ચીન સામે ટ્રમ્પ લાલઘૂમ : કોરોના મામલે ચીને ખોટી માહિતી આપી, ઝડપથી દુષ્પરિણામ ભોગવશે, ચીન વિરુદ્ધ કાર્યવાહી કરવાની સાંસદોની માંગ

અમેરિકા (USA)ના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) મંગળવારે ફરી એક વખત ચીન (China) વિરુદ્ધ ખુલ્લીને આકરા પ્રહારો કર્યા હતા. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોરોના વાયરસ (Coronavirus) અંગે WHO અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ચીને સતત મૂર્ખ બનાવ્યા છે. ટ્રમ્પના કહેવા પ્રમાણે ચીને કોરોના વાયરસ (Covid19) અંગે ખોટી માહિતી શેર કરી હતી, જેના માઠા પરિણામો આખી દુનિયા ભોગવી રહી છે. ટ્રમ્પે ફરી એક વખત દાવો કર્યો કે એ વાતમાં કોઈ શંકા નથી કે ચીનના વુહાન શહેરમાંથી જ આ વાયરસ આખી દુનિયામાં ફેલાયો છે.

વ્હાઇટ હાઉસમાં આયોજીત પત્રકાર પરિષદ દરમિયાન ટ્રમ્પને વારેવારે એવું પૂછવામાં આવ્યું કે આ માટે ચીન કોઈ ખરાબ પરિણામ શા માટે નથી ભોગવી રહ્યું? જેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, “તમને કેવી રીતે ખબર કે આનું કોઈ દુષ્પરિણામ નથી.” આ અંગે વારેવાર સવાલ પૂછવામાં આવતા ટ્રમ્પે કહ્યું કે, “હું તમને નહીં કહું પરંતુ ચીનને ખબર પડી જશે. હું તમને શા માટે કહું?” ચીન વિરુદ્ધ અમેરિકન સાંસદોની ટીપ્પણીઓ દરમિયાન ટ્રમ્પે કહ્યું છે કે, “તમને માલુમ પડી જશે.”

ચીન વિરુદ્ધ કાર્યવાહી કરવાની રિપબ્લિકન સાંસદોની માંગ

સાંસદ સ્ટીવ ડેન્સે પ્રમુખ ટ્રમ્પને પત્ર લખીને અપીલ કરી છે કે અમેરિકન સરકાર સ્વાસ્થ્ય આપૂર્તિ માટે ચીન પરની નિર્ભરતા ખતમ કરે અને અમેરિકામાં દવા બનાવવા અંગેની નોકરીઓ પરત લાવે. રિપબ્લિકન પાર્ટીના ચાર સાંસદો ચીન પર નિર્ભરતા ઓછી કરવાની માંગ સાથે સોમવારે એક બિલ લાવ્યા છે. આ પહેલા ચીને WTO (World Trade Organisation)મારફતે અમેરિકાનો ફાયદો ઉઠાવવાનો આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પે ધમકી આપી હતી કે જો ચીન નિષ્પક્ષ નહીં રહે તો અમે તેને છોડી દઈશું. તેમણે આરોપ લગાવ્યો કે ચીન છેલ્લા 30 વર્ષથી અમેરિકાનો ફાયદો ઉઠાવી રહ્યું છે. તેમણે કહ્યું કે ચીને WTOના માધ્યમથી અને એવા નિયમોનો ગેરફાયદો ઉઠાવ્યો છે જે અમેરિકાને અન્યાયકર્તા છે.

ચીન પર ટ્રમ્પના સતત પ્રહાર

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન પર સતત કોરોના અંગેની જાણકારી છૂપાવવાનો આરોપ લગાવતા રહ્યા છે. ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે ચીને કોરોના વાયરસ અંગે પ્રારંભિક માહિતી છૂપાવી હતી, જેવું પરિણામ આજે આખી દુનિયા ભોગવી રહી છે. ટ્રમ્પે કોરોના વાયરસને ચીની વાયરસ કહેતા કહ્યું કે, “દુનિયા ચીનના કર્મોની ખૂબ માઠી સજા ભોગવી રહી છે. આ બીમારીને ચીનમાં જ રોકવામાં આવી શકતી હતી. ચીન સમયસર માહિતી આપી દેતું તો અમેરિકાના અધિકારીઓ સમયસર કાર્યવાહી કરતા અને મહામારીને ફેલાતી રોકી શકતા હતા.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો