વાંસદાની કાવેરી નદીમાં બે પિતરાઈ બહેનો ડૂબી જતા પીઠ પર બેસાડી બચાવનાર પિતા ડૂબી જતા મોતને ભેટ્યા

નવસારી જિલ્લાના વાંસદાના મોટા વેલંજા ગામેથી પસાર થતી કાવેરી નદીમાં ગત રોજ ભર બપોરે 6 વર્ષની બહેનને બચાવવા જતા પિતરાઈ બહેન પણ ડૂબવા લાગી હતી. ત્યારબાદ નદીના પાણીમાંથી પીઠ પર લઈ જીવ બચાવનાર પિતા નદીના પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યારે ઘટનાની જાણ બાદ મોટી વેલંજા ગામે દોડી આવેલા 108 વાંસદા લોકેશનની એમ્બ્યુલન્સના EMTએ તાત્કાલિક બંનેપિતરાઈ બહેનોને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ લઈ જતા બંનેબહેનોની તબિયત સાધારણ હોવાનું જાણવા મળ્યું છે. નાની બહેન ખુશીને બચાવવા મોટી બહેન નેહાએ નદીમાં ઝંપલાવ્યું હોવાનું અને નાની બહેન મોટી બહેનની પીઠ પર ચઢી જતા બંને બહેનો નદીના પાણીમાં ગરકાવ થઈ રહ્યા જોઈ ખુશીના પિતા અને અન્ય એક યુવાન પાણીમાં કૂદ્યા હોવાનું ગામવાસીઓ જણાવ્યું હતું. જોકે, પિતા મેહુલભાઈ દીકરીઓને બચાવ્યા બાદ પાણીમાં ગરક થઈ ગયા હતા. બુધવારથી નદીમાં શોધખોળ બાદ 22 કલાકે મૃતદેહ મળી આવ્યો હતો.

બહેન નદીમાં પડી જતા પિતરાઈ બહેન બચાવવા કૂદી હતી

નવસારી જિલ્લાના વાંસદાના મોટા વેલંજા ગામે નેહા અનિલ કોડચા (ઉ.વ. 14) અને ખુશી મેહુલ પટેલ (ઉ.વ. 6. રહે. એજન) પરિવાર સાથે રહે છે. આજે બપોરે 2 વાગ્યાના અરસામાં બંને પિતરાઈ બહેનો ગામમાંથી પસાર થતી કાવેરી નદી કિનારે ગઈ હતી. દરમિયાન રમતા-રમતા અચાનક ખુશી નદીમાં પડી ગઈ હતી. જેથી નેહા તેને બચાવવા પડી હતી. દરમિયાન નેહાની પીઠ પર ખુશી બેસી જતા બંને ડૂબવા લાગી હતી. આ જોઈને ખુશીના પિતા મેહુલ અને અન્ય એક જીગર નામનો યુવક બચાવવા પડ્યો હતો. ત્યારબાદ મેહુલભાઈ બંને દીકરીઓને પીઠ બેસાડી કિનારે લાવી બચાવ કર્યો હતો. જોકે, મેહુલ બંને દીકરીઓના બચાવ બાદ પાણીમાં ડૂબી ગયો હતો. જેથી તેની સ્થાનિકો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી.

બંને બહેનોની તબિયત સાધારણ

ઘટનાની જાણ બાદ મોટી વેલંજા ગામે દોડી આવેલા 108 વાંસદા લોકેશનની એમ્બ્યુલન્સના ઈએમટી સેજલ પટેલ અને પાઈલોટ સાથે પહોંચી ગયા હતા. ઈએમટી સેજલ પટેલે તાત્કાલિક બંને પિતરાઈ બહેનોને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ લઈ જતા બંને બહેનોની તબિયત સાધારણ હોવાનું જાણવા મળ્યું છે.

પિતા નદીમાંથી બહાર નીકળતા નજરે પડ્યા નથીઃ સ્થાનિકો

સ્થાનિકોએ જણાવ્યું હતું કે, બે દીકરીઓ પાણીમાં ડૂબતા પિતા મેહુલ બંને દીકરીઓને બચાવી કિનારા પર લાવ્યા હતા. સાથે જ એક યુવક પણ બચાવવા પડ્યો હતો તે પણ નદીની બહાર આવી ગયો હતો. જોકે, મેહુલને કોઈએ નદીમાંથી બહાર આવતા નજરે પડ્યો નથી. નદી કિનારેથી મહુલના પાકીટ અને ટી શર્ટ પણ મળી આવ્યું છે. હાલ મેહુલની નદીમાં સ્થાનિકો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી.

નાની દીકરી પિતા સાથે કમળના ફૂલ તોડવા ગઈ હતીઃ રંજનબેન

રંજનબેન (નદીમાં ગુમ મેહુલ ની પત્ની)એ જણાવ્યું હતું કે, મેહુલ નદીમાં કમળના ફૂલ તોડવા ગયો હતો અને મેં નાની દીકરી ખુશીને એની સાથે જતા જોઈ હતી. ત્યારબાદ ખુશીને નદીની વચ્ચે ડૂબતા જોઇ તેની પિતરાઈ બહેન નેહા બચાવવા નદીમાં કૂદી પડી હતી. ત્યારે બંને બહેનોને ડૂબતા જોઇ મેહુલ તેમને બચાવવા પાણીમાં કૂદ્યો હતો. તેણે બંને દીકરીને પીઠ પર બેસાડી કિનારે લાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ મેહુલ અચાનક જ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને હજુ સુધી મેહુલનો ક્યાંક પતો લાગ્યો નથી.’ ઉલ્લેખનીય છે કે, હજી આખી ઘટના કેવી રીતે બની એ સ્પષ્ટ થઈ શક્યું નથી. ગામના સરપંચ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જીગર નામના યુવાને જણાવ્યું હતું.

22 કલાકે બે દીકરીઓને બચાવનાર પિતાનો મૃતદેહ મળ્યો

ગત રોજ બપોરે કાવેરી નદીમાં ડૂબતી બે પિતરાઈ બહેનોને પિતા મેહુલભાઈએ પીઠ પર બેસાડી નદી કિનારે લાવી બચાવ કર્યો હતો. જોકે, ત્યારબાદ મહુલભાઈ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેથી તેની ગામવાસીઓ અને પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન આજે 10 વાગ્યાના અરસામાં મેહુલભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો