કોરોનાના દર્દીને ‘અશુદ્ધ ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજન’ અને બેફામ સ્ટિરોઈડ અપાયા એટલે મ્યુકોરમાઈકોસિસના કેસ ફાટી નીકળ્યા

રાજ્યમાં મ્યુકરમાઈકોસિસના કારણમાં કોરોનાના દર્દી પર સ્ટિરોઈડના બેફામ ઉપયોગથી ડાયાબિટીસ અને રોગપ્રતિકારક શક્તિ ઘટવા ઉપરાંત અશુદ્ધ ઓક્સિજન આપવાથી પણ ફુગ થયાનું સામે આવ્યું છે. આ બધા કારણોમાં તંત્રની પણ જવાબદારી તેટલી જ બને છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટના તબીબોએ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મ્યુકરના કેસ વિશે અભ્યાસ કર્યો હતો. આ મામલે આઈએમના પ્રમુખ ડો. પ્રફુલ કમાણીએ જણાવ્યું હતું કે, ઓક્સિજનની અછત હતી ત્યારે ઈન્ડસ્ટ્રિયલ ઓક્સિજન તેમજ ઈન્ડસ્ટ્રિયલ ઓક્સિજન રીફિલ સેન્ટર પરથી જથ્થો અપાયો છે.

ઇન્ડસ્ટ્રિયલ ઓક્સિજન અશુદ્ધ હોય છે તેમજ તેના ઉપકરણો પણ ચેપમુક્ત કર્યા ન હોય. આ ઉપરાંત ઓક્સિજનની અછત, રેમડેસિવિરની અછતને કારણે સાઇકલ પૂરી ન હતી તેથી તે ન મળે ત્યાં સુધી દર્દીને જીવંત રાખવા સ્ટિરોઈડ જ અપાતા હતા કે હજુ થોડો સમય જાળવી જાય તો ઈન્જેક્શન મળી જાય. તબીબોએ આપેલા તારણમાં તંત્રની જવાબદારી પણ નક્કી થઈ છે. સ્ટિરોઈડ કેટલી હદ સુધી આપી શકાય તેની કોઇ મર્યાદા કે પોલિસી જ કોરોનાની સારવારમાં નક્કી કરાઈ નથી આ કારણે એવા ઘણા યુવાનો છે જેમને સુગર વધી જતા ડાયાબિટીસનો ભોગ બન્યા અને પછી કાળી ફુગનો ચેપ લાગ્યો.

ઓક્સિજન પર તંત્રનું નિયંત્રણ હતું પણ તેની અછત થતા 99 ટકા પ્રમાણ ધરાવતા મેડિકલ ઓક્સિજન ઉપરાંત ઈન્ડસ્ટ્રિયલ ઓક્સિજન વપરાયું જેમાં શુદ્ધ ઓક્સિજનનું પ્રમાણ 93થી 95 ટકા હોય છે તેમજ સિલિન્ડર રીફિલિંગમાં ચેપમુક્ત કરવાની પ્રક્રિયા થતી ન હતી તેથી તેમા ફુગ અને ધૂળના રજકણો પણ હતા. લોકોએ ઈન્ડસ્ટ્રિયલ સિલિન્ડર કે જે સાફ કરાયા ન હતા તેમજ જ્યાંથી મળે ત્યાંથી ઓક્સિજન ભરાવી લેતા હતા. રેમડેસિવિરની સપ્લાય પણ તંત્ર હસ્તક હતી જેમને મળ્યા તેમને અધૂરા મળ્યા અને ઘણાને ન મળ્યા એટલે સ્ટિરોઈડનું પ્રમાણ વધતું જ ગયું.

અમુક દર્દીઓ માટે આ બેદરકારી ભારે પડી
અશુધ્ધ ઓક્સિજન, સ્ટેરોઈડના બેફામ ઉપયોગ જેવી સારવાર પધ્ધતિમાંથી અમુક દર્દીઓને નાછૂટકે સહન કરવી પડી હતી. આ પૈકીના અમુક દર્દીઓ માટે તંત્રની આ બેદરકારી ભાર પડી છે અને કોરોનામાંથી બહાર આવ્યા બાદ મ્યુકરમાઈકોસિસના ભોગ બન્યા છે.

એક્સપર્ટ : મેડિકલ ઓક્સિજનની પ્રોસિજર કન્ટેમિનેશન ફ્રી હોય
મેડિકલ ઓક્સિજન બનાવતી ફેક્ટરીમાં હવામાંથી બધો ગેસ એકઠો કરીને ઓક્સિજન અલગ કરાય છે પછી તેને સ્ટરાઈલ એટલે કે ચેપમુક્ત બનાવાય છે આ રીતે 99 ટકા ઓક્સિજન એકઠો થાય છે. બાદમાં ટેન્ક કે સિલિન્ડર ભરવાનો હોય તો ભરતા પહેલા સિલિન્ડરને પણ ચેપમુક્ત કરવાની પ્રક્રિયા થાય છે. જ્યારે ઈન્ડસ્ટ્રિયલ ઉપયોગ માટે ઓક્સિજન હવામાંથી મેળવાયા બાદ ચેપમુક્ત કરવાની કે સિલિન્ડર ચેપમુક્ત કરાતા નથી અને સીધા રીફિલ કરી દેવાય છે. આ કારણે તેમાં ધૂળ અને રજકણો ઉપરાંત બીજા તત્ત્વો પણ હોય છે. આ ઉપરાંત ઓક્સિજન સિલિન્ડર ચેપમુક્ત બનાવવાની સિસ્ટમ પણ ઘણા રીફિલિંગ સેન્ટર પણ ન હોય જેથી તે વધુ અશુદ્ધ બને છે. – ડો. અર્ચિત રાઠોડ, એમ.ડી. ઈન્ટેન્સિવિસ્ટ

શું ઇન્ડસ્ટ્રિયલ ઑક્સિજનનો ઉપયોગ કરવાથી દેશમાં ફંગલ ઇન્ફેક્શન ફેલાયું?

ડૉક્ટરો પ્રમાણે ફંગસ માટી, ખરાબ થઈ રહેલા ઑર્ગેનિક પદાર્થો અને જૂની ચીજોમાં જોવા મળે છે. ઑક્સિજન સિલેન્ડરની અંદર પ્રદૂષિત પાણી હોય છે તો આનાથી પણ ફંગલ ઇન્ફેક્શનનો ખતરો રહે છે. જે લોકોની ઇમ્યુનિટી નબળી હોય છે તેમને આનો ખતરો વધારે હોય છે. આના કારણે અનેક ડૉક્ટર આ શક્યતાને નકારી નથી રહ્યા.

કોરોના દર્દીઓને કેમ ફંગલ ડિસીઝનો ખતરો વધારે?

જે લોકોને પહેલાથી કેન્સર, ડાયાબિટીસ જેવી બીમારી થાય છે અથવા જે લાંબા સમયથી સ્ટીરોઇડ લઈ રહ્યા છે તેમની ઇમ્યુનિટી નબળી હોય છે. કોરોના થવા પર આ વધારે નબળી થઈ જાય છે. આવામાં આ પ્રકારના દર્દીઓને ફંગલ ડિસીઝ થવાનો ખતરો વધી જાય છે. જે કોરોના દર્દી ઑક્સિજન સપોર્ટ પર હોય છે તેમને પણ બ્લેક અને વ્હાઇટ ફંગસ થવાનો ખતરો રહે છે.

બચવા માટે શું કરવું જોઇએ?

ફંગલ ઇન્ફેક્શન હાઇજીનથી વધારે જોડાયેલું છે, પછી ભલે તે બ્લેક હોય કે વ્હાઇટ. બ્લેક ફંગસથી બચવા માટે ડૉક્ટરો કન્સ્ટ્રક્શન સાઇટથી દૂર રહેવા, ડસ્ટવાળા એરિયામાં ના જવા, ગાર્ડનિંગ અથવા ખેતી કરતા સમયે ફુલ સ્લીવ્સ ગ્લવ્ઝ પહેરવા, માસ્ક પહેરવા અને એ જગ્યાઓએ જવાથી બચવાની સલાહ આપે છે જ્યા પાણીનું લીકેજ હોય, જ્યાં ડ્રેનેજનું પાણી ભેગું થતુ હોય. આ જ રીતે વ્હાઇટ ફંગસ તેમને વધારે થાય છે જેઓ લાંબા સમયથી હૉસ્પિટલમાં ભરતી રહે છે. આ દરમિયાન જો હાઇજીનનું ધ્યાન રાખવામાં નથી આવતુ તો આ ફંગસના ઇન્ટરનલ બૉડી પાર્ટમાં જવાનો ખતરો રહે છે. આનાથી બચવા માટે જે દર્દીઓ ઑક્સિજન અથવા વેન્ટિલેટર પર છે તેમના ઑક્સિજન અથવા વેન્ટિલેટર ઉપકરણો ખાસ કરીને ટ્યૂબ વગેરે જીવાણુ મુક્ત હોવા જોઇએ.

ઑક્સિજન સિલેન્ડર હ્યુમિડિફાયરમાં સ્ટ્રેલાઇઝ વોટરનો ઉપયોગ કરવો જોઇએ, જે ઑક્સિજન દર્દીના ફેફસામાં જાય, તે ફંગસથી મુક્ત થાય. એવા દર્દીઓને રેપિડ એન્ટિજન અને RT-PCR ટેસ્ટ નેગેટિવ હોય અને જેમના HRCTમાં કોરોના જેવા લક્ષણો હોય તેમનો રેપિડ એન્ટીબૉડી ટેસ્ટ કરાવવો જોઇએ. સાથે જ કફના ફંગસ કલ્ચરની પણ તપાસ કરાવવી જોઇએ.

તંત્રનો બચાવ લોકોએ પોતાની રીતે ઓક્સિજન મેળવ્યું
અશુદ્ધ ઓક્સિજન મામલે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, ‘ઈન્ડસ્ટ્રિયલ સપ્લાયના યુનિટનો ઉપયોગ થયો હતો પણ તેમાં કોઇને ઈન્ડસ્ટ્રિયલ ઓક્સિજન અપાયું નથી પણ લોકોએ પોત પોતાની રીતે કોઇ યુનિટમાંથી કે વેલ્ડર પાસેથી અલગ અલગ જગ્યાએથી અશુદ્ધ ઓક્સિજન મેળવ્યા હોય તેવું બની શકે. મ્યુકર પાછળ રિસર્ચ ચાલુ છે ચોક્કસ તારણ આવશે. ’

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો