ગંગામાં તણાઈને આવેલા મૃતદેહોને પોલીસકર્મીઓએ પેટ્રોલ નાખીને સળગાવ્યા; વીડિયો વાયરલ થતાં 5 પોલીસકર્મીઓ સસ્પેન્ડ

કોરોનાની બીજી લહેરમાં ગંગામાં મૃતદેહો તણાઈ રહ્યા હતા, તો સાથે સાથે નદી કિનારે રેતમાં પણ કેટલાય મૃતદેહો દાટવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશના ધણાં શહેરોમાં આવી તસવીરો સામે આવી છે. ઘણાં જિલ્લામાં મૃતદેહો ગંગામાં વહાવાના ખુલાસા થતાં યુપી સરકારે ગંગા કિનારાના જિલ્લાઓમાં કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરી દીધી હતી. ગંગા ઘાટ પર પોલીસ પણ તહેનાત કરી દેવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સરકારના કડક વલણ પછી પણ ગંગામાં મૃતદેહો તણાઈને આવી રહ્યા છે. પ્રશાસન જેમ-તેમ આ પરિસ્થિતિ પર કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરી રહી છે. આવી જ એક ઘટના યુપીના બલિયામાં પણ સામે આવી છે. જ્યાં પોલીસકર્મીઓએ મૃતદેહો ગંગામાંથી કાઢીને પેટ્રોલ છાંટ્યું અને ચિતા પર ટાયર રાખીને તેને સળગાવી દીધી છે.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં કાર્યવાહી કરાઈ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બલિયાના માલ્દેપુરમાં પોલીસકર્મીઓએ ગંગામાં તણાઈને આવતા મૃતદેહોને ચિતામાં લાકડાઓની સાથે સાથે ટાયર ઉપર મુકી દીધા. એસપી વિપિન ટાડાએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે તેમા પોલીસકર્મી પેટ્રોલ અને ટાયરો પણ મૃતદેહોને સળગાવી રહ્યા છે. આ કેસમાં ત્યાં તહેનાત 5 પોલીસકર્મીઓને સંવેદનહિનતાના આરોપમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

CMની અપીલ- પરંપરાના નામે મૃતદેહો ના વહાવશો

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, સરકાર દરેક ધાર્મિક પરંપરાઓનું સન્માન કરે છે. મૃતકોના સન્માનજનક અંતિમ સંસ્કાર માટે ચોક્કસ રકમ આપવામાં આવી રહી છે. અને અજાણ્યા મૃતદેહોના પણ સ્નમાનજનક રીતે ધાર્મિક માન્યતાઓ સાથે અંતિમ સંસ્કાર કરાવવામાં આવશે. કોઈ પણ સ્થિતિમાં ધાર્મિક પરંપરાઓના નામે મૃતદેહોને નદીમાં ના વહાવશો.

બીજી બાજુ અલાહાબાદ કોર્ટે એક મહિનાની અંદર ત્રીજી વાર ઉત્તર પ્રદેશ સરકારને કડક શબ્દોમાં ખખડાવ્યા છે. કોરોનાની બીજી લહેરમાં સંસાધનોની અછત અને ગામડાઓની ખરાબ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્ટે કડક શબ્દોમાં રાજ્ય સરકારને ધમકાવી હતી. કોર્ટે સોમવારે કહ્યું હતું કે, રાજ્યના ગામડાઓ અને ટાઉનમાં સ્વાસ્થ્ય સુરક્ષા રામ ભરોસે ચાલી રહી છે. આમાં સુધારો નહીં લાવવાનો અર્થ થશે કે આપણે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા છીએ. જસ્ટિસ સિદ્ધાર્થ વર્મા અને જસ્ટિસ અજિત કુમારે આ નિવેદન એક જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો