દેવભૂમિ દ્વારકામાં 12 કલાકમાં બે બહેનના મોત, રાતે ભોજન લીધા બાદ સુતેલી બંને બહેનો સવારે ઉઠી જ નહીં, શરીર લીલા પડી જતાં સાપ કરડ્યો હોવાની શંકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામે 12 કલાકના અંતરમાં જ બે બહેનોનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. સાપ અથવા તો કોઈ ઝેરી પ્રાણી કરડ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. કારણ કે, બંનેના શરીર લીલા પડી ગયા હતા. જેથી પ્રાથમિક દ્રષ્ટિએ સાપ કરડ્યો હોવાની આશંકા પ્રબળ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
12 કલાકના અંતરમાં બે દીકરીના મોત
મીડિયા રિપોર્ટ મુજબ ખંભાળિયાના સલાયા ગામમાં રહેતા સાજિદ અબ્દુલ સત્તારના પરિવારમાં બે દીકરી 14 વર્ષીય સબીહા અને 9 વર્ષીય ઈન્શા છે. રાત્રે ભોજન લીધા બાદ બંને બહેનો સૂઈ ગઈ હતી. જો કે, સવારે બંને બહેનો ઉઠી જ નહીં. ગભરાયેલો પરિવાર બંનેને લઈને હોસ્પિટલ દોડી ગયો હતો. જ્યાં સારવાર દરમિયાન બંને મોત નીપજ્યા હતા. લગભગ 12 કલાકના અંતર પરિવારની બંને દીકરીઓના મોતને પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ડોક્ટરે તપાસ કરતા બંને બહેનોના શરીરનો રંગ લીલો પડી ગયો હતો. બંનેના મોતને પગલે સાપ કરડ્યો હોવાની શંકા સેવાઈ રહી છે. જો કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે તેમનું મોત કેવી રીતે થયું છે. જણાવી દઈએ કે, તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લામાં પણ સર્પદંશને કારણે બે માસુમ બહેનાનો મોતની ઘટના સામે આવી હતી.
બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા
સલાયા ગામે બન્ને દીકરીઓના છેલ્લા 12 કલાકમાં મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. બન્ને બહેનોને સાપ કરડ્યો હોવાના પ્રાથમિક અનુમાન સાથે મૃતદેહોને પીએમ અર્થે જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ 28 જુલાઈના રાતે સૂઈ ગયા બાદ બીજા દિવસે બંને બાળકીઓને પરિવારને જગાડવાનો ઘણો પ્રયાસ કર્યો પણ ઉઠી જ નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

