પોલીસે માનવતા મહેકાવી! ગોંડલમાં નિરાશ થયેલા વૃદ્ધ ખેડૂતનો બધો માલ PSIએ ખરીદ્યો
કોરોના વાયરસ (coronavirus) લડવા માટે કોરોના વોરિયર્સ (Corona Warriors) તરીકે પોલીસ ખડેપગે જનતાની સેવા કરી રહી છે. ત્યારે પોલીસની (police) માનતાના અનેક ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે. આવી જ એક માનવતા મહેકાવનારી ઘટના ગોંડલમાં બની છે. અહીં પોલીસની માનવતાનું અનોખું સ્વરૂપ જોવા મળ્યું હતું.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
મળતી માહિતી પ્રમાણે રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગોમટા ગામના કાંતિલાલ હરિલાલ ભાલોડિયા નામના 70 વર્ષના વૃધ્ધ તેમની વાડીએથી કોબિજનો જથ્થો લઇ ગોંડલ માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા અને કોબિજને હરાજીમાં મુક્યા હતા. પરંતુ ખેડૂતની કોબિજ ઉપર કોઈએ ધ્યાન ન આપતા માલ વેચાયો નહીં જેથી તેઓ નિરાશ થઇ ગયા હતા.
એક તરફ લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ખેતરથી યાર્ડમાં માલ લઇ આવવાનું મસમોટું ભાડું ચૂકવી ખેતપેદાશ વેચવા ત્યાં પહોંચ્યા હતા અને તેની કોઇ ઉપજ નહીં મળતાં હવે શું થશે ? તેવો વિચાર તેમના માનસમાં ઘૂમરાવવા લાગ્યો હતો.

વૃધ્ધ ખેડૂતના કપાળની ખેંચાયેલી કરચલી ત્યાં ફરજ બજાવી રહેલા પીએસઆઇ ડી. પી. ઝાલા વાંચી ગયા હતા અને તેમણે ખેડૂત પાસે જઇ તમામ માહિતી મેળવી હતી અને એ તમામ કોબિજ બજાર ભાવે પીએસઆઇ ઝાલાએ ખરીદી લઇ ખેડૂતને આર્થિક મદદ કરી હતી.
લોકડાઉન દરમિયાન ખેડૂત સહિત અન્ય લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આર્થિક રીતે હવે લોકોને મુશ્કેલી વધી છે ત્યારે એક પીએસઆઇ દ્વારા ખેડૂતને તેનો માલ ખરીદી આર્થિક મદદ કરી હતી જે અન્યો માટે એક ઉત્તમ ઉદાહરણ બન્યું છે. હાલ ખેડૂતો નો માલ જો નહિ વેચાઈ તો બગડવાની તૈયારી છે ત્યારે હવે ધીમે ધીમે યાર્ડમાં પણ વેચાણની કાર્યવાહી શરૂ થતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

