નવરાત્રિમાં સોસાયટી અને ફ્લેટમાં એક કલાકની આરતી-પૂજા માટે પોલીસ પરમિશન જરૂરી, સોશિયલ ડિસ્ટન્સ-માર્કિંગ ફરજિયાત, પ્રસાદ પેકેટમાં જ આપવો પડશે, તહેવારોની ઉજવણીની ગાઈડ લાઈન જાહેર

આવતા શનિવારથી નવરાત્રિનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. કોરોના મહામારીને લઈ આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગરબાને પરમિશન આપવામાં આવી નથી. એક કલાક માટે માત્ર પૂજા અને આરતી કરી શકાશે, જેના માટે પોલીસની પરવાનગી લેવી ફરજિયાત કરવામાં આવી છે. એક કલાકની આરતી અને પૂજાના કાર્યક્રમમાં પણ સોસાયટી અને ફ્લેટમાં સોશિયલ ડિસ્ટન્સ માટે માર્કિંગ ફરજિયાત છે. તેમજ પ્રસાદ પણ પેકેટમાં જ વહેંચવો પડશે. શીંગ-સાકરીયા જેવો પ્રસાદ પેકિંગ વિના વહેંચી શકાશે નહીં.

નવરાત્રિની પૂજા-આરતી માટે 6 ફૂટના અંતરનું માર્કિંગ ફરજિયાત

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે વાતચીતમાં જણાવ્યું હતું કે ગરબાની પરમિશન આપવામાં આવી નથી. એક કલાકના કાર્યક્રમમાં સોસાયટી અને ફ્લેટમાં જ્યારે લોકો આરતી-પૂજા માટે ભેગા થાય ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે. આરતીના સ્થળ પર સોશિયલ ડિસ્ટન્સ માટે 6 ફૂટના અંતરનું માર્કિંગ ફરજિયાત છે. માસ્ક અને કોરોનાની અન્ય ગાઈડલાઈન્સનું લોકોએ પાલન કરવું પડશે.

પરમિશન ન લેનાર સામે જાહેરનામા ભંગની કાર્યવાહી થશે

નવરાત્રિને લઈ આ વર્ષે ગરબાનું આયોજન નથી, પરંતુ દરેક સોસાયટી અને ફ્લેટમાં આરતી અને પૂજાના એક કલાકના કાર્યક્રમ માટે પોલીસ પરમિશન ફરજિયાત છે, જેના માટે સોસાયટીના લેટરપેડ પર સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીએ પરમિશન લેવી પડશે. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ અરજી કરવી પડશે. પોલીસ દ્વારા ગાઈડલાઈન્સ પણ આપવામાં આવશે. આજથી આ પરમિશન આપવાની કામગીરી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં શરૂ થઈ ગઈ છે. જે સોસાયટીએ એક કલાકના આરતી અને પૂજાના કાર્યક્રમ માટે પરમિશન નથી લીધી તેમની સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે.

 • રાજ્યમાં જાહેર કે શેરી ગરબા સહિત કોઇપણ પ્રકારના ગરબા યોજી શકાશે નહીં.
 • નવરાત્રિ દરમ્યાન સ્થાનિક વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી મેળવીને જાહેરમાં ગરબી/મૂર્તિની સ્થાપના, પૂજા અને આરતી કરી શકાશે.
 • નવરાત્રિ દરમ્યાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/મૂર્તિની સ્થાપના અને પૂજા,આરતી કરવા માટે સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે.આ પ્રકારના આયોજન માટે મંજૂરી લેવી ફરજીયાત છે. જેથી ગરબી/મૂર્તિની સ્થાપના અને પૂજા, આરતી કરવા માટે આયોજકો દ્વારા પરવાનગી માંગવામાં આવે ત્યારે સ્થાનિક પોલીસ સ્ટેશન લેવલેથી ગૃહ વિભાગના 9 ઓક્ટોબર 2020 તથા 14 ઓક્ટોબર 2020ના પત્રની જોગવાઇઓ મુજબ આ મંજૂરી આપવામાંઆવશે.
 • જે સ્થળે પરવાનગી માંગવામાં આવે ત્યાં પોલીસ ઇન્સ્પેકટર દ્વારા સ્થળ વિઝીટ કરી 6 ફુટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સિગ જળવાય રહે તે માટે ફ્લોર માર્કિંગ(કુાંડાળાઓ)કરવામાં આવે તે સુનિશ્ચિત કર્યા બાદ જ પરવાનગી આપવામાં આવશે. કાર્યક્રમ સ્થળે જો બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવે તો ખુરશીની ચારેય બાજુ 6 ફૂટની દુરી જળવાય રહે તેની તકેદારી રાખવામાંઆવે તે સુનિશ્ચિત કરવું.
 • પૂજા, આરતી કરવા માટે એક કલાકની જ મંજૂરી આપવામાં આવશે.
 • મંજૂરી માત્ર ગરબી/મૂર્તિની સ્થાપના અને પૂજા, આરતી કરવા માટે આપવામાં આવશે. આ દરમ્યાન ગરબા યોજી શકાશે નહીં તે બાબત કાર્યક્રમના આયોજકોએ ધ્યાનમાં રાખવી.
 • પૂજા, આરતી દરમ્યાન ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ કરી શકાશે નહીં.
 • કાર્યક્રમ અન્વયે અગાઉથી તૈયાર કરેલ ફક્ત પેકેટમાં ખુલ્લી જગ્યામાં પ્રસાદ વિતરણ કરી શકાશે. પેક કર્યા સિવાયના ખુલ્લા પ્રસાદનું વિતરણ કરી શકાશે નહીં. પ્રસાદ વિતરણ કરનારે ફરજીયાતપણે હેન્ડ ગ્લોવ્ઝ પહેરવાનાં રહેશે તેમજ સોશિયલ ડિસ્ટન્સિગ જળવાય રહે તે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવે તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
 • સમગ્ર કાયયક્રમ દરમ્યાન પૂજા, આરતીમાં ભાગ લેનાર તમામ લોકો ચહેરાને યોગ્ય રીતે ઢાંકી રાખે/માસ્ક પહેરે તે સુનિશ્ચિત કરવું.
 • કાર્યક્રમના સ્થળે હેન્ડવોશ/સેનેટાઇઝરની સવિધા રાખવાની રહેશે. જેનો ફરજીયાત અમલ કરવાનો રહેશે.
 • કાર્યક્રમના સ્થળે થર્મલ સ્કેનિંગ, ઓક્સિમીટર(સેનેટાઇઝર) સાથેની સવિધા રાખવાની રહેશે.
 • કાર્યક્રમ સ્થળ તથા સ્ટેજ, માઇક, સ્પિકર તેમજ ખુરશીઓને સમયાંતરે સેનેટાઇઝ કરવાના રહેશે.
 • કાર્યક્રમ દરમ્યાન જાહેરમાં થૂંકવા તેમજ પાન-મસાલા, ગુટખાના સેવન ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેનો ચૂસ્ત અમલ કરવાનો રહેશે.
 • કાર્યક્રમ દરમ્યાન તબીબી સુવિધાઓ તુરંત જ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી પ્રબંધ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
 • આરોગ્ય સેતુ એપનો ઉપયોગ થાય તે હિતાવહ રહેશે.
 • કાર્યક્રમ દરમ્યાન 200થી વધુ વ્યક્તિઓ એકત્ર થઇ શકશે નહી.
 • 65થી વધુ વયનાં વયસ્ક નાગરિકો,10થી ઓછી ઉંમરના બાળકો, સગર્ભાઓ તેમજ અન્ય બિમારીઓથી પીડીત વ્યક્તિઓ આ પ્રકારના સમારોહમાં ભાગ ન લે તેમજ ગરબા,દુર્ગા પૂજા જેવા તહેવારો સંબંધિત પૂજા ઘરમાં જ પરિવારના સભ્યો સાથે રહીને કરે તે સલાહભર્યું છે.
 • કાર્યક્રમ સ્થળે ચા-નાસ્તો, ભોજનની વ્યવસ્થા રાખી શકાશે નહીં. પરંતુ, તે માટે અલાયદા હોલ/સ્થળે રાખી શકાશે. જ્યાં એક સમયે 50થી વધુ વ્યક્તિઓ એકત્ર ન થાય અને બેઠક વ્યવસ્થા દરમ્યાન વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે 6 ફુટનું અંતર જળવાય રહે તે સુનિશ્ચિત કરવું.
 • ગરબા, દુર્ગાપૂજા, દશેરા, ઇદે-મિલાદ ઉન્નબી, શરદ પૂર્ણિમા, દિવાળી, બેસતું વર્ષ, ભાઇબીજ, નવા વર્ષની ઉજવણી જેવા તહેવારો તથા તેને સંબંધિત ધાર્મિક પૂજા ઘરમાં જ પરીવારના સભ્યો સાથે રહીને કરે તે સલાહભર્યું છે.
 • મેળા, રેલી,પ્રદર્શનો, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા, ગરબા અને સ્નેહમિલન જેવા સામૂહિક કાર્યક્રમોમાં જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકત્રિત થવાની સાંભાવના હોય તે પ્રતિબંધિત રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો