રાજકોટના બે યુવાનોએ બનાવ્યું ઇકો ફ્રેન્ડલી નો પ્રોબ્લેમ બાઇક, 2 કલાકના ચાર્જિંગમાં 60 કિમી ચાલે છે

વર્તમાન સ્થિતિમાં પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે સામાન્ય માણસને વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે સ્કૂલ-કોલેજમાં સાથે અભ્યાસ કરનાર રાજકોટમાં ઓટોમોબાઇલ મોડીફિકેશનનું કામ કરતા તેજશભાઇ યુ. નથવાણી અને બીએસએનએલના અધિકારી શાલીનભાઇ બી.પટેલે વિકલ્પ શોધી કાઢ્યો છે. બંને યુવાનોએ સામાન્ય લોકોને પરવડે તેવું ઇકો ફ્રેન્ડલી ઇલેક્ટ્રિક નો પ્રોબ્લેમ ટુ વ્હિલર બનાવ્યું છે. આ વાહનમાં પાવર, પિકઅપ, પર્ફોર્મન્સ અને પોકેટ ફ્રેન્ડલીને ધ્યાને રાખવામાં આવ્યું છે. બંને યુવાને તૈયાર કરેલું વાહન 2 કલાક અને 10 મિનિટ ઇલેક્ટ્રિક ચાર્જિંગમાં 60 કિલોમીટરની એવરેજ આપે છે.

વર્ષે રૂ. 25,560ની બચત થાય

વર્ષે પેટ્રોલનો ખર્ચ 28,800નો થાય છે. તેની સામે આ વાહનમાં એક વર્ષમાં માત્ર રૂ.3240નો ઇલેક્ટ્રિક્ટ વપરાશ થાય છે. આમ સામાન્ય લોકોને વર્ષે 25,560ની બચત થાય છે. બંને યુવાને કેવી રીતે વાહન તૈયાર કર્યું તે techtube360 નામથી વીડિયો યૂ ટ્યૂબ ચેનલ પર મુક્યા છે. બંને યુવાનોએ તૈયાર કરેલા ઇકો ફ્રેન્ડલી ઇલેક્ટ્રિક વાહનના સ્ટાર્ટઅપ માટે સરકાર આગળ આવી મદદ કરે તો આવા વાહનોને પ્રોત્સાહન મળી શકે છે. અને હાલ ધુમાડારૂપી પ્રદૂષણ ફેલાઇ રહ્યું છે તે જરૂરથી અટકી શકે છે. આ બાઇક બનાવવા માટે તમારે જૂનું બાઇક આપવાનું રહે છે, જૂનું મોડલ હોય અને ચાલુ કન્ડિશનમાં હોય તો રિરજીસ્ટ્રેશન, PUC, નવી HSRP નંબર પ્લેટ અને વીમો ઉતરાવવો જરૂરી છે.

ડબલસવારીમાં પણ 55 કિ.મી.ની ઝડપે દોડે છે

શાલીનભાઇએ કહ્યું કે, હાલ બજારમાં ઇલેક્ટ્રિક વાહનો વેચાય છે, પરંતુ આ ઇલેક્ટ્રિક્ટ ટુ વ્હિલમાં ઓછું પિકઅપ, ડબલસવારીમાં ન ચાલે, ઢાળ ન ચડી શકે તેવા પ્રોબ્લેમ હોવાને કારણે લોકો અપનાવતા નથી. આ પ્રોબ્લેમોને ધ્યાને રાખી અમે 48 વોલ્ટ, 36 એમ્પિયરવાળી લિથિયમ ફેરોફોસ્ફેટ વાળી બેટરીનો ઉપયોગ કરી નો પ્રોબ્લેમ બાઇક તૈયાર કર્યું. બાઇક 35 ડિગ્રી વાળા ઢાળમાં ડબલસવારીમાં પણ આસાનીથી ચડે તેવી ક્ષમતા છે. આ બેટરીથી આગ લાગવાનો કે ફાટવાનો કોઇ ભય નથી. અને બેટરી 8 વર્ષ સુધી ચાલે છે. અમે તૈયાર કરેલું ઇલે.ટુ વ્હિલર 55 કિ.મી.ની ઝડપે દોડી શકે છે.

2 બાઇક અને 1 સ્કૂટી તૈયાર કરી સફળતા મેળવી

તેજશભાઇએ જણાવ્યું કે, બજારમાં વેચાતા ઇલેક્ટ્રિક વાહનોમાં પડતી મુશ્કેલીઓને નજરમાં રાખી તેનું નિવારણ કરી અમે જૂના બે બાઇક, એક સ્કૂટીમાં આ પ્રયોગ કર્યો અને તે વાહનો ત્રણ મહિના સુધી ટેસ્ટ ડ્રાઇવ કરી સફળતા મેળવી છે. ભારે વરસાદને કારણે ભરાયેલા પાણીમાં પણ આસાનીથી આ વાહન દોડ્યા હતા. બેટરીનો કેટલો ઉપયોગ થયો તે સ્ટેટસ બતાવતું ઇન્ડિકેટર પણ રાખવામાં આવ્યું છે. આ વાહન બનાવતા અમને એક મહિનાનો સમય લાગ્યો હતો. અને રૂ.60થી 65 હજારનો ખર્ચ થયો છે. બાદમાં આ વાહનમાં મેન્ટેનન્સનો કોઇ ખર્ચ જ નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો