રાજકોટમાં કાનુડા મિત્ર મંડળની અનોખી સેવા, 8 હજાર દર્દીઓને 80 લાખ રૂપિયાની મદદ કરી, 3500 પરપ્રાંતીયોને ટ્રેનની ટિકિટના રૂપિયા આપ્યા

રાજકોટમાં સામાજીક સંસ્થા કાનુડા મિત્ર મંડળ દ્વારા જરૂરિયાતમંદ લોકોને મેડિકલ સહાય આપવામાં આવી રહી છે. કોઇ પણ વ્યક્તિને હોસ્પિટલના કામ ખાતે નાણાંની જરૂરિયાત હોય તો તેને સંસ્થા તરફથી 1 હજાર રૂપિયાનું મેડિકલ કાર્ડ બનાવી આપવામાં આવે છે. જે કાર્ડ પર તમે 1 હજાર રૂપિયા સુધીની દવાઓ રાજકોટના એબીસી મેડિકલ સ્ટોર પરથી મેળવી શકો છો. આ કાર્ડ 3 મહિના સુધી માન્ય રહે છે. કાનુડા મિત્ર મંડળ દ્વારા અત્યાર સુધી લોકડાઉન દરમિયાન 8 હજાર વ્યક્તિઓને મેડિકલ સહાયના કાર્ડ આપવામાં આવ્યા છે. આમ લોકોને 80 લાખ રૂપિયાની મદદ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કાનુડા મિત્ર મંડળે 3500 પરપ્રાંતીયોના ટ્રેનની ટિકિટના રૂપિયા આપ્યા

પરપ્રાંતીય મજૂરોને પોતાના વતન મોકલવા માટે ભાજપ કોંગ્રેસ ટ્રેનની ટિકિટની રાજનીતિ કરી રહ્યું છે, ત્યારે રાજકોટમાં પ્રથમ 3 ટ્રેનમાં ગયેલા આશરે 3500 મજૂરોના ટિકિટના રૂપિયા કાનુડા મિત્ર મંડળે આપ્યા હતા.

લોકડાઉન ચાલશે ત્યાં સુધી મદદ કરવાની મંડળે ખાતરી આપી

રાજકોટના તમામ શ્રમિકોને અનાજ કીટ તેમજ વતન જતી વખતે સેનેટાઇઝર માસ્ક સહિત ફૂડ કીટની સહાય પણ કાનુડા મિત્ર મંડળ દ્વારા આપવામા આવી રહી છે. કાનુડા મિત્ર મંડળના સભ્યો રાકેશ રાજદેવ, કેતન પટેલ, અનિલ દેસાઈ, કમલેશ શાહ, કૃણાલ મણિયાર, વિભાસ શેઠ, ગજેન્દ્રસિંહ રાઠોડ દ્વારા રાજકોટની જનતાને જ્યાં સુધી લોકડાઉન ચાલશે ત્યાં સુધી મદદની ખાતરી પણ આપી છે.

મંડળ ગરીબ લોકોને 500થી એક હજારની રોકડની સહાય, એનિમલ હેલ્પલાઇન, ગૌશાળા, વૃદ્ધાશ્રમની સેવા પણ આપે છે

ઉલ્લેખનીય છે કે કાનુડા મિત્ર મંડળ પરપ્રાંતીયોની ટ્રેનની ટિકીટ સિવાય રસ્તે જતા ગરીબ લોકોને 500થી એક હજારની રોકડની સહાય, એનિમલ હેલ્પલાઇન, ગૌશાળા, વૃદ્ધાશ્રમ, તમામ જગ્યાએ 25 હજારથી લઈ એક લાખની રોકડ સહાય પણ કરી છે, એ સિવાય અનાજ વિતરણ બાળકોને રમકડા જેવી મદદ પણ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો