ઘોર કળિયુગ, 11 વર્ષની બાળકી પર હેવાન કાકાએ હદ વટાવી દુષ્કર્મ આચર્યું, ફૂલ જેવી બાળકીને પીંખી નાખી

અરવલ્લીના ધનસુરા તાલુકાના ખોખરના મુવાડા ગામે 11 વર્ષીય બાળકીને ઘર આગળથી ઉપાડી જઈ કૌટુંબિક શખ્સે પોતાના ઘરમાં લઈ જઈ દુષ્કર્મ કરતાં રમાણા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. દોઢ કલાક સુધી ઘરમાં ગોંધી રાખી દુષ્કર્મ આચરી શરીરે નખ મારી ઈજાઓ કરી હતી. બાળકીએ બૂમાબૂમ કરતાં આસપાસથી દોડી આવેલાં લોકોએ દરવાજો ખટખટાવતાં હેવાન બનેલાં શખ્સે લોકોને મારી નાંખવાની ધમકીઓ આપી નિર્વસ્ત્ર હાલતમાં બાળકીને પાછળના બારણેથી ધકેલી મૂકી હતી. પાડોશીએ બાળકીને વસ્ત્રો પહેરાવી હકીકત પુછતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવતાં બાળકીના વાલીએ ધનસુરા પોલીસને જાણ કરતાં પોલીસે તાબડતોડ હેવાન શખ્સને ઝડપી લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રમાણા પંથકમાં આવેલ ખોખરના મુવાડા ગામે રહેતો એક પરિવાર ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે. પરિવારમાં બે સંતાન હોઈ જે બંને પોતાના દાદીમા સાથે ગામે રહે છે. જયારે આ બંને સંતાનના માતા પિતા ખેત મજૂરી માટે બહારગામ રહે છે. તા. 24ના રોજ સાંજના સુમારે 11 વર્ષીય બાળકી ઘર આગળ વાસીદાનું કામ કરતી હતી ત્યારે સામે રહેતાં કાળા સબુર ખાંટે બાળકીને પાછળથી ઉંચકી લઈ મોં દબાવી પોતાના ઘરમાં લઈ ગયો હતો. અને બાળકીને નિર્વસ્ત્ર કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. અને બાળકીનાં શરીર પર નખ મારી ઈજાઓ પણ પહોંચાડી હતી.

બાળકીની બૂમો સાંભળી દાદી બહાર આવી ગયા હતા. અને તેઓએ બધાના બધે કર્યા હતા. જે બાદ ઘરમાંથી બાળકીનો અવાજ આવતાં લોકો ત્યાં દોડી ગયા હતા. અને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે નરાધમ કાકાએ બાળકીને મારી નાખવાની ધમકી આપી હતી. પણ લોકોને જોઈ તેણે બાળકીને નગ્ન હાલતમાં જ પાછળના દરવાજેથી ધકેલી દીધી હતી. જે બાદ સામે રહેતાં પાડોશીએ બાળકીને કપડાં પહેરાવ્યા હતા. આ મામલે પોલીસે પોક્સો એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો