પોલીસ કોન્સ્ટેબલની બપોરે સગાઈ થઈ અને રાત્રે માર્ગ અકસ્માતમાં કરૂણ મોત, બોલેરો ઝાડ સાથે ટકરાતાં પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત, ખુશીઓ માતમમાં ફેરવાઈ

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના પ્રતાપગઢ જિલ્લામાં રવિવાર મોડી રાત્રે થયેલા ભીષણ માર્ગ અકસ્માત (Road Accident)માં એક પોલીસ કોન્સ્ટેબલ (Police Constable) સહિત પાંચ લોકોનાં કરૂણ મોત થયા છે. લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલી બોલેરો કાર અનિયંત્રિત થઈને ઝાડ સાથે ટકરાઈ ગઈ. તમામ મૃતક પટ્ટી વિસ્તારના કુંદનપુરથી લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ઘરે પરત જઈ રહ્યા હતા. મળતી માહિતી મુજબ ડ્રાઇવર નશામાં હોવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ.

મળતી જાણકારી મુજબ, મૃતક પોલીસ કોન્સ્ટેબલ સંદીપ યાદવની રવિવાર બપોરે જ સગાઈ થઈ હતી. સંદીપ યાદવ મઉ જિલ્લાના ચિરૈયાકોટ ચોકી પર તૈનાત હતો. 1 ડિસેમ્બરે સગાઈ માટે રજા લઈને પ્રતાપગઢ આવ્યો હતો. રવિવાર બપોરે સગાઈ કર્યા બાદ સાંજે સાળી સુપ્રિયા યાદવના લગ્ન સમારોહમાં સામેલ થવા પટ્ટી આવ્યો હતો. લગ્નમાં સામેલ થયા બાદ પરત ફરતી વખતે દુખદ માર્ગ દુર્ઘટનાનો શિકાર બની ગયો. અકસ્માત બાદ પરિજનો ઘેરા આઘાતમાં છે.

અકસ્માત એટલો ભયાનક હતો કે બોલરો કારના ભૂક્કા બોલી ગયા હતા. બોલેરોમાં સવાર તમામ પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે બોલેરોને ગેસ-કટરની કાપીને પાંચ લાશોને બહાર કાઢી. ત્યારબાદ લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી. દુર્ઘટનામાં સંદીપ સહિત અખિલેશ, રાહુલ, પપ્પૂ, સંદીપ યાદવનાં પણ મોત થયા છે. આ તમામ ખજોહરી ગામના રહેવાસી હતા. યાદવ અને અખિલેશ બંને પિતરાઈ હતા.

મઉ જિલ્લાના ચિરૈયાકોટ ચોકી પર તૈનાત યૂપી પોલીસના કોન્સ્ટેબલ સંદીપ યાદવની રવિવાર બપોરે રામનારાયણ યાદવની દીકરી સાથે સગાઈ થઈ હતી. સાંજે સાળીના લગ્માં હાજરી આપવા સંદીપ પોતાના પિતરાઈ અખિલેશ અને પડોશીઓની સાથે પટ્ટીના કુંદનપુર ગામ ગયો હતો. ત્યાં સુપ્રીયા યાદવના લગ્નમાં સામેલ થયા બાદ તમામ બોલેરો સવાર પાંચ યુવક ઘરે પરત ફરી રહ્યા હતા. ઘરથી 14 કિલોમીટર પહેલા જ બોલેરો કાર દુર્ઘટનાની શિકાર બની ગઈ. સિપાહી સંદીપના મોતની જાણ થતાં જ ઘરમાં માતમ છવાઈ ગયો. મિનિટોમાં સાળી સુપ્રીય યાદવના લગ્ન પણ માતમમાં ફેરવાઈ ગયા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો