સૌરાષ્ટ્રમાં કેશોદ, મેંદરડા, માળિયા હાટીના પંથકમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત, 4-5 ડિસે.એ પણ વરસાદની આગાહી

ગુજરાતમાંથી મેઘરાજા વિદાય લેવાનું નામ લેતા નથી. અરબી સમુદ્રમાં બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે 4 અને 5 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી છે. આ આગાહી વચ્ચે આજે જૂનાગઢના મેંદરડા અને કેશોદ પંથકમાં કમોસમી વરસાદ થયો છે. જેમાં અજાબ અને કેવદ્રામાં વરસાદ પડ્યો છે. આ કમોસમી વરસાદને પગલે ચોમાસુ પાક ગુમાવી ચૂકેલા ખેડૂતોમાં શિયાળુ પાક પણ નિષ્ફળ જવાની ભીતિને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ કમોસમી વરસાદને કારણે કપાસ, ચણા, જીરૂં, લસણ, ડુંગણી, ઘઉં, એરંડા અને ધાણાંના પાકને ભારે નુકસાન થયું છે.

જૂનાગઢ પંથકમાં ભારે પવન સાથે વરસાદ

આ ઉપરાંત જૂનાગઢના માળિયા હાટીના પંથકમાં અમરાપુર, કાત્રાસા, આંબલગઢ, તરસિંગડા સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.

જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ પર એક નંબરનું સિગ્નલ

અરબ સાગરમાં ઉદભવેલ લો પ્રેશરને કારણે પીપાવાવ પોર્ટ અને જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. જેને પગલે 3થી લઈ 7 ડિસેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.

સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં વરસાદની આગાહી

અમદાવાદનાં હવામાન વિભાગનાં ડાયરેકટર, ડો. જયંત સરકારે જણાવ્યું હતું કે, અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગના શહેરોમાં સોમવારે ઠંડા પવનથી ભેજ વધતાં ઠંડક વધી છે. 4 અને 5 ડિસેમ્બરે સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારો ગીર-સોમનાથ અને જૂનાગઢમાં સામાન્ય વરસાદ થઈ શકે છે.

લો પ્રેશર 48 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે

રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ પૂર્વ લો પ્રેશર સક્રિય થયાં છે. જેમાંથી દક્ષિણ પશ્ચિમ તરફનું લો પ્રેશર 48 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે અને 72 કલાકમાં સોમાલિયા તરફ આગળ વધશે. જ્યારે અન્ય દક્ષિણ પૂર્વમાં સર્જાયેલા લો પ્રેશરની અસર ગુજરાતમાં થવાથી રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો