ઉનાના ખેડૂતની વેદના: કુદરતે દીકરો છીનવ્યો, તાઉ-તેએ ખેતી છીનવી; નીરણ-પાણીની તંગી સર્જાતા ગાય પણ મફતમાં આપી દીધી

ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તાઉ-તે વાવાઝોડા બાદ અનેક પરિવારોની હાલત દયનીય બની છે. તાલુકાના નાના એવા સુલ્તાનપુર ગામના પટેલ ખેડૂત પરિવાર પર કુદરતી થપાટમાં આભ તૂટી પડ્યું છે. આ પરિવારના યુવાન પુત્રને કોરોનાએ છીનવી લીધો. 1 માસ બાદ તાઉ-તે વાવાઝોડાએ બાગાયતી પાક છીનવી લીધો છે. નીરણની તંગી સર્જાતા ગાય પણ મફતમાં આપી દીધી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વાત સુલ્તાનપુર ગામમાં બાગાયતી ખેતી ધરાવતા પટેલ પરિવારના બાબુભાઇ લવાભાઇ અપાણીની છે. બાબુભાઈ અને તેમના યુવાન પુત્ર કનુભાઇ અપાણીને કોરોના પોઝિટિવ આવતાં ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. દરમિયાન તા. 17 એપ્રિલે કનુભાઇનું મોત થતાં પરિવાર ભાંગી પડ્યો હતો.

મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે પિતાની તબિયત સારી થઇ ગઇ, પણ પોતાનો ભાઇ ગુમાવ્યાનું દુઃખ હતું. એ વખતે લોકો કહેતા કે કોરોનામાં નાળિયેર રૂ. 100માં વેચાઇ રહ્યા છે. આ વાતથી ઊકળી ઊઠેલા ઘનશ્યામભાઇએ નક્કી કર્યું તેમની વાડીમાં 175 નાળિયેરી છે. એમાંથી જરૂરિયાતમંદને નાળિયેર મફત આપવા. આ રીતે તેમણે રૂ. 25 હજારથી વધુનાં નાળિયેર કોરોના દર્દીઓને મફત આપ્યા હતા. ત્યાર બાદ તા. 17 મેના રોજ તાઉ-તે વાવાઝોડું આવ્યું અને તેમના 11 વીઘામાં વર્ષોથી માવજત કરેલાં નાળિયેરનાં 175 ઝાડ અને આંબાના ઝાડ જડમૂળમાંથી ઊખડી ગયાં. ઘનશ્યામભાઇ અને તેમનાં પત્ની દયાબેન પોતાની વાડીની હાલત અને પાક જોઇને રડવા લાગ્યાં.

આ વાત કરતાં દયાબેનની આંખમાં પાણી આવી ગયાં. તેમણે કહ્યું, અમે હેલ ભરીને પાણી પીવડાવી વૃક્ષો ઉછેર્યા હતા. હવે અમારી પાસે પૂરતા પૈસા પણ નથી. ખેતરને સાફ કેમ કરીશું. બીજી તરફ 15 દિવસથી વાવાઝોડાને લીધે લાઇટ પણ ન હોવાથી મૂંગાં પશુની હાલત પણ દયાજનક બની ગઇ છે. ઘનશ્યામભાઇએ પોતાની ગીર ઓલાદની ગાય માટે નીરણ કે પાણી ન મળતાં બહારગામ રહેતા પોતાના સંબંધીને મફતમાં આપી દીધી. તેઓ કહે છે, આ વાવાઝોડાની થપાટ કારમી લાગી છે. ભગવાન પણ બધી બાજુથી એકસાથે કસોટી લઇ રહ્યા છે.

7 રેમડેસિવિરના ઇન્જેક્શન માટે કાળાં બજારમાં 70 હજાર દીધા હતા
આ પરિવારના બે સભ્યને કોરોના પોઝિટિવ આવતાં તેમની સારવાર માટે રૂ. 70 હજારના 7 રેમડેસિવિર ઇન્જેક્શન કાળાં બજારમાં ખરીદવા પડ્યાં હતાં છતાં પણ એક સભ્યે તો જિંદગી ગુમાવી જ હતી. >>મૃતકના ભાઈ ઘનશ્યામભાઇ

મારા છોકરાની જેમ વૃક્ષોનો ઉછેર કર્યો હતો: દયાબેન
આ વૃક્ષોને છોકરાની જેમ ઉછેર્યા છે. આજે ખેતરની હાલત જોઇ દુઃખ થાય છે. અમને તો કોરોના અને વાવાઝોડા બન્નેએ થપાટ મારી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો