ચોથા ધોરણની વિદ્યાર્થિનીનો તેના વાળમાં લાગેલી પિને જીવ બચાવ્યો, શાળા પ્રશાસને તાબડતોડ પોલીસને કર્યો ફોન

ઉત્તરપ્રદેશના બહરાઇચમાં એક છોકરીને તેના વાળમાં લાગેલી પિને બચાવી લીધી હતી. ખરેખર શાળાએ જતી વિદ્યાર્થિનીનું અપહરણ કરવાની કોશિશ થઇ હતી, જેના પછી વિદ્યાર્થિનીએ પોતાના વાળની પિન અપહરણકર્તાઓને ખોસીને તે ભાગી ગઇ હતી. જેના પછી છોકરીએ બૂમાબૂમ કરી દેતા લોકો એકઠા થઇ ગયા હતા.

ખરેખર સોમવારે સવારે બહરાઇચમાં ધોરણ-4માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું અપહરણ કરવાની કોશિશ થઇ હતી પરંતું વિદ્યાર્થિનીએ હિમ્મત દેખાડી અને અપહરણકારના હાથમાં વાળની પિન ખોસી નાંખી હતી. જેથી તે તેના તાબામાંથી છૂટી કે તરત જ ચીસાચીસ કરતા લોકો ભેગા થઇ ગયા હતા અને અપહરણકાર ફરાર થઇ ગયો હતો.

આ સંબંધમાં શાળાની શિક્ષિકાએ પોલીસમાં ફરિયાદ કરીને બાળકોની સુરક્ષાની માંગ કરી છે. ત્યાં જ જાણકારી મળતા જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આ મામલે સ્થાનિક લોકો સાથે પૂછપરછ કરી હતી, પરંતુ પોલીસ ઇન્સપેક્ટરે આ સંબંધમાં કોઇ પણ પ્રકારની જાણકારી મળ્યાથી ઇન્કાર કર્યો છે.

બહરાઇચ જિલ્લાના નગર કોતવાળી ક્ષેત્ર અંતર્ગત સ્ટીલગંજ સ્થિત પ્રાથમિક વિદ્યાલય અકબરપુરાની ધોરણ-4ની વિદ્યાર્થિની કવિતા 7.35 પર પોતાના ઘરથી શાળા તરફ જઇ રહી હતી. તે દરમિયાન રસ્તામાં કોંગ્રેસ ભવન નજીક એક અજ્ઞાત અપહરણકારે તેની પકડી લીધી હતી અને તેને ખેંચીને પોતાની સાથે લઇ જઇ રહ્યો હતો.

બાળકીએ આ વાતની જાણકારી શાળામાં આપી હતી. જે અંગે શાળા પ્રશાસને કહ્યું કે, વિદ્યાર્થિની સાથે જે ઘટના ઘટી તે અંગે પોલીસને જાણકારી આપવામાં આવી હતી. બાળકી સાથેની પૂછપરછમાં જાણકારી મળી કે, અપહ્યત વ્યક્તિ અવારનવાર જોવા મળે છે. જે પછી પોલીસ તપાસ કરી રહી છે પરંતુ ત્યાં કોઇ મળ્યું નહી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો