લંડનમાં ચાલતી કોમનવેલ્થ ગેમ્સમાં વેરાવળના સરકારી શિક્ષકની બે પુત્રીઓએ જુડોમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવીને ભારતનું ગૌરવ વધાર્યું

લંડનમાં કોમનવેલ્થ ગેમ ચાલી રહી છે. આ ગેમમાં ગીરસોમનાથના ભાલકાતીર્થની બે દીકરીઓએ બાજી મારી છે. ગઇકાલે રમાયેલી જુડો કરાટે સ્પર્ધામાં ભારતનું નામ રોશન કર્યું હતું. આ બંને વેરાવળમાં આવેલી સરકારી શાળાના શિક્ષકની પુત્રીઓ છે. એકે ગોલ્ડ મેડલ અને બીજીએ સિલ્વર મેડલ મેળવી ગીરસોમનાથ સહિત દેશનું નામ રોશન કર્યું છે.

સરકારી શાળાના શિક્ષકને બંને પુત્રીઓએ દેશનું નામ રોષન કર્યું

વેરાવળની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નાથાભાઇ નાઘેરાની બંને દીકરીઓ અંકિતા અને અલ્પા લંડન ખાતે ચાલી રહેલી કોમનવેલ્થ ગેમમાં ભાગ લેવા માટે ગઇ હતી. જેમાં અંકિતાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે જ્યારે અલ્પાએ સિલ્વર મેડલ મેળવ્યો છે. બંને સગી બહેનો જુડો કરાટેમાં સ્ટેટ અને નેશનલ લેવલે મેડલો હાંસલ કરી ચૂકી છે. બંને હાલ ગુજરાત સ્પોર્ટસ એકેડમી નડીયાદ ખાતે અભ્યાસ કરે છે.

પિતા પણ જુડો કરાટેમાં ચેમ્પિયન

અંકિતાએ ગત વર્ષે પણ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. નાથાભાઇ જુડો કરાટે ચેમ્પિયન છે. શાળા કાર્ય બાદ પાર્ટ ટાઇમ બાળકોને જુડો કરાટેની તાલીમ આપી રહ્યા છે. મોટી સંખ્યામાં બાળકોને જુડો કરાટેમાં નિપૂણ બનાવી સ્ટેટ અને નેશનલ લેવલની સ્પર્ધાઓમાં ભાગ લેવડાવ્યો છે.

(જયેશ ગોંધિયા, ઉના)

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close