સુરતનો કાર્તિક જીવાણી UPSCની પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ, IPSની ટ્રેનિંગ સાથે દેશમાં 84મો ક્રમ પ્રાપ્ત કર્યો
નિષ્ફળતાની પાછળ જ સફળતા છૂપાયેલી હોય છે પરંતુ મક્કમ મનના અડગ માનવીને હિમાલય પણ નડતો નથી. આ સૂત્રને સાર્થક કરતાં સુરતના કાર્તિક જીવાણીએ UPSC(યૂનિયન પબ્લિક સર્વિસ કમિશન)ના જાહેર થયેલા પરિણામમાં ગુજરાતમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. IPS(ઈન્ડિયન પોલીસ સર્વિસ) કેડરની ટ્રેનિંગ મેળવવાની સાથે સાથે પરીક્ષાની તૈયાર કરીને દેશમાં 84 ક્રમ હાંસલ કર્યો છે. જેથી કાર્તિકને હવે IAS(ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) કેડરમાં જોડાવાની ઈચ્છા છે.જેથી હાર્દિક સુરતનો પહેલા IAS ઓફિસર બની શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ગુજરાતમાંથી 13 ઉમેદવારો UPSCમાં સફળ રહ્યા
ગુજરાતમાંથી 13 ઉમેદવારો પાસ થયા છે જેમાં દેશમાં 84માં રેન્ક અને રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવનાર જીવાણી કાર્તિક નાગજીભાઈ છે. બીજા ક્રમે અગ્રવાલ જીતેન્દ્ર મુરારીલાલ દેશમાં 128મા રેન્ક અને રાજ્યમાં બીજા ક્રમ મેળવ્યો છે. અકારશી જૈન રાજ્યમાં ત્રીજા ક્રમે અને દેશમાં 140માં રેન્ક સાથે સફળ થયા છે. રાજ્યમાં ચોથા ક્રમે ઉમેશ પ્રસાદ ગુપ્તાએ દેશમાં 162મો રેન્ક મેળવ્યો છે. દેશમાં 376મા રેન્ક સાથે પાસ થનારા અને રાજ્યમાં પાંચમા ક્રમે પાસ કરવામાં ડોબરિયા ચિંતન પ્રભુભાઈને સફળતા મળી છે. સિંઘ પ્રભાત જ્ઞાનેન્દ્ર રાજ્યમાં છઠ્ઠા ક્રમે અને દેશમાં 377માં રેન્ક સાથે સફળ રહ્યા છે.બારોટ હિરેન જીતેન્દ્રભાઈએ રાજયમાં આઠમો અને દેશમાં 538મો રેન્ક મેળવ્યો છે. પરમાર પિન્કેશકુમાર લલિતકુમારએ રાજ્યમાં આઠમો દેશમાં 575મો રેન્ક મેળવ્યો છે.રાજયમા નવમો ક્રમ મેળવનાર રામચંદ્ર જાખરને દેશમાં 605મો રેન્ક મેળ્યો છે. રૂપેલ્લા સંદીપ મુકેશકુમારને રાજ્યમાં 10મો અને દેશમાં 701મો રેન્ક મળ્યો છે. ખંડારે પ્રદ્ન્યા કૈલાસને રાજ્યમાં 11મો અને દેશમાં 719મો રેન્ક પ્રાપ્ત થયો છે. રાજ્યમાં 12 ક્રમ મેળવનાર અગજા પ્રણવકુમાર ગોવિંદભાઈને દેશમાં 755મો રેન્ક મળ્યો છે જ્યારે પ્રિયાંક ગલચરને રાજ્યમાં 13મો અને દેશમાં 799મો રેન્ક પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે.
નિષ્ફળતાની પચાવીને સફળતા મેળવી
કાર્તિક જીવાણીએ 2017માં પરીક્ષા આપી હતી.મનમાં ઉચાટ અને ઉતેજના સાથે 2017ના વર્ષમાં સખત મહેનત બાદ તેઓ નિષ્ફળ રહ્યા હતાં. પરંતુ ફરી 2 વર્ષની સખત મહેનતના અંતે વર્ષ 2019માં ગુજરાતમાં પ્રથમ અને દેશમાં 94મો ક્રમ મેળવ્યો હતો. જેથી IASની જગ્યાએ IPS કેડરમાં એડમિશન મળ્યું હતું. જેથી તેઓ IPSની હૈદરાબાદમાં ટ્રેનિંગ લેતા લેતા ફરી IAS બનવાના સ્વપ્નને ભુલ્યા વગર ફરી પરીક્ષા આપી અને તેમાં સફળતા મળી.
રાવ સાહેબની વાત સાંભળીને IAS બનવાનું વિચાર્યું
વરાછામાં લેબોરેટરી ચલાવતા ડો. નાગજીભાઈ જીવાણીના પુત્ર કાર્તિક જીવાણીએ કહ્યું કે, મારો જન્મ 1994માં થયો ત્યારે સુરતમાં પ્લેગ આવ્યો હતો. એ વખતે સુરતમાં પ્રસુતી કરાવનાર ડોક્ટર હાજર નહોતા. એ વખતના સુરતની વાતો સાંભળેલી જેમાં એસ.આર. રાવ નામના પાલિકા કમિશનરે સુરતની ભૌગોલિક સ્થિતિ બદલી નાખી હતી. શહેરની સિકલ બદલાઈ જતાં સુરત ફરી સોનાની મૂરત બનવા જઈ રહ્યું હતું. રાવ સાહેબની કામગીરીની વાતો સાંભળીને મને પણ IAS બનવાની ઈચ્છા હતાં. ગત વર્ષે માત્ર બે રેન્ક નીચો આવતાં IPSમાં જવું પડ્યું. પરંતુ હવે જો IASમાં ચાન્સ મળશે તો તે કેડર જોઈન કરીશ તેમ કાર્તિકે જણાવ્યું હતું.
સુરતનો પ્રથમ IAS બનશે
જાહેર થયેલા UPSCના પરિણામોમાં સુરતનો કાર્તિક નાગજીભાઈ જીવાણીએ ભારતમાં 84મો ક્રમ અને ગુજરાતમાં પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે. તેની ઈચ્છા મુજબ જો તેને IAS કેડર મળશે તો તે સુરતનો પ્રથમ IAS અધિકારી બનશે. કાર્તિક સુરતની જ પીપી સવાણી અને રાયન ઈન્ટરનેશનલ સ્કૂલમાં 12 સુધી અભ્યાસ કર્યા બાદ મુંબઈની IITમાંથી મિકેનિકલમાં બીટેક થયો છે.કાર્તિકે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મેળવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

