વિધાનસભામાં ખૂલી સરકારની પોલઃ 2 વર્ષમાં 4.5 લાખ બેરોજગારો સામે માત્ર 2230ને જ મળી સરકારી નોકરી

આમ તો ચૂંટણીઓમાં અને ટીવી ડિબેટોમાં ગુજરાત સરકાર રોજગારીના મસમોટા બણગાં ફૂંકે છે. પણ હાલમાં ચાલી રહેલ વિધાનસભા ગૃહની કાર્યવાહીમાં એક બાદ એક ગુજરાત સરકારની પોલ ખૂલતી જાય છે. ગુજરાત વિધાનસભાના પ્રશ્નોતરીકાળમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. બજેટ સત્રના પ્રશ્નોતરીકાળ દરમિયાન બેરોજગારીનો સવાલ પુછવામાં આવ્યો હતો. જેમાં સરકારે સ્વીકાર કરતાં જણાવ્યું છે કે, ગુજરાતમાં બે વર્ષમાં અંદાજે 4.5 લાખ કરતાં પણ વધારે બેરોજગાર લોકો નોંધાયા છે. પણ તેની સામે ફક્ત 2230 યુવાનોને જ સરકારી નોકરી મળી હતી.

સરકારી નોકરીનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ગુંજ્યો હતો. જેમાં જાણવા મળ્યું કે, ગુજરાતના યુવાનોને સરકારી નોકરી મળવાનું પ્રમાણ નહિવત છે. સરકારે ગૃહમાં આપેલી માહિતીમાં આ ખુલાસો થયો હતો. ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 4,58,096 બેરોજગારો નોંધાયા હતા. તો છેલ્લા 2 વર્ષમાં 4,34,663 શિક્ષિત બેરોજગારો નોંધાયા છે. જ્યારે છેલ્લા 2 વર્ષમાં 23,433 અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયા છે. જયારે તેની સામે છેલ્લા 2 વર્ષમાં માત્ર 2230 યુવાનોને જ સરકારી નોકરી મળી છે. તો રાજ્યમાં 7,32,139 યુવાનો ખાનગી નોકરીમાં જોડાયા છે.

આ આંકડાઓનો મતલબ એ થયો કે છેલ્લા બે વર્ષમાં માત્ર 0.30 ટકા બેરોજગારોને જ સરકારી નોકરી મળી છે. જ્યારે અન્ય 99.69 ટકાને ખાનગી નોકરી કરવી પડે છે. તેમાં પણ આશ્ચર્યની વાત તો એ છે કે, રાજ્યના 14 જિલ્લામાંથી એકપણ બેરોજગારને સરકારી નોકરી મળી નથી. આ અંગે કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કર્યો કે, આ આંકડાઓ વર્ષે એક લાખને સરકારી નોકરી આપવાના સરકારના દાવાની પોલ ખોલે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો