ગુજરાતમાં રેમડેસિવિર ઈન્જેક્શન માટે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે UPને આપ્યા 25,000 ઈન્જેક્શન

કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓ માટે રેમડેસિવિર ઈન્જેક્શન ખરીદવા રાજ્યભરમાં પડાપડી થઈ રહી છે. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ બહાર ઈન્જેક્શન ખરીદવા માટે લાંબી લાંબી લાઈનો જોવા મળે છે, આ વચ્ચે ગઈકાલે હોસ્પિટલે સ્ટોક ન હોવાનું કહીને રેમડેસિવિરનું વેચાણ બંધ કરી દીધું હતું. ત્યારે હવે યુપી સરકારના સ્પેશ્યલ વિમાનમાં અમદાવાદથી લખનઉમાં રેમડેસિવિરના 25,000 ઈન્જેક્શનનો જથ્થો પહોંચ્યો છે. યુપી સી.એમ યોગી આદિત્યનાથે પણ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, સ્વાસ્થ્ય અધિકારીઓને વિમાનથી અમદાવાદ મોકલ્યા છે અને દવા આજે જ લખનઉ પહોંચી જશે.

રેમડેસિવિરનો જથ્થો યુપી પહોંચ્યો

ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે અમદાવાદથી રેમડેસિવિર ઈન્જેક્શનો મગાવાયા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ પર ઉત્તર પ્રદેશ માટે રેમડેસિવિર ઈન્જેક્શન લેવા લખનઉથી અમદાવાદ માટે વિમાન મોકલવામાં આવ્યું હતું, આજે સાંજે આ વિમાન ઈન્જેક્શન લઈને લખનઉ પરત ફર્યું હતું. હજુ પણ અન્ય જગ્યાએથી રેમડેસિવિર મગાવવા માટે ઉત્તર પ્રદેશની સરકાર પ્રયાસ કરી રહી છે.

યુપીના સ્વાસ્થ્ય વિભાગે અમદાવાદથી મંગાવ્યા રેમડેસિવિર

ઉત્તર પ્રદેશના CMO ઓફિસ તરફથી આ મામલે આજે સવારે ટ્વીટ કરવામાં આવ્યું હતું. જેમાં લખ્યું હતું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં રેમડેસિવિરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સ્વાસ્થ્ય વિભાગને અમદાવાદથી 25,000 ઈન્જેક્શનનો ડોઝ તાત્કાલિક મગાવવા માટે આદેશ આપ્યો છે. આજે સાંજ સુધીમાં આ ઈન્જેક્શનનો જથ્થો રાજ્યમાં પહોંચી જશે.

ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવિરનું વેચાણ બંધ

નોંધનીય છે કે ગુજરાતભરમાં રેમડેસિવિર ઈન્જેક્શનની ખૂબ અછત વર્તાઈ રહી છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી સ્વજન માટે ઈન્જેક્શન લેવા લોકોની ઝાયડસ હોસ્પિટલમાં લાંબી લાઈનો ગઈ કાલ સુધી જોવા મળતી હતી. હોસ્પિટલમાંથી ઈન્જેક્શનનું વેચાણ બંધ થતા ઘણા લોકો નિરાશ થઈને અન્ય જગ્યાએ તેની તપાસ કરી રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો