વલસાડ જિલ્લાના ફણસામાં પતિએ તીક્ષ્ણ હથિયાર વડે પત્નીને મોતને ઘાટ ઉતારી, મરતા પહેલાનો પત્નીનો કમકમાટી ભર્યો વિડિયો વાયરલ
વલસાડ જિલ્લાના (Valsad news) ઉમરગામ તાલુકાના (Umargam) ફણસા ગામમાં એક પતિએ પત્નીની તીક્ષ્ણ હથિયારના (husband killed wife) ઘા મારીને હત્યા કર્યાની ચકચાર ઘટના સામે આવી છે. જોકે આ ઘટનામાં મૃતક મહિલાનો મરણોન્મુખ વીડિયો (wife video viral) સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ (social media) મીડિયા ઉપર વાયરલ (viral video) થયો હતો. મરતા પહેલા મહિલાએ હુમલાખોરોનું નામ આપ્યું હતું અને કેવી રીતે હુમલો કર્યો એ અંગે પણ જાણ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્ત મહિલાને તેનો ભાઈ તેને ઘટના અંગે પૂછી રહ્યો છે કોણે હુમલો કર્યો અને કેવી રીતે કર્યો છે. જ્યારે મહિલાએ ઢળેલી આંખો અને તૂટતા અવાજ સાથે હુમલાખોરનું નામ આપ્યું હતું અને તેણે છરા વડે ગરદન ઉપર હુમલો કર્યો હોવાની પણ વાત જણાવી હતી. અન્ય એક વ્યક્તિએ આ વીડિયો મોબાઈલમાં બનાવ્યો હતો. અને સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો.
વલસાડઃ પતિએ પત્નીની હત્યા કરી, પત્નીનો મરણ પહેલાનો વીડિયો વાયરલ pic.twitter.com/vVxsUQgoS9
— News18Gujarati (@News18Guj) July 9, 2021
શું બની હતી ઘટના?
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ફણસા ગામમાં એક પતિએ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી પોતાની પત્નીની કરપીણ હત્યા કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. ફણસા ગામમાં છેવાડાના વિસ્તારમાં રહેતા પુનિત મિટનાની એજ ગામની મમતા મિટના નામની યુવતી સાથે લગ્ન થયા હતા. થોડા સમય સુધી લગ્ન જીવન વ્યવસ્થિત ચાલ્યાં બાદ પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા અને અણબનાવ બનતા હતા. આથી છેલ્લા પાંચ વર્ષથી મૃતક પત્ની મમતા પોતાના પિતાના ત્યાં રહેતી હતી. જોકે આ દરમિયાન પણ બંને વચ્ચે અવારનવાર ઝગડા થતા હતા.
બે સંતાનોના ભરણપોષણનો મામલો કોર્ટમાં પહોંચતા પતિ રોષે ભરાયો હતો.
જોકે બે સંતાનો પત્ની મમતા સાથે રહેતા હોવાથી સંતાનોના ભરણપોષણનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. આથી પતિ પુનિત તેની પત્ની અને તેના પરિવારજનો વિરુદ્ધ રોષે ભરાયો હતો. આવેશમાં આવેલા પતિએ પિતાના ત્યાં રહેતી તેની પત્નીના ઘર નજીક જઈ મોકો જોઇ અને રસ્તેથી પસાર થતી પત્ની પર તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી જીવલેણ હુમલો પતિ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.
મહિલાનો મરણોન્મુખ વીડિયો સોશિયલ વીડિયોમાં વાયરલ
બનાવની જાણ થતાં પત્નીના પરિવારજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે હાલત ગંભીર જણાતા પરિવારજનો એ ગંભીર રીતે ઘાયલ પત્ની મમતા મિટનાનું મરણોન્મુખ વીડિયો રેકોર્ડ કર્યો હતો. જેમાં તેણે તેના પતિ દ્વારા હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું.
આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું. આથી ઉમરગામની મરીન પોલીસ સ્ટેશનમાં આ મામલે મૃતક પત્નીના પતિ પુનિત મિટના વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપવાના તમામ દિશામાં તપાસ તેજ કરી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

