કોરોના વાયરસના સંક્રમણનો ગઢ બન્યુ અમેરિકા, પોઝિટિવ કેસની સંખ્યા એક લાખને પાર પહોંચી, ઈટાલીમાં એક દિવસમાં 969 લોકોના મોત
કોરોના વાઈરસે વિશ્વભરના મોટાભાગના દેશોને ભરડામાં લીધા છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા છ લાખેપહોંચી ગઈ છે.તેમાં ત્રણ લાખથી વધારે કેસ યુરોપમાં છે. વિશ્વભરમાં મૃત્યાઆંક 27365 થયો છે. અત્યાર સુધીમાં 1 લાખ 33 હજાર 300 લોકને સારવાર પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અમેરિકાની અંદર કોરોના વાઈરસના 1 લાખ 4 હજાર 205 કેસ નોંધાયા છે. અહીં મૃત્યુઆંક 1700થી વધી ગયા છે. ઈટાલીમાં 86498 કેસ નોંધાયા છે. અહી મૃત્યુઆંક 9134 થયો છે. અમેરિકાએ કોરોના વાઈરસ પ્રભાવિત દેશોને આ મહામારી સામે લડવા માટે 174 મિલિયન ડોલરની સહાય કરવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત ભારતને 2.9 મિલિયન ડોલર (21.7 કરોડ રૂપિયા)ની મદદ આપવામાં આવશે. બીજીતરફ ઈટાલી, સ્પેન અને ફ્રાન્સમાં 16267 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડો વિશ્વમાં થયેલા કુલ મોતના 60 % છે.ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ યુરોપમાં પોઝિટિવ કેસની સંખ્યા ત્રણ લાખથી વધારે છે.ફ્રાન્સ સરકારે લોકડાઉનને 15 એપ્રિલ સુધી વધાર્યુ છે.
ઈટાલીમાં એક દિવસમાં 969 લોકોના મોત,સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 832 લોકોના મોત
ઈટાલીમાં કોરોના વાઈરસના કેસ 86498 થઈ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ અહીં એક દિવસમાં 969 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે જ અત્યાર સુધીમાં 9134 લોકોએ જીવ ગુમાવ્યો છે. 24 કલાકમાં 589 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. શુક્રવારે અહીં 4401 લોકોનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. હાલ અહીં 3732 લોકો આઈસીયુમાં સારવાર લઈ રહ્યા છે. 3 એપ્રિલ સુધી શાળાઓ બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.બીજી તરફ સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 832લોકોના મોત થયા છે. અહીં મૃત્યુઆંક 5690 થયો છે.
ટ્રમ્પે એક કલાક ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરી
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઈરસને કેવી રીતે એટકાવવો તેના માટે એક કલાક ફોન ઉપર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાતચીત કરી હતી. વાતચીત બાદ ટ્રમ્પે કહ્યું હતું કે કોરોના વાઈરસ સાથે જોડાયેલ તમામ ડેટા ચીન અમેરિકા સાથે શેર કરશે. ચીનમાં કોરોના સામે કેવી રીતે લડવામાં આવ્યું તેની માહિતી ઉપયોગી નિવડશે. કોરોના સામે સાથે મળીને લડવા માટે અમે સહમત થયા છીએ.
ફ્રાન્સમાં એક દિવસમાં 300થી વધારે લોકોના મોત
ફ્રાન્સમાં એક દિવસમાં 300થી વધારે લોકોએ કોરોના વાઈરસના સંક્રમણના કારણે જીવ ગુમાવ્યો છે. અહીંની સરકારે લોકડાઉનને 15 દિવસ લંબાવી દીધો છે. ફ્રાન્સ યુરોપનો ત્રીજો સૌથી વધારે પ્રભાવિત દેશ છે. અહીં 1995 લોકોના મોત થયા છે અને કુલ પોઝિટિવ કેસની સંખ્યા 32964 છે.
તુર્કીએ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ બંધ કરી
તુર્કીના રાષ્ટ્રપતિ રેજેપ તૈયપ એર્દોઆને તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને કેન્સલ કરવાનો નિર્ણય કર્યો છે. અહીં 24 કલાકમાં 17 લોકોના મોત થયા છે. કુલ કેસની સંખ્યા 5698 અને મૃત્યુઆંક 92 થયો છે.
પાકિસ્તાનમાં 1373 કેસ પોઝિટિવ
પાકિસ્તાનમાં પોઝિટિવ કેસની સંખ્યા 1373 થઈ છે અને 11 લોકોએ જીવ ગુમાવ્યો છે. પાકિસ્તાન કોર્ટે 1200થી વધારે કેદીઓને છોડવાનો આદેશ કર્યો છે. ક્ષમતા કરતા વધારે કેદીઓ વાળી જેલમાં સંક્રમણના ફેલાય તે માટે આ નિર્ણય લેવાયો છે. જે લોકો ઉપર ગંભીર કેસ નથી તેવા 408 કેદીઓને છોડવાનો આદેશ પણ ઈસ્લામાબાદ કોર્ટે આપ્યો છે. સિંધ હાઈકોર્ટે પણ 829 કેદીઓને છોડવાનો આદેશ આપ્યો છે.
ઈરાનમાં પણ સ્થિતિ વણસી રહી છે
ઈરાનમાં 24 કલાકમાં 139 લોકોના મોત થયા છે અને 2926 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ ઈરાનમાં કુલ કેસની સંખ્યા 32332 થઈ છે જ્યારે મૃત્યુઆંક 2517 થયો છે. મેક્સિકોમાં 132 નવા કેસ નોંધાયા છે. આ સાથે અહીં પોઝિટિવ કેસની સંખ્યા 717 અને મૃત્યુઆંક 12 થયો છે. દ. કોરિયામાં પણ 146 નવા કેસ નોંધાય છે. અહીં પોઝિટિવ કેસની સંખ્યા 9478 અને મૃત્યુઆંક 144 થયો છે.
કોરોનાના પાંચ હજાર ઉપર કેસ નોંધાયા હોય તેવા 14 દેશ છે. જ્યારે એક હજાર ઉપર કેસ નોંધાણા હોય તેવા 38 દેશ છે.
વિશ્વના દેશોમાં કોરોનાની સ્થિતિ
| દેશ | કેસ | મોત |
| અમેરિકા | 104205 | 1701 |
| ઈટાલી | 86498 | 9134 |
| ચીન | 81394 | 3295 |
| સ્પેન | 65719 | 5690 |
| જર્મની | 50871 | 351 |
| ફ્રાન્સ | 32964 | 1995 |
| ઈરાન | 32332 | 2517 |
| બ્રિટન | 14543 | 759 |
| સ્વિત્ઝરલેન્ડ | 12928 | 231 |
| દ. કોરિયા | 9478 | 144 |
| નેધરલેન્ડ | 8603 | 546 |
| ઓસ્ટ્રિયા | 7697 | 58 |
| બેલ્જિયમ | 7284 | 289 |
| તુર્કી | 5698 | 92 |
| કેનેડા | 4757 | 55 |
| પોર્ટુગલ | 4268 | 76 |
| નોર્વે | 3771 | 19 |
| ઓસ્ટ્રેલિયા | 3573 | 14 |
| બ્રાઝિલ | 3477 | 93 |
| સ્વિડન | 3069 | 105 |
| ઈઝરાયલ | 3035 | 12 |
| મલેશિયા | 2161 | 26 |
| આયર્લેન્ડ | 2121 | 22 |
| ભારત | 887 | 20 |
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

