ગુજરાત-મહારાષ્ટ્ર સરહદે આ બિમારીએ મચાવ્યો કાળો કેર, 900 લોકોને જમીન પર જ આપવામાં આવી રહી છે સારવાર

ભારતમાં એક તરફ કોરોનાની બીજી લહેર એ હદે હાહાકાર મચાવી રહી છે કે, હોસ્પિટલોમાં પણ જગ્યા બચી નથી. અનેક દર્દીઓ સારવાર માટે ટળવળી રહ્યા છે ત્યારે ગુજરાત-મહારાષ્ટ્ર સરહદ પર વધુ એક મુશ્કેલી ઉભી થઈ છે. અહીં લોકો જ્યાં કોરોનાની સારવાર માટે તંબુ બાંધીને કામ ચલાવી રહ્યા છે ત્યાં જ ગુજરાત -મહારાષ્ટ્ર બોર્ડર પરના 10થી 12 ગામમાં ટાઈફોઈડે સપાટો બોલાવ્યો છે. છેલ્લા 15 દિવસમાં લગભગ 900 લોકો ટાઈફોઈડના શિકાર બની ચૂક્યા છે.

આ ઉપરાંત હજી પણ અનેક લોકો આ બીમારીમાં ઝપેટમાં આવ્યા છે. કોરોનાની વચ્ચે આ બીમારીની એન્ટ્રીએ લોકોને પરેશાન કર્યા છે. સ્થાનિક લોકો બહુ જ ડરેલા છે.

મહારાષ્ટ્રના નંદુરબારથી 15 કિલોમીટર દૂર શિવપુર ગામ આવેલું છે. ગામમાં એન્ટ્રી લેતા જ રિક્ષા, જીપ અને કારનો જમાવડો જોવા મળી રહ્યો છે. ઠેકઠેકાણે જગ્યાએ દર્દીઓ નજરે પડે છે. ક્યાંક ટેન્ટમાં, તો ક્યાંક વૃક્ષોની નીચે દર્દીઓ સુવાડવામાં આવે છે. વૃક્ષની ડાળખીઓને સલાઈનની બોટલો લટકાવવામાં આવી છે. દર્દીઓની આસપાસ કેટલાક ડોક્ટર અને નર્સ દેખાઈ રહ્યાં છે. જોકે, આ દર્દી કોરોનાના નથી, પરંતુ ટાઈફોઈડના છે.

તો ગુજરાતના સાયલા, મોગરાની, ટાકલી, ભિલભવાની, નાસેરપુર તથા મહારાષ્ટ્રના પિપલોદ, ભવાલી, વીરપુર, લોય ગાંવમાં સતત ટાઈફોઈડના દર્દીઓ વધી રહ્યાં છે. અહીંની હોસ્પિટલોમાં કોરોનાના બેડ પણ ભરાઈ ચૂક્યા છે. આવામાં ધાનોરા જેવા પ્રાઈવેટ હેલ્થ સેન્ટરમાં પણ દર્દીઓ આવી રહ્યાં છે. જેથી હવે ટાઈફોઈડના દર્દીઓને ખુલ્લામાં અથવા ટેન્ટ બાંધીને સારવાર આપવામાં આવી રહી છે. અહી ટાઈફોઈડના લગભગ 900 થી વધુ દર્દીઓ આવી ચૂક્યા છે.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે 800 રૂપિયા આપવા પડી રહ્યાં છે. અનેક પરિવાર કે જેમના 4 થી 5 સભ્યોને ટાઈફોઈડ થયો છે તેમની પાસે કોઈ વ્યવસ્થા નથી. તેઓ ખાટલા પર સૂઈને સારવાર કરાવી રહ્યાં છે. હોસ્પિટલ સવારે 11 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રહે છે. ઈમરજન્સી માટે સ્ટાફને પણ કેટલાક લોકો સાથે રાતભર રહેવુ પડે છે.

સામાજિક કાર્યકરત રોહિદાસ બલવીએ જણાવ્યું હતું કે, શહેરના તબીબોએ પોતાના દરવાજા આ દર્દીઓ માટે બંધ કરી દીધા છે. તેથી તંબુમા હોસ્પિટલ શરૂ કરવી પડી છે. ભલે જમીન પર સૂઈને સારવાર કેમ કરાવવી ન પડે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો