પટેલે અમેરિકામાં ખરીદી 220 એકરમાં ફેલાયેલી હોટલ, મનમોહક છે અંદરનો નજારો

અમેરિકાના મેરિલેન્ડમાં વર્ષ 1820માં અને 220 એકર વિસ્તારમાં પથરાયેલી ઐતિહાસિક હોટલના માલિક બન્યા છે સની અને જીજ્ઞા પટેલ. તેઓએ 2016માં આ હોટલ હસ્તગત કર્યા બાદ તેમાં રિનોવેશન કરવામાં આવ્યું હતું અને 31 જાન્યુઆરી, 2017ના રોજ હોટલના મૂળ માળખા સાથે ખુલ્લી મૂકવામાં આવી હતી. 200 વર્ષ જૂની અને ઐતિહાસિક જૂના વૃક્ષોથી ઘેરાયેલી આ વૈભવી હોટલના ત્રણ માળમાં 24 રૂમ છે. દરેક રૂમને ખાસ ફર્નિચર દ્વારા શણગારવામાં આવ્યો છે. કેટલાક રૂમોમાં આપવામાં આવેલા બાલ્કની ટાઈમલેસ રોમાન્સ કરવા માટે ગેસ્ટને મજબૂર કરે છે. હોટલ અંદરથી જેટલી મનમોહક છે તેટલો જ મનમોહક છે તેનો બહારનો નજારો.

200 વર્ષ જૂની અને ઐતિહાસિક જૂના વૃક્ષોથી ઘેરાયેલી આ વૈભવી હોટલના ત્રણ માળમાં 24 રૂમ

કેન્ટ મેનોર ઈન હોટલ સ્ટીવનસવિલેમાં 500 કેન્ટ મેનોર ડ્રાઈવમાં સ્થિત છે. થોમ્પસન ક્રીક અને કોક્સ ક્રીકના વિશાળ તટીય વિસ્તાર સામે આવેલી વોટરફ્રન્ટ પ્રોપર્ટી જોતા કોઈ ભવ્ય રિસોર્ટ જેવો અનુભવ થાય છે. ઐતિહાસિક તટીય વિસ્તારમાં પથરાયેલી આ હોટલ 1820માં તૈયાર કરવામાં આવી હતી. જેમાં રિસોર્ટ લોન્જિંગની સુવિધાથી માંડીને ગાર્ડન, સ્વિમિંગ પુલ્સ, નૌકાવિહાર જેવી સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. આ હોટલને ક્વિન એની કાઉન્ટી દ્વારા ગ્રામીણ વિસ્તારમાં ઝોન તરીકે રજૂ કરવામાં આવી છે.

દરેક રૂમને ખાસ ફર્નિચર દ્વારા શણગારવામાં આવ્યો છે

શું કહે છે જીજ્ઞા પટેલ?

જીજ્ઞા પટેલે જણાવે છે કે, આ હોટલ પાંચ તત્વોનો સમુહ છે. પાણી, જમીન અને ફરતે ઘેરાયેલા સદીઓના જૂના વૃક્ષો સમગ્ર પ્રોપર્ટીને ઘેરે છે. પટેલને હોટલના મૂળ માળખા વિશે સમજાવવામાં આવી ત્યારે તે અત્યંત પ્રભાવિત થઈ હતી. જિજ્ઞા પટેલે વધુમાં જણાવ્યું કે, હોટલના મૂળ માળખામાં કેટલાક વધારાના સમારકામની જરૂર હતી અને સ્યુટ બાથરૂમમાં આધુનિક સુવિધા પૂરી પાડવી હતી. પરંતુ ઐતિહાસિક સંપત્તિનું મૂળ માળખું બનાવી રાખવું તે ખૂબ જ મહત્વપૂર્ણ હતું. પાર્લરમાં પટેલે ઈટાલિયન માર્બલ ફાયરપ્લેસ જોયું, જે માળખા માટે મૂળ હોવાનું માને છે. તેમજ પાણીના કિનારે એક ખાસ ઝાડ છે જે કપલ ફોટોગ્રાફી લોકપ્રિય જગ્યા હોવાની સાબિતી આપે છે.

હોટલ અંદરથી જેટલી મનમોહક છે તેટલું જ મનમોહક છે તેનું બહારનું લોકેશન

શું કહે છે સન્ની પટેલ?

સન્ની પટેલે જણાવ્યું હતું કે, તેઓએ હોટલના રૂમ્સમાં કરાયેલા સુધારાઓ પૈકી એકમાં ત્રણ માળની હોટલના દરેક રૂમમાં ક્લાઈમેટ કન્ટ્રોલ હીટિંગ અને હવાના એકમો સ્થાપિત કરવાનો હતો. પટેલે કહ્યું કે, લગ્ન અને અન્ય ઈવેન્ટસ માટેનું એક લોકપ્રિય સ્થળ, હોટલનું વોટરફ્રેન્ટ લોકેશન, આકર્ષક માહોલ, મેનિક્યોર ગાર્ડન, વોટર વ્યુ સાથે લગભગ 200 વર્ષ ઉજવણી માટે સ્વાગત કર્યું છે.

આ હોટલ 1820માં તૈયાર કરવામાં આવી હતી

વાઈફાઈ અને કેયુરિગ્સ જેવી આધુનિક સુવિધા

અગાઉના માલિકથી પટેલની માલિકી દરમિયાન હોટલ બંધ નહોતી, પરંતુ તેને મૂળ સ્વરૂપ આપવા માટે સમારકામ કરવામાં આવ્યું હતું. જો કે, નવા માલિકોની હેઠળ ફેબ્રુઆરી 2017થી હોટલ સંપૂર્ણપણે ખુલ્લી છે. 3 માળની આ ભવ્ય હોટલ 24 ગેસ્ટ રૂમ, હોટલ વેડિંગ પાર્ટી, પ્રાઈવેટ રિટ્રીટ્સ અને વ્યક્તિગત મહેમાનોને સમાવવા માટે સક્ષમ છે. દરેક રૂમમાં રાખવામાં આવેલા અનોખા અને તે સમયના સુંદર ફર્નિચરથી રૂમને ચાર ચાંદ લાગી જાય છે. તેમજ ફાયરપ્લેસ, ફોર-પોસ્ટ બેડ્સ, બાલ્કની ગ્રેસ આ બધુ રોમાન્સના ટાઈમલેસ સેન્સને પૂરું પાડે છે. જો કે, વાઈફાઈ અને કેયુરિગ્સ જેવી આધુનિક સુવિધા તો ખરી જ.

220 એકર વિસ્તારમાં પથરાયેલી ઐતિહાસિક હોટલ

પટેલ હોટલના કર્મચારીઓ ઇસ્ટર્ન શોરના સ્થાનિક હોવાની ખુશ છે, તેમના સ્ટાફ દ્વારા ભોજન તૈયાર કરવા ઉપરાંત સાઇટ પર સતત તમામ તૈયારીઓ કરતા રહે છે. પટેલ તેમની હોટલમાં આવતા ગેસ્ટ જ્યારે પહોંચે છે ત્યારે તેમને પરિવારની જેમ સાચવે છે તેમજ તેમને રિફ્રેશ અને આરામ કરવા માટે ખાસ સુવિધા આપે છે.

વોટરફ્રન્ટ પ્રોપર્ટી જોતા કોઈ ભવ્ય રિસોર્ટ જેવો અનુભવ થાય છે

કોણ છે જીજ્ઞા અને સન્ની પટેલ?

– જીજ્ઞા અને સન્ની પટેલ એની એરન્ડલ કાઉન્ટીમાં રિટેલ બિઝનેસમાં છે.
– તેઓએ હોસ્પિટાલિટી બિઝનેસમાં ઝંપલાવવા માટે કેન્ટ મેનોર જોઈ હતી અને એક જ નજરે ગમી ગઈ હતી.
– તેઓએ હોટલ 2016માં હસ્તગત કરી અને કેન્ટ મનોર ઇન હોટલના નવા માલિક બન્યા.
– હસ્તગત કર્યા બાદ રૂમ્સમાં સુધારા તથા બાંધકામના મૂળ માળખાને પુનઃસ્થાપિત કરવા માટે થોડા ફેરફાર કરાવ્યા.
– નવા માલિકોએ આ હોટલનો 31 જાન્યુઆરી, 2017ના રોજ કબજો લીધો હતો.

દરેક રૂમમાં ફોર-પોસ્ટ બેડ્સ
દરેક રૂમમાં અલગ ફર્નિચર
સ્વિમિંગ પુલની સુવિધા પણ
પટેલે 2016માં આ હોટલ હસ્તગત કરી

ઐતિહાસિક સંપત્તિનું મૂળ માળખું બનાવી રાખવું તે ખૂબ જ મહત્વપૂર્ણ
નૌકાવિહારની પણ સુવિધા
પાર્લરમાં ઈટાલિયન માર્બલ ફાયરપ્લેસ
વેડિંગ ફંક્શન માટે સૌથી લોકપ્રિય હોટલ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો