ઘરમાં આગ લાગતા એક જ પરિવારના ત્રણ સભ્યોનું ભડથું, સાસુ- વહુ અને પૌત્રી રાત્રે સૂઈ રહ્યા હતા ત્યારે ફાટી નીકળી આગ

બિહારના સમસ્તીપુરમાં આગને કારણે બાળકી સહિત ત્રણ લોકોનાં કરૂણ મોત નીપજ્યાં છે. મામલો કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રામભદ્રપુર છકન ટોલીનો છે. મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે અચાનક લાગેલી આગને કારણે 11 મકાનો બળીને ખાખ થઈ ગયા હતા. આ દરમિયાન મકાનમાં સૂતી એક બાળકી અને બે મહિલાઓ સળગીને ભડથું થઈ ગયા હતા. મૃત્યુ પામેલા તમામ લોકો એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે.

મૃતકોમાં બાળકી અને બે મહિલાઓ સામેલ

આગની આ ઘટના એવા સમયે બની છે જ્યારે બધા લોકો સૂતા હતા. અચાનક લાગેલી આગને જોતા સ્થાનિકોએ તેના પર કાબુ મેળવવા કવાયત શરૂ કરી દીધી હતી. ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી. જે બાદ ફાયરમેન અને સ્થાનિક લોકોની મદદથી કલાકોની મહેનત બાદ આગને કાબૂમાં કરી શકાઇ હતી. માર્યા ગયેલા લોકોમાં સોનેલાલ રાયની પત્ની કૌશલ્યા દેવી, પુત્રવધૂ સંગીતા દેવી અને તેની પૌત્રીનો સમાવેશ થાય છે.

આગની ઘટનામાં એક જ પરિવારના 3 સભ્યોનું ભડથું

આ દુ: ખદ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત બાદ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ અને પ્રશાસનની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ હતી. હાલ પોલીસે મૃતદેહને કબજે લઇ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે. બનાવને પગલે મોટી સંખ્યામાં આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો