યુકેના MP કહ્યું – આખા વિશ્વમાં ગુજરાતીઓનું મહત્વનું યોગદાન

‘જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત’ ગુજરાત અને ગુજરાતીઓના ગૌરવને સાર્થક કરતી આ કહેવતનું લાઇવ ઉદાહરણ યુકેમાં જોવા મળી રહ્યું છે. 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસે યુકેના બેરોમાં વસતા ગુજરાતીઓએ પણ સેલિબ્રેશન કર્યુ હતું. યુકે પાર્લામેન્ટમાં એમપી બોબ બ્લેકમેન પણ આ સેલિબ્રેશનમાં હાજર રહ્યા હતા. ગત અઠવાડિયે એક ડિબેટ દરમિયાન બોબે પાર્લામેન્ટમાં ગુજરાતીઓના ભરપેટ વખાણ કર્યા. તેઓને યુકેમાં ગુજરાતીઓનું યોગદાન મુદ્દે એક ચર્ચામાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ગુજરાતીઓ ભારતના ઇકોનોમિક પાવરહાઉસ ગણાય છે: બોબ બ્લેકમેન

પાર્લામેન્ટમાં બોબે કહ્યું કે, આજે હું ગુજરાતીઓના માત્ર યુકેમાં જ નહીં આખા વિશ્વમાં જે યોગદાન રહ્યું છે તે અંગે થોડી માહિતી આપવા ઇચ્છું છું. ગુજરાતમાં થોડાં દિવસ અગાઉ જ નેશનલ ડે ઓફ ગુજરાતનું સેલિબ્રેશન કરવામાં આવ્યું. અહીં વસતા ગુજરાતીઓએ કરેલા સેલિબ્રેશનમાં ભારતીય હાઇકમિશને મને હાજર રહેવા આમંત્રણ આપ્યું હતું. ગુજરાત ભારતનું ઇકોનોમિ પાવરહાઉસ ગણાય છે. તેઓ માત્ર યુકેમાં જ આખા વિશ્વમાં પોતાની અલગ ઓળખ, અલગ છાપ ઉભી કરી રહ્યા છે. જ્યાં જ્યાં ગુજરાતીઓ છે ત્યાં એજ્યુકેશન, આન્ત્રપ્રિન્યોરશિપ, ફેમિલી લાઇફમાં ધરખમ સુધારો આવ્યો છે. ગુજરાતીઓ શાંતિપ્રિય હોય છે અને કાયદાનું મજબૂતીથી પાલન કરે છે. તેથી હવે સમય આવી ગયો છે કે, અહીં વસતા ગુજરાતીઓને આપણે વધુને વધુ મહત્વ આપીએ. તેઓના માટે પાર્લામેન્ટમાં એક ડિબેટનું આયોજન કરવું જોઇએ.

જલિયાંવાલા બાગ હત્યાકાંડ મુદ્દે માફીની અપીલ

એમપી બોબ બ્લેકમેને યુકે પાર્લામેન્ટમાં યોજાયેલી જલિયાંવાલા બાગ હત્યાકાંડની ડિબેટમાં પણ ભાગ લીધો હતો. ગત મહિને યુકેના વડાપ્રધાન થેરેસા મેએ 1991માં બનેલી જલિયાંવાલા હત્યાકાંડની ઘટના બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો. આ હત્યાકાંડના 100 વર્ષ પૂર્ણ થયા છે. બ્રિટિશ પાર્લામેન્ટમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ સળગતો મુદ્દો રહ્યો છે. એક ડિબેટ દરમિયાન સાંસદ સભ્યોએ બ્રિટિશ સૈનિકોએ જે અંદાજિત 379 લોકોની હત્યા કરી તે અંગે ચર્ચાનું આયોજન કર્યુ હતું. જેમાં કન્ઝર્વેટિવ પાર્ટીના એમપી બોબે જ બ્રિટિશ સરકારને અપીલ કરી હતી કે, તેઓ ભારતીયોની માફી માગવી જોઇએ. આ જ યોગ્ય સમય છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો