છત્તીસગઢની આ જગ્યાએ નીચેથી ઉપર તરફ ઉંધુ વહે છે પાણી, દેશમાં આવી 5 જગ્યાઓ છે.

સામાન્ય રીતે તમે લોકોએ હમેશા એવું જ સંભાળ્યું હશે કે પાણી ઉપર થી નીચે આવે છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ ને લીધે દરેક વસ્તુ ઉપરથી નીચે આવે છે. પણ શું તમે વિચારી શકો છો કે કોઈ વસ્તુ આપમેળે જ નીચે થી ઉપર પણ જઈ શકે છે? નહીં ને, પણ આ વાત સાચી છે.

આ જગ્યાએ ઉંધુ વહે છે પાણી

મેનપાટ છત્તીસગઢના સરગુજા જિલ્લાનું પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે. અહીં ટૂરિસ્ટોને આકર્ષિત કરતું એક સ્થળ ‘ઊંધુ પાણી’ છે. અહીં પાણી નીચેથી ઉપર તરફ વહે છે. એટલું જ નહીં એક રોડ પર્વતોથી નીચે આવે છે. જો તમે ગાડી ઊભી રાખો અને ગિયર લગાવ્યા ન હોય તો ગાડી ઊંધી દિશામાં 110 મીટર સુધી ચઢે છે. આ અંગે વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ સ્થળે ગુરુત્વાકર્ષણ કરતાં મેગ્નેટિક ફિલ્ડ વધુ અસરકારક છે. જે પાણી કે વાહનને નીચેથી ઉપર તરફ ખેંચે છે.

વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ દેશભરમાં આવી 5 જગ્યાઓ છે, જ્યાં ચુંબકીય બળ નીચેથી ઉપર તરફ વસ્તુઓને ખેંચે છે. ભૌતિકશાસ્ત્રી પ્રો. એ.કે. પાણિગ્રહી જણાવે છે કે પાણી ઉપરની દિશામાં વહે, એવું ત્યારે જ સંભવ થાય છે જ્યારે એ સ્થાને કોઇ એવું બળ હોય જે ત્યાંના ગુરુત્વાકર્ષણ બળ કરતાં વધુ શક્તિશાળી હોય અને પાણીને ઉપર ખેંચી રહ્યું હોય. આ સ્થળે એવાં કોઇ તત્વ હોઇ શકે છે જે ગુરુત્વાકર્ષણ બળથી વધુ શક્તિશાળી છે. જોકે આ શોધનો વિષય છે. મેનપાટના પ્રવાસન અધિકારી સુરેન્દ્ર વર્મા જણાવે છે કે થોડા સમય પહેલાં લોકો આ સ્થળને ભૂતિયું માનતા હતા. પ્રવાસન વિભાગના પ્રચાર પછી લોકો ફરવા આવી રહ્યા છે.

ભારતમાં આ પાંચ મુખ્ય સ્થળ

લેહ, લદ્દાખ. તુલસી શ્યામ- અમરેલી, કાળો ડુંગર- કચ્છ, જોગેશ્વરી વિકરોલી લિન્ક રોડ- મુંબઇ, ઊલટા પાની- મેનપાટ, છત્તીસગઢ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો