શાળાના આચાર્ય હોદ્દા કે મોભાને ધ્યાનમાં ન લેતા વિદ્યાર્થીઓના ઘરે ઘરે લારીની મદદથી પુસ્તકો પહોંચાડીને શિક્ષક તરીકેની ફરજ પુરી કરી રહ્યાં છે
ચાંદોદ. જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ વિભાગ તાબા ની ચાંદોદ પંથકની 13 શાળાના ગ્રુપાચાર્ય દેવેન્દ્રભાઈ મનુભાઈ નાયક પોતાની ફરજ નિષ્ઠા બચાવવા અને શિક્ષણથી બાળકો વંચિત ન રહી જાય તે માટે વિદ્યાર્થીઓ માટે આવેલા પુસ્તકોને વિદ્યાર્થીઓના ઘરે-ઘરે પહોંચાડવા લારી ના માધ્યમથી પુસ્તકો પહોંચાડવાનું પ્રશંસનીય કામ કરી શિક્ષણથી વિદ્યાર્થીઓમાં વંચિત ન રહી જાય તે માટેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
છેલ્લા કેટલાક મહિનાથી lockdown ની જાહેરાત બાદ સ્કૂલો પણ બંધ રાખવામાં આવી હતી અને શિક્ષણ વિભાગની સુચના મુજબ તેની કામગીરી ચાલી રહી હતીત્યારે હાલમાં શિક્ષણ વિભાગની સુચના મુજબ તારીખ 8 જૂનથી શૈક્ષણિક સત્રનો આરંભ થઈ ચૂક્યો છે. પરંતુ તેના માટે વિદ્યાર્થીઓને સ્કૂલ કે શાળાએ જવાનું નથી અને જે તે જિલ્લા માંથી પ્રાથમિક શિક્ષણ એટલે કે 1 થી 8 ધોરણ સમાવિષ્ટ કક્ષાના પુસ્તકો સરકાર તરફથી મળતા રહ્યા છે તે પુસ્તકોને જે તે શાળાના શિક્ષકોએ વિદ્યાર્થી ના ઘરે પહોંચતા કરવાના હોવાથી ચાંદોદ પંથકની 13 શાળાના ગ્રુપાચાર્ય દેવેન્દ્રભાઈ નાયક પોતે શાળાના આચાર્ય તેમજ ગ્રુપાચાર્ય ના હોદ્દા કે મોભાને ધ્યાનમાં ન લેતા પોતાની શિક્ષક તરીકેની ફરજ નિષ્ઠાને અદા કરવા તેઓ સરકાર તરફથી વિદ્યાર્થીઓ માટે આવેલા પુસ્તકોને ઘરે-ઘરે લારી ની મદદથી પહોંચાડતા રહ્યા છે.
સાથે સાથે સરકાર તરફથી વિદ્યાર્થીઓ માટે અભ્યાસ લક્ષી મળેલ સંદેશ પણ આપી રહ્યા છે પુસ્તકો દ્વારા વિદ્યાર્થીઓ એ ઘરે બેસીને અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થીઓને સ્કૂલ કે શાળાએ આવવાનું નથી તે વાતને પણ વિદ્યાર્થી વાલીઓને સમજાવી રહ્યા છે. એટલું જ નહીં વિદ્યાર્થીઓને પોતાના પુસ્તક મુજબ અભ્યાસ કરવાનો છે પરંતુ તેમાં કોઈ વિદ્યાર્થી ને સમજ ન પડે કે ખ્યાલ ના આવે તો ફોનના માધ્યમ થકી તેઓનો સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે જે અંગે સરકાર શ્રી ની ગાઈડલાઈન પણ છે જ આમ વિદ્યાર્થી હાલની કોરોના મહામારી ની ભયંકર પરિસ્થિતિમાં અભ્યાસથી વંચિત ન રહી જાય તેવી ચિંતા સાથે શિક્ષણનો અનન્ય લગાવ તથા પોતાની ફરજ નિષ્ઠા થી આ કામ કરી રહેલા ચાંદોદ પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ 13 શાળાના ગ્રુપાચાર્ય દેવેન્દ્રભાઈ મનુભાઈ નાયક સમાજ સહિત શિક્ષણ વિભાગ માટે માર્ગદર્શક રૂપ બની રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

