ટ્રાફિકના કાયદાનો વિરોધ, ‘સરકારના ત્રાસથી આ ગાડીએ આત્મહત્યા કરેલ છે’, અમરેલી BJPનાં નેતાએ નવા ટ્રાફિક દંડને અમાનવીય ગણાવ્યો

ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નવા મોટર વ્હીકલ એક્ટની જોગવાઈઓ મુજબ લોકોને લાખો રૂપિયાનો દંડ ભરવો પડી રહ્યો છે. રાજ્યમાં આ કાયદાનો 50 સુધારા સાથે 16મી સપ્ટેમ્બરથી અમલ થશે. ત્યારે આ કાયદાના વિરોધમાં જામનગરના સામાજિક કાર્યકરે અનોખો કાર્યક્રમ કર્યો હતો. સામાજિક કાર્યકર નિમેષ સિમરીયાએ બાઇકને સફેદ કપડું ઓઢાડી ફૂલહાર કરી અને પાટિયું માર્યુ હતું કે હિટલરશાહી સરકારના ત્રાસથી આ બાઇકે આત્મહત્યા કરી છે.

આટલો વધારે દંડ ન હોવો જોઈએ-સિમરીયા

સિમરીયાએ ‘બાઇકની આત્મહત્યા’ સાથે વિરોધ કરી રૂ.100માં લાયસન્સ, 200માં હેલમેટ, 200 રૂ.વીમો મળે તેવી માંગણી કરી હતી. સિમરીયાએ કહ્યું કે આજે સરકારના હિટલરશાહી કાયદા અને ત્રાસથી કંટાળી એક ગાડીએ જામનગરમાં ‘આત્મહત્યા’ કરી છે. સરકાર જો પ્રજાનું હિત ઇચ્છતી હોય તો આટલો વધારે દંડ ન હોવો જોઈએ. વધુમાં શહેરમાં હેલમેટની આવશ્યકતા નથી.’ મેમોનો દંડ ભરવા માટેની રકમ ન હોવાથી તેમણે રાહદારીઓ પાસેથી ફાળો ઉઘરાવી પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો.

BJPનાં જ નેતાએ નવા ટ્રાફિક નિયમનાં દંડને ગણાવ્યો ‘અમાનવીય’

કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટ હેઠળ દેશભરમાં નવા ટ્રાફિક નિયમો લાગૂ કર્યા બાદ કેટલાક રાજ્યોમાં આ નવા નિયમોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમરેલીમાં રહેતા ગુજરાત ભાજપનાં અગ્રણી ડોક્ટર ભરત કાનાબારે ટ્રાફિકનાં નિયમો વિરુદ્ધ ટ્વિટ કરી છે. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે, ‘મંદી અને બેરોજગારીના સમયમાં ટ્રાફિક દંડમાં થયેલ રાક્ષસી વધારો પ્રજા માટે “દાઝયા પર ડામ” છે. છકડો રિક્ષામાં જાનનું પૂરું જોખમ છે એ જાણવા છતાં ગરીબ નબળી સ્થિતિને કારણે તેમાં મુસાફરી કરે છે. માનવ ઝીંદગી બચાવવાનો હેતુ સિદ્ધ કરવા અમાનવીય દંડ નહિ પણ ટ્રાફિક નિયમોનો સખ્તાઈથી અમલ કરાવો!’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો