લોકડાઉનના કારણે રાજકોટમાં 3 દિવસથી માવો ન મળતાં 18 વર્ષીય યુવાને એસિડ ગટગટાવ્યું

લોકડાઉનને કારણે તમાકુ સહિતનું વ્યસન ન મળતાં હવે બંધાણીઓ માનસિક રીતે નિરાશ થઈ ગયા છે. રાજકોટમાં તમાકુની વસ્તુઓ ન મળતાં એક બાદ એક આત્મહત્યાના કિસ્સાઓ વધતાં જઈ રહ્યા છે. જેમાં આજે રાજકોટમાં છેલ્લા 3 દિવસથી માવો ન મળતાં એક યુવાને એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણેક દિવસમાં રાજકોટમાં બીડી ન મળતાં બે લોકોએ આત્મહત્યા કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લોકડાઉનને દોઢેક મહિના ઉપરનો સમય થઈ ગયો છે. અને આ સમયગાળામાં તમાકુનાં બંધાણીઓની ધીરજ હવે ખૂટી ગઈ છે. વ્યસન ન મળવાને કારણે હવે તેઓ પોતાના જીવનનો ત્યાગ કરી રહ્યા છે. રાજકોટના એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતાં 18 વર્ષીય ધનદીપ પરમારે આજે એસડિ ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવાનને મસાલાનું વ્યસન છે. અને છેલ્લા 3 દિવસથી તેને મસાલો ખાવા મળ્યો ન હતો. જેને કારણે તે બેચેની અનુભવતો હતો. અને પોતે મગજ ભમતું રહેતું હતું. જેનાથી કંટાળીને માત્ર 18 વર્ષનાં યુવાને આપઘાત કરી લીધો હતો.

માત્ર ત્રણેક દિવસમાં જ બીડી ન મળતાં બે લોકોએ કરી આત્મહત્યા

જો ગુજરાતમાં લોકડાઉન સમયે વ્યસન ન મળવાને કારણે આત્મહત્યા અન હત્યાના કેસો સામે આવે તો આ આંકડા એકદમ ચોંકાવનારા છે. રાજકોટમાં ગઈકાલે એટલે કે 14મેના રોજ રૈયા રોડ વિસ્તારમાં રહેતાં એક આધેડે બીડી ન મળતાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તો બે દિવસ પહેલાં કુવાડવામાં 95 વર્ષના વૃદ્ધે બીડી ન મળતા આપઘાત કરી લીધો હતો. જ્યારે અન્ય એક યુવાનને તમાકુ ન મળતા અગ્નિસ્નાન કરી લીધું હતું. રાજકોટ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાંથી આ પ્રકારનાં બનાવો સામે આવતાં રહે છે. તેવામાં જો પાન-ગલ્લાંઓ આગામી સમય સુધી પણ બંધ રહેશે તો આ પ્રકારનાં કેસોમાં સતત વધારો જોવા મળી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો