તંત્રની ઘોર બેદરકારી: કલોલના આ પરિવારને અઢી મહિનાથી આવકને નામે મીડું અને સરકારે પકડાવ્યુ 18,900નું લાઈટબિલ

ગાંધીનગરના રાચરડા ગામના એક પરિવારને તંત્ર તરફથી મસમોટુ બિલ મોકલવામાં આવ્યુ છે. છેલ્લા બે મહિનાથી લોકડાઉનને કારણે કંઈ જ કમાણી થઈ નથી ત્યારે હવે આવડુ મોટુ બિલ કેમનું ભરવું તે પણ વિચારભરી વાત છે.

સરકારે હાલ રાજ્યમાં વીજ વપરાશમાં 200 યૂનિટ પર 100 યૂનિટ બિલ માફીની જાહેરાત કરી છે. પણ બીજી તરફ કલોલના રાંચરડામાં UGVCLની ગંભીર બેદરકારી સામે આવી છે.. રાંચરડા ગામમાં ગરીબ પરિવાર જે છાપરામાં રહે છે. તે પરિવારને 18 હજાર 900નું બિલ આપવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ગરીબ પરિવારને 18,900નું વિજળી બિલ

દર વખતે સામાન્ય રીતે આ પરિવારને 1200 રૂપિયા બિલ આવતું હોય છે. જોકે પરિવારે આંગણવાડીમાંથી લાઈટ લીધી છે અને દર વખતે 1200 રૂપિયા જેટલું બિલ આવતું હોય છે. જોકે આ વખતે 18,900 બિલ આવ્યું છે. જેથી પરિવાર પણ મુશ્કેલીમાં મુકાયો છે કે આ સ્થિતિમાં આટલું મોટુ બિલ કઈ રીતે ભરી શકાશે.

રાચરડામાં લોકો કરી રહ્યા છે વિરોધ

ગાંધીનગરના રાચરડા ગામના લોકોએ વીજબિલને લઇને વિરોધ નોંધાવ્યો છે. વીજબિલમાં રાહત ન મળતા રાચરડા ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારની જાહેરાત બાદ વીજબિલમાં રાહત ન મળતા લોકો રોષે ભરાયા છે. સરકારની જાહેરાતને ગ્રામજનોએ મજાક સમાન ગણાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો