યુપીના હાથરસમાં ભયાનક ગેંગરેપ: યુવતીની જીભ કાપી, ડોક તોડી, પગ ભાંગી નાંખ્યા… મોત પહેલાં ઇશારામાં વર્ણવી દર્દનાક કથની

ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં ગેંગરેપનો ભોગ બનેલી દલિત છોકરી અંતે જિંદગી સામેનો જંગ હારી ગઈ. મંગળવારે ત્રણ વાગ્યે તેણે દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં જીવ ગુમાવી દીધો. 14 સપ્ટેમ્બરે ગેંગરેપ પછી બદમાશોએ તેની જીભ કાપી નાખી હતી, કરોડરજ્જુનું હાડકું તોડી નાખ્યું હતું. તે બાજરીના ખેતરમાં બેભાન હાલતમાં મળી હતી. વાંચો ગ્રાઉન્ડ રિપોર્ટ…

​​​​​​​
દિલ્હીના સફદરગંજ હોસ્પિટલની નવી બનેલી ઈમારતની બહાર લોકોની ભીડ છે. ત્યાં જ એક ખૂણામાં એક વૃદ્ધ ઉદાસ બેઠા છે. તેમના નજીકના લોકો ભેગા થયા છે. કેટલાકને તેઓ ઓળખે છે, કેટલાકને તેઓ ઓળખતા નથી. કેટલાક તેમને સાંત્વના આપી રહ્યા છે, કેટલાકને ભરોસો છો કે તેમની દીકરી જંગ જીતી જશે.

બે સપ્તાહ પહેલાં ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં ગેંગરેપનો ભોગ બનેલી તેમની દીકરી હાલ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે. તેની જીભને કાપી નાખવામાં આવી હતી. કરોડરજ્જુનું હાડકું પણ બદમાશોએ તોડી નાખ્યું હતું. તેની પર કેટલાક ઊંડા ઘા છે. દુપટ્ટાથી તેનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું અને તે મૃત્યુ પામી છે તેવું માનીને બદમાશે તેના શરીરને ખેતરમાં મૂકીને ભાગી ગયા હતા.

તેની પાસે હાલ કોઈ નથી. તેનો નાનો ભાઈ જે છેલ્લાં બે સપ્તાહથી તેની દેખરેખ રાખી રહ્યો છે. દિલ્હી પોલીસના જવાનો સાથે ગયા છે, જે તે જોવા આવ્યા હતા કે પરિવારને હોસ્પિટલમાં સુરક્ષા મળી છે કે નહિ. પિતા દીવાલને અડીને ચૂપ બેઠા છે. મેં તેમની સાથે વાત કરવાની કોશિશ કરી તો તેમણે કહ્યું, હું વધારે બોલી શકીશ નહિ.

થોડીવાર પછી તેઓ બોલવાનું શરૂ કરે છે. તેઓ કહે છે, આ લોકો મારા ગામના ઠાકુર છે. આ લોકોએ મારી દીકરી સાથે ખરાબ વર્તન કર્યું એ પહેલાં મારા પિતા સાથે પણ મારઝૂડ કરી હતી. તેમની આંગળીઓ પણ કાપી નાખવામાં આવી હતી. તેમની માનસિકતા પહેલેથી આવી જ છે. તેઓ અમને ડરાવતા-ધમકાવતા રહેતા, તેને અમે સહન કરતા અને વિચારતા કે જવા દઈએ. હવે તેમણે અમારી પુત્રીની સાથે આવો અત્યાચાર કર્યો છે.

હાથરસમાં ગેંગરેપનો ભોગ બનેલી છોકરીની સ્થિતિ નાજુક છે. તેને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલના આઈસીયુમાં શિફટ કરવામાં આવી હતી.
હાથરસમાં ગેંગરેપનો ભોગ બનેલી છોકરીની સ્થિતિ નાજુક છે. તેને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલના આઈસીયુમાં શિફટ કરવામાં આવી હતી.
તેઓ બોલતાં-બોલતાં અચાનક ચૂપ થઈ જાય છે. ભય તેમના ચહેરા પર લાગી રહ્યો છે. દલિત સંગઠનો સાથે જોડાયેલા લોકો તેમને ભરોસો આપાવવાની કોશિશ કરે છે કે હવે તેમને અને તેમના પરિવારને કઈ થશે નહિ. જોકે તેમનો ડર હજી પણ ઓછો થઈ રહ્યો નથી.

આ દરમિયાન તેમનો નાનો દીકરો હાંફતો આવે છે. તેનો ફોન બપોરથી જ બંધ છે. બહેનની સંભાળ, કાગળોના કામ અને હોસ્પિટલમાં અલગ-અલગ જગ્યાના ધક્કા ખાવામાં તેને એટલો પણ સમય મળ્યો નથી કે તે થોડો સમય રોકાઈને ફોન ચાર્જ કરી લે. તે જેવો આવે છે કે તરત જ તેને ફોન વાત કરવા માટે પકડાઈ દેવામાં આવે છે. કેટલાક સંબંધીઓના છે, કેટલાક પત્રકારોના પણ છે, બધા બસ વેન્ટિલેટર પર રહેલી તેની બહેનની સ્થિતિ જાણવા માગે છે.

તે જણાવે છે, હું 12 દિવસથી ઘરે ગયો નથી. બહેન બોલી શકતી નથી. બસ, તે આંખોથી ઓળખી રહી છે. ક્યારેક-ક્યારેક ઈશારાઓ કરે છે. તેની સ્થિિત દેખી શકાય એવી નથી. હું તેનો અવાજ સાંભળવા આતુર છું. તે મોત સામે લડી રહી છે.

તે કહે છે, હું નોઈડામાં રહીને કામ કરતો હતો. ફોન કરતો હતો તો બહેન સાથે વધુ વાત થઈ શકતી ન હતી. તે ઘરના કામમાં જ આખો દિવસ રહેતી હતી. હાલ હું કોશિશ કરું છું કે બહેન સાથે બે વાત થઈ જાય તો તે બોલી શકતી નથી, કારણ કે તેની જીભ જ કાપી નાખવામાં આવી છે. 13 દિવસ સુધી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની મેડિકલ કોલેજમાં સારવાર કરાવ્યા પછી તેને એમ્બ્યુલન્સ દ્વારા સોમવારે દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં લાવવામાં આવી છે.

પોલીસની ભૂમિકા પર ઊઠી રહ્યા છે સવાલ

હાથરસ પોલીસે અત્યારસુધીમાં સંદીપ, રામકુમાર, લવકુશ અને રવિ નામની ચાર વ્યક્તિની ધરપકડ કરી છે. ચારેય કથિત ઉચ્ચ જાતિના છે. જોકે દલિત સંગઠનોનો આરોપ છે કે પોલીસે તેમાં ભીનું સકેલવાની કોશિશ કરી છે.

ડરનો માહોલ

ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિઓ પીડિતાના ગામની જ છે અને તેમનું ઘર પણ પીડિતાના ઘરથી નજીક છે. પરિવારનો આરોપ છે કે તેઓ પહેલેથી દાદાગીરી કરતા આવ્યા છે. પીડિતાના ભાઈ અને પિતા કહે છે કે ઘટના પછી આરોપીઓ તરફથી તેમને ધમકીઓ આપવામાં આવી હતી. હવે ગામમાં પીએસી તહેનાત કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો