લોકડાઉનમાં બેકારીથી કંટાળી રાજકોટમાં ચાંદી કામ કરતા યુવકે આત્મહત્યા કરી લેતા ખળભળાટ

કોરોનાના કહેરથી બચવા અમલમાં મુકાયેલુ લોકડાઉન હવે જાણે લોકો માટે અસહ્ય બની રહ્યું હોય તેવી ઘટનાઓ બનવાનો પ્રારંભ થયો છે. લોકડાઉનને કારણે બીડી-તમાકુ ન મળતાં અગાઉ મોરબીના યુવાને આપઘાતનો પ્રયાસ અને કુવાડવાના વૃધ્‍ધે આપઘાત કરી લીધાની ઘટના બની હતી. ત્‍યાં હવે મોરબી રોડ પર રહેતાં મુળ લોધીકાના ચીભડા ગામના ૨૭ વર્ષિય યુવાને લોકડાઉનને કારણે બેકારી ભરડો લઇ જતાં કંટાળીને ઝેર પી મોત મેળવી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ઘટનાની જાણવા મળેલી માહિતી મુજબ મોરબી રોડ પર ખોડિયાર પાર્ક-૨માં મોટા ભાઇ સાથે રહેતો નિરવ ભાડુકીયા રાતે એકાદ વાગ્‍યે ઝેરી દવા પી જતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ વહેલી સવારે મોત નિપજ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બનાવની જાણ કરતાં બી-ડિવીઝન પોલીસ હોસ્‍પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ આપઘાત કરનાર નિરવ બે ભાઇમાં નાનો અને અપરિણિત હતો. તેના માતા-પિતા સહિતના બીજા સ્‍વજનો મુળ વતન લોધીકાના ચીભડા ગામે રહે છે. પોતે રાજકોટ ખોડિયાર પાર્કમાં મોટા ભાઇ સાથે રહી ચાંદી કામની મજૂરી કરતો હતો. તે મકાનમાં ઉપરના રૂમમાં રહેતો હતો, તેનો ભાઇ હિરેનભાઇ નીચે રહે છે.

રાત્રીના એકાદ વાગ્‍યે નિરવે ઝેરી દવા પી લઇ પોતાના મિત્રને ફોન કરીને દવા પી લધાની જાણ કરી હતી. તેણે નિરવના ભાઇને જાણ કરતાં તેને તાકીદે હોસ્‍પિટલે ખસેડાયો હતો. બે અલગ-અલગ ખાનગી હોસ્‍પિટલમાં સારવાર બાદ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં ઇમર્જન્‍સી વોર્ડમાં સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ અહિ સવારે ચારેક વાગ્‍યે તેણે દમ તોડી દીધો હતો.

પોલીસને આપઘાત કરનારના સ્‍વજનોએ જણાવ્‍યું હતું કે પોણા બે મહિનાથી લોકડાઉન હોઇ ચાંદીનું મજૂરી કામ સાવ ઠપ્‍પ થઇ ગયું હોવાથી નિરવ કેટલાક દિવસથી ખુબ ચિંતામાં મુકાઇ ગયો હતો. બેકારીને કારણે તે કંટાળી ગયો હતો અને રાતે તેણે આ પગલુ ભરી લીધું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો