જેતપુરમાં વૃદ્ધે અને રાજકોટમાં યુવાને હેલ્મેટને બદલે તપેલુું પહેરી બાઇક પર સવારી કરી નોંધાવ્યો વિરોધ

આજથી હેલ્મેટનો કાયદો લાગુ પડ્યો છે. ત્યારે રાજ્યમાં ક્યાંક વિરોધ પણ થઇ રહ્યો છે. લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. હેલ્મેટના વિરોધમાં રાજકોટમાં યુવાને અને જેતપુરમાં વૃદ્ધે હેલ્મેટના બદલે માથા પર તપેલું પહેરી બાઇક પર સવારી કરી વિરોધ દર્શાવ્યો હતો. રાજકોટમાં કેકેવી હોલથી ક્રિસ્ટલ મોલ સુધી કાલાવડ રોડ પર એક બાઇક સવાર યુવાને માથા પર તપેલું પહેરી નીકળ્યો હતો. હેલેમેટની કડક અમલવારી વચ્ચે માથે તપેલું પહેરી નીકળ્યો હતો.

વૃદ્ધએ માથા પર હેલ્મેટ પહેરી કાયદાને માન પણ આપ્યું અને વિરોધ પણ કર્યો

જેતપુરમાં એક વૃદ્ધ માથા પર ઘરમાં રસોઈમાં ઉપયોગમાં લેવાતું તપેલું પહેરી આ કાયદાને માન પણ આપ્યું અને વિરોધ પણ કર્યો હતો. કાયદાનું માન પણ જળવાય અને વિરોધ પણ થાય તે માટે જેતપુર શહેરમાં રહેતા નાગજીભાઈ મેર નામનાં એક વૃદ્ધ પોતાના મોપેડ લ્યુનાં પર ઘરમાં રસોઈમાં લેવાતું તપેલું પહેરીને બજારમાં નીકળ્યા હતા. આ અંગે તેની સાથે થયેલી વાતચીતમાં નાગજીભાઈએ જણાવ્યું કે તેઓ તો અભણ છે તેમની પાસે લાયસન્સ પણ નથી અને તેઓ પહેલા તો ઘોડા જ ચલાવતા અને હાલ કારમી મોંઘવારીમાં તેઓને હેલ્મેટ લેવી આર્થિક રીતે પરવડે તેમ ન હોય તેઓએ તપેલું માથા પર પહેરીને કાયદાનું પાલન પણ કર્યું અને વિરોધ પણ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close