UPના CM યોગી આદિત્યનાથના પિતાનું થયું નિધન, ‘મા નહીં આવી શકું…’ પિતાના નિધન પર યોગી થયા ભાવુક

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતા આનંદ સિંહ બિષ્ટનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. દિલ્હીની AIIMSમાં સારવાર ચાલતી હતી. યુપી સરકારે આનંદ સિંહ બિષ્ટના નિધનની પુષ્ટિ કરી છે. મળતી માહિતી પ્રમાણે આદિત્યનાથ તેમના પિતાના અંતિમ સંસ્કારની વિધિમાં હાજર રહેશે નહીં.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

યુપીના એડિશનલ ચીફ સેક્રેટરી (હોમ) અવનીશ અવસ્થીએ કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતાનું આજે સવારે 10:44 વાગ્યે સ્વર્ગવાસ થયા છે. અમે તેમના નિધન પર શોક સંવેદના પ્રકટ કરીએ છીએ.

ઉત્તરાખંડમાં પૌડી જિલ્લાના યમકેશ્વરના ગામ પંચુર નિવાસી આનંદ સિંહ બિષ્ટ (89)ની ગયા મહિને ખૂબ જ તબિયત ખરાબ થયા બાદ તેમણે દિલ્હીના AIIMS લાવ્યા હતા. અહીં તેમને એમ્સના એબી વોર્ડમાં રખાયા હતા. ગેસ્ટ્રો વિભાગના ડૉકટર વિનીત આહજાની ટીમ તેમની સારવાર કરી રહી હતી. રવિવારના રોજ અચાનક ફરીથી તેમની તબિયત બગડી હતી.

આનંદ સિંહ બિષ્ટને લાંબા સમયથી લીવર અને કિડીનીની સમસ્યા હતી. ડૉકટર્સ તેમનું ડાયાલિસીસ પણ કરતા હતા. પૌડીમાં તબિયત ખરાબ થયા બાદ તેમને પહેલાં જોલીગ્રાન્ટની હિમાલયન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં તબિયત ના સુધરતા તેમને એર એમ્બ્યુલન્સથી દિલ્હી લવાયા. આનંદ સિંહ બિષ્ટ ઉત્તરાખંડમાં ફોરેસ્ટ રેન્જર હતા અને તેઓ 1991માં રિટાયર થયા ત્યારબાદથી તેઓ પોતાના ગામમાં આવીને વસ્યા હતા.

અંતિમ દર્શન કરવા ઈચ્છતા હતા પણ…

સીએમ યોગીએ આ સંબંધમાં એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું કે, તેમને પોતાના પિતાના મૃત્યુનું દુઃખ છે. તેઓ તેમને અંતિમ વખતે જોવા ઈચ્છતા હતા, પરંતુ વૈશ્વિક મહામારીના કારણે આવું ન કરી શક્યા. યોગીએ એક ખૂબ જ ભાવુક પત્ર જાહેર કર્યો છે અને તેમણે પોતાના વ્યક્તિગત જીવનથી કર્તવ્યને ઉપર રાખ્યું છે.

યોગીનો માતાને ભાવુક પત્ર

યોગીએ પોતાની માતાને મોકલેલા પત્રમાં લખ્યું છે, પોતાના પૂજ્ય પિતાજીના કૈલાશવાસી થવા પર મને ખૂબ જ શોક અને દુઃખ છે. તેઓ મારા પૂર્વાશ્રમના જન્મદાતા છે. જીવનમાં ઈમાનદારી, કઠોર પરિશ્રમ અને નિસ્વાર્થ ભાવથી સમર્પિત ભાવ સાથે કામ કરવાના સંસ્કાર બાળપણમાં તેમણે મને આપ્યા. અંતિમ પળોમાં તેમના દર્શનની ઈચ્છા હતી, પરંતુ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામે દેશની લડાઈને ઉત્તર પ્રદેશની 23 કરોડ જનતાના હિતમાં આગળ વધારવાના કર્તવ્યના કારણે હું ન કરી શક્યો. કાલે 21 એપ્રિલે અંતિમ સંસ્કારના કાર્યક્રમમાં લોકડાઉનની સફળતા તથા મહામારી કોરોનાને હરાવવાની રણનીતિના કારણે હું ભાગ નહીં લઈ શકું. પૂજ્ય માતા, પૂર્વાશ્રમથી જોડાયેલા બધા સદસ્યોને અપીલ છે કે તેઓ લોકડાઉનનું પાલન કરતા ઓછામાં ઓછા લોકો સાથે અંતિમ સંસ્કારના કાર્યક્રમમાં રહે. પૂજ્ય પિતાજીની સ્મૃતિઓને કોટિ-કોટિ નમન કરતા તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. લોકડાઉન બાદ દર્શન માટે આવીશ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો