સીએમ યોગી આદિત્યનાથે કહ્યું- જે જમાતીઓએ બીમારી છુપાવી, તેમની સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે.

મહામારી કોરોના વાયરસ અને લોકડાઉનની સ્થિતિ વચ્ચે એક ખાનગી ટીવી ચેલન સાથે વાતચીતમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે તબલીગી જમાતના જે લોકોએ કોરોના સંક્રમણની માહિતી છુપાવી હશે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

બીમારી હોવી કોઈ અપરાધ નથી:

મીડિયા રિપોર્ટ મુજબ સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે તબલીગી જમાતનું કામ આશ્ચર્યચકિત કરનારું હતું. બીમારી હોવી કોઈ અપરાધ નથી પરંતુ તેને છુપાવવામાં આવી. કોઈને બીમારી છે કોઈ વાત નથી તેની સારવાર કરવામાં આવશે. પરંતુ જમાતના ઘણા લોકોએ બીમારીને છુપાવી જેના કારણે સંક્રમણ વધુ ફેલાયું તેથી એવા લોકો સામે હવે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

રિપોર્ટ પ્રમાણે યોગીએ કહ્યું કે,‘મને આ કહેતા જરા પણ સંકોચ નથી થતો કે તબલીગી જમાતના અમુક લોકોના આવા વ્યવહારથી કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાયું છે.’ આપણે જણાવી દઈએ કે ઉત્તરપ્રદેશમાં મોટી સંખ્યામાં પોલીસે જમાતના લોકોને પકડી ક્વોરન્ટાઇન કર્યા છે. આ સિવાય સીએમ યોગીએ કહ્યું કે તબલીગી જમાતના કેટલાક લોકોએ ઘણી જગ્યાએ આરોગ્ય અધિકારીઓ અને મેડિલક સ્ટાફ સાથે દુર્વ્યવહાર કર્યો.

હવે થશે કડક કાર્યવાહી:

સીએમ એ કહ્યું કે ગાઝિયાબાદમાં નર્સો સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું જે ઘણું દુર્ભાગ્યપૂર્ણ છે. એવી જ રીતે વારાણસી અને કાનપુરમાં પણ તબલીગી જમાતના લોકોએ અભદ્રતા ભર્યું વર્તન કર્યું, જેના પછી પણ તેમને સમજાવવાનું કામ કરવામાં આવ્યું. છતાં પણ તે માન્યા નથી તેથી હવે કડક પગલા લેવામાં આવી રહ્યા છે. આ સિવાય તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આખું દેશ કોરોના વાયરસ સામે જે લડાઈ લડી રહ્યું છે તેમાં દરેક વાતનું ધ્યાન રાખવાની સાથે આગળ વધી રહ્યાં છે.

ચૈત્રી નવરાત્ર લોકોએ ઘરમાં મનાવી, ઇદ પણ ઘરે મનાવવા વિનંતી:

યોગીએ કહ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ પેકેજની જાહેરાત ગરીબો માટે કરવામાં આવી છે. આ સાથે તેમણે કોરોના મહામારી વચ્ચે લોકોને પૂજા અને નમાજ ઘરે જ કરવા વિનંતી પણ કરી. યોગીએ કહ્યું કે નવરાત્ર લોકોએ ઘરમાં મનાવી, હવે લોકો ઇદ પણ ઘરમાં જ મનાવે. રામ નવમી પણ લોકોએ ઘરમાં જ મનાવી. હવે રમઝાનના પાક મહિનામાં પણ લોકો ઘરમાં જ રહી ઇબાદત કરે એવી અપીલ યોગી આદિત્યનાથે લોકોને કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો