએ એપ થકી દોસ્તી કરીને આસામની યુવતી સાથે કર્યા હતા લગ્ન
આખા મામલો રામનગર પોલીસ સ્ટેશન વિસ્તારના મલ્લાપુરનો છે. અહીં રેહનારા ચન્દ્રરામ વર્ષાના પુત્ર પ્રિંસ વર્મા ગાઝિયાબાદમાં ટેક્સી ચલાવવાનું કામ કરે છે.

પાંચ વર્ષ પહેલા 2016માં તેની વાતચીત એક એપના માધ્યમથી આસામની એક યુવતી સાથે શરુ થઈ હતી. ત્રણ વર્ષ બાદ તેણે લખનૌના એક મંદિરમાં જઈને લગ્ન કરી લીધી હતા. ત્યારબાદ પત્નીને લઈને ગાઝિયાબાદ જતો રહ્યો હતો.

ષડયંત્ર રચીને પુત્રવધૂને એકલી સાસરી બોલાવી હતી
પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે ગામમાં રહેનારા રામૂ ગૌતમ લોકડાઉમાં અમદાવાદથી ઘરે આવ્યો હતો. તો પ્રિંસના પિતા ચંદ્ર રામ વર્માથી અમદાવાદના સાથી સાહિત પંચા વિશે વાત કરી હતી જેના લગ્ન ન્હોતા થઈ રહ્યા. જો લગ્ન થઈ જાય તો મોટી રકમ મળશે. આ વાત ઉપર ચંદ્ર રામ વર્માએ પોતાની પૂત્રવધૂને વેચવાની વાત કરી હતી. તબીયત ખરાબ હોવાનું બહાનું કરીને પુત્રવધૂને ગાઝિયાબાદથી ઘરે બોલાવી હતી.

ગુજરાતના લોકો સાથે મોકલી પુત્રવધૂ
ચાર જૂને પુત્રવધૂ મલ્લાપુર આવી ગઈ હતી. પછી પિતાએ 60,000 પોતે લીધા અને 20,000 પુત્રના બેન્ક એકાઉન્ટમાં નંખાવ્યા હતા. આ વચ્ચે યુવતીનો પતિ પાંચ જૂને આવી ગયો. પુત્રને એમ કહ્યું કે યુવતીને ગુજરાતના લોકો તેને ગાઝિયાબાદ ઉતારી દેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો