સુરતના વેવાઈ-વેવાણથી વિપરીત કિસ્સો, વેવાઈના મરણના સમાચાર સાંભળીને બીજા વેવાઈ પણ ઢળી પડ્યા, ઘટનાથી આખું ગામ હિબકે ચઢ્યું

વાંસદા તાલુકાના વાંસદા વડલી ફળીયામાં રવિવારે અનોખી ઘટના બની હતી. જેમાં વેવાઈના મરણના સમાચાર સાંભળીને વેવાઈ પોતે બોલી ઉઠયા હતા કે, હવે તો મારે મરી જવું પડે. આ સાથે જ તેઓ ત્યાંજ ઢળી પડયા હતા. જે બાદ તેનું પણ મોત થયું હતુ. આમ એક જ દિવસે બે વેવાઈના મોતની ઘટના તાલુકામાં ચર્ચાનો વિષય બની હતી.

મળતી વિગતો મુજબ વાંસદા તાલુકાના ચારણવાડા ગામના ડુંગરી ફળીયામાં રહેતા મગનભાઈ સયાભાઈ ગારીયા (ઉ.વ. ૭૭) માજી પોલીસ પટેલનું સવારે ૯ કલાકે કુદરતી રીતે મોત નીપજ્યું હતું. આ અંગેના સમાચાર એમની છોકરી લલિતાબેન કે જેને વાસદાના વડલી ફળીયામાં રહેતા સોનુભાઈ સાવળિયાભાઈ ગવલી (ઉ.વ.૮૦)ને ત્યાં એમના છોકરા મોહનભાઇ ગવલી સાથે પરણાવી હતી તેને કરાઈ હતી. જે બાદ તેણીના સસરા સોનુભાઈને તેણીએ મગનભાઈ ગરિયાના મોતની જાણ કરી હતી. આ સમાચાર સોનુભાઈએ સાંભળતા જ પરિવાર વચ્ચે બોલી ઉઠયા હતા કે, તો તો મારે મરી જવું પડશે. આમ કહ્યા બાદ તેઓ તરત જ ત્યાં જ ઢળી પડયા હતા. જે બાદ તેમનું કુદરતી મોત થયું હતું.

આ ઘટનાની જાણ થતાં લોકો ભેગા થઈ ગયા હતા. આ બન્ને વેવાઈ એકજ દિવસે મોતને ભેટતા પરિવારમાં અને ગામમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. બંને સદ્ગતોની અંતિમયાત્રા પોતાપોતાના ગામમાં નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સમાજ તથા ગામમાં આ ઘટના ચર્ચાનો વિષય બની હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો