ટ્રમ્પની ધમકીના 48 કલાકમાં USની ભયંકર ‘એરસ્ટ્રાઇક’, હવાઇ હુમલામાં ઇરાની મેજર જનરલ કાસિમ સુલેમાનીનું મોત, દુનિયામાં ત્રીજા વિશ્વયુધ્ધના ભણકારા વાગતા હાહાકાર
ઇરાકની રાજધાની બગદાદમાં એરપોર્ટની પાસે અમેરિકન હવાઇ હુમલામાં ઇરાની મેજર જનરલ કાસિમ સુલેમાનીનું મોત થયું. રોકેટથી કરાયેલા હુમલામાં કમ સે કમ 7 લોકોના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. કાસિમ સિવાય ઇરાકમાં ઇરાની સમર્થક સશસ્ત્ર બળના ડેપ્યુટી કમાન્ડર અબુ મહદી અલ-મુહાંદિસનું પણ મોત થયું. વ્હાઇટ હાઉસના મતે જનરલ કાસિમ મધ્ય-પૂર્વમાં અમેરિકન ડિપ્લોમેટસ અને ઇરાકમાં સૈનિકોને માર્યાનું ષડયંત્ર રચ્યું હતું. રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્દેશ પર અમેરિકન સેનાએ પોતાના જવાનોની રક્ષા માટે જનરલ કાસિમને ઠાર કર્યો. આ સમાચાર વાયુવેગે દુનિયાભરમાં ફેલાતા ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગ્વા લાગ્યા. ટ્વિટર પર World War 3 ટ્રેન્ડ થવા લાગ્યું છે.
The White House: General Soleimani was actively developing plans to attack American diplomats and service members in Iraq and throughout the region. https://t.co/uBkwSfhscD
— ANI (@ANI) January 3, 2020
અમેરિકાના બગદાદ સ્થિત દૂતાવાસ પર મંગળવારના રોજ ઇરાન સમર્થિત ભીડે હુમલો કર્યો હતો. ત્યારબાદ અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે જો અમેરિકન ફેસિલિટી પર જાન-માલનું નુકસાન થયું તો ઇરાનને મોટી કિંમત ચૂકવવી પડશે. ટ્રમ્પે કહ્યું હતું કે આ ચેતવણી નથી પરંતુ ધમકી છે. આ નિવેદનના 48 કલાકની અંદર જ અમેરિકન સેના એ ઇરાની કમાન્ડરને ઠાર કરી દીધો.
ઇરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના જ વિદેશોમાં કામ કનાર યુનિટ કુદસ ફોર્સની જવાબદારી સંભાળનાર કાસિમને અમેરિકાના મોટા દુશ્માનોમાં સામેલ કરાયો હતો. અમેરિકાના કટ્ટર હરિફ ઇરાન માટે એ કેટલો અગત્યનો હતો તેનો તમે એ વાત પરથી અંદાજો લગાવી શકતા હતા કે પશ્ચિમ એશિયામાં કોઇપણ મિશનને આ જ અંજામ આપતા હતા.
4 દાયકાથી અમેરિકા માટે માથાનો દુ:ખાવો હતો કાસિમ સુલેમાની
ખાસ કરીને ઇરાકમાં તેની અગત્યની ભૂમિકા હતી. બગદાદને ઇસ્લામિક સ્ટેટના આંતકથી બચાવા માટે તેમના જ નેતૃત્વમાં ઇરાન સમર્થક ફોર્સની રચના કરી હતી, જેનું નામ પોપ્યુલર મોબિલાઇઝેશન ફોર્સ હતું. સુલેમાની અમેરિકાનો કેટલો જૂનો દુશ્મન હતો, તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે 1980ના દાયકામાં ઇરાન અને ઇરાકની વચ્ચે ખૂની જંગમાં તેની અગત્યની ભૂમિકા હતી. આ યુદ્ધમાં અમેરિકાએ ઇરાકી તાનાશાહ સદ્દામ હુસૈનનો સાથ આપ્યો હતો.
ઇરાકમાં બનાવાઇ હતી ઇરાન સમર્થક મિલિશિયા
ઇરાક અને સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ જેવા ખૂંખાર આતંકી સંગઠનના મુકાબલે તેમણે કુર્દ લડાકો અને શિયા મિલિશિયાને એકજૂથ કરવાનું કામ કર્યું હતું. ઇરાકમાં ઇરાનના સમર્થનથી તૈયાર પોપ્યુલર મોબિલાઇઝેશન ફોર્સને કાસિમે જ તૈયાર કર્યો હતો. કાસિમ સુલેમાનીનું મોત ઇરાન માટે મોટા ઝાટકા સમાન છે, જે ઇરાક અને સીરિયામાં અમેરિકન દખલની વિરૂદ્ધ છે. કહેવાય છે કે સુલેમાનીએ હથિયાર બંધ સંગઠન હિઝબુલ્લાહ, ફિલિસ્તીનમાં સક્રિય આતંકી સંગઠન હમાસને સમર્થન આપ્યું હતું. સીરિયામાં બશર અલ-અસદ સરકારને પણ કાસિમ સુલેમાનીનું સમર્થન પ્રાપ્ત હતું.
Is it the same ring or similar? Asking for expert opinion #Iraq , this is Qassim Sulaimani the Iranian leader of Quds force #Baghdad pic.twitter.com/Xe4viCWKXY
— Steven nabil (@thestevennabil) January 3, 2020
અમેરિકન દૂતાવાસ પર હુમલાનો લીધો બદલો?
કાસિમ સુલેમાનીનો અમેરિકાએ એવા સમયે ખાત્મો કર્યો છે જ્યારે થોડાંક દિવસ પહેલાં જ બગદાદ સ્થિત તેના દૂતાવાસ પર થયેલા હુમલામાં ઇરાનનો હાથ હોવાની વાત સામે આવી રહી હતી. આ હુમલા બાદ અમેરિકન રક્ષા મંત્રી માર્ક એસ્પરે કહ્યું હતું કે ખેલ હવે બદલાઇ ચૂકયો છે. તેમણે કહ્યું હતું કે ઇરાનના સમર્થનવાળા સશસ્ત્રબળોનો અમેરિકન મિલિટ્રી ફોર્સીસની તરફથી પણ જોરદાર જવાબ અપાશે.
લાલ વીંટી પરથી સુલેમાનીના મોતની પુષ્ટિ
કાસિમ સુલેમાનીને ઠાર કર્યાની પુષ્ટિ તેમના હાથની વીંટી પરથી પણ થઇ છે. તેઓ હંમેશા પોતાની એક વીંટીમાં લાલ રંગના નંગવાળી વીંટી પહેરતા હતા. ઇરાકી પત્રકાર સ્ટીવ નાબિલે એક ટ્વીટ કરીને સુલેમાનીની એક જૂની તસવીર અને મોત બાદનો ફોટો શેર કર્યો છે. બંને તસવીરોમાં તેમની વીંટીમાં લાલ રંગની વીંટી દેખાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

