અરવલ્લીમાં પોલીસ જ બુટલેગર, દારૂની ખેપ મારવા નીકળેલા LCBના બે કોન્સ્ટેબલોની કાર પલટી ખાઈ જતાં ભાંડો ફુટયો

અરવલ્લીમાં પોલીસ જ બુટલેગરની ભૂમિકા ભજવી રહી હોય તેવો ઘાટ થયો છે. જેના માથે દારૂબંધીની કડક અમલવારી કરાવવાની જવાબદારી છે તે પોલીસ જ દારૂની ખેપ મારવા નીકળતાં સમગ્ર પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. ખાખી પહેરેલા ખેપિયા પોલીસે જપ્ત કરેલ દારૂમાંથી કેટલોક માલ ચોરી કરી વેચવા નીકળતાં આખાય કૌભાંડનો પર્દાફાશ થયો છે.

અરવલ્લી એલસીબીની બે કોન્સ્ટેબલો પોલીસે જ જપ્ત કરેલ દારૂ ભરેલી ટ્રકમાંથી કેટલોક દારૂ કારમાં ભરી સગેવગે કરવા જઈ રહ્યા હતા. દરમિયાન કાર ખાડામાં ઉતરી જતાં ખેપ મારી રહેલા કોન્સ્ટેબલો દારૂ ભરેલું વાહન મુકીને ભાગી ગયા હતા. આ મામલે એસપીને જાણ થતાં તાબડતોબ રૂરલ પોલીસને ઘટના સ્થળે મોકલી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને એલસીબી કચેરીના કમ્પાઉન્ડમાંથી જ ટ્રકમાંથી દારૂ ચોરી લઈ ખેપ મારવા જતા બંને કોન્સ્ટેબલ સામે રૂરલ પોલીસ મથકે ફરિયાદ કરાઈ હતી. પોલીસે 1.20 લાખ રૂપિયાની કિંમતનો દારૂ સગેવગે કરવા જતા કોન્સ્ટેબલો તેમજ કારનું પાયલોટીંગ કરી રહેલ પોલીસના સાગરીત સામે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.

અરવલ્લી એલસીબી દ્વારા શુક્રવારે બપોરે દારૂ ભરેલી આઈશર ટ્રક જપ્ત કરવામાં આવી હતી. લાખો રૂપિયાનો દારૂ ભરેલી ટ્રક એલસીબી કચેરી ખાતે લાવી કાર્યવાહી કરવામાં આવી હતી દરમિયાન એલસીબીના જ બે કોન્સ્ટેબલો ઈમરાન નઝામીયા શેખ અને પ્રમોદ સુખદેવભાઈ પંડયાએ ટ્રકમાંથી દારૂ સગેવગે કરવાના આશયથી નંબર પ્લેટ વગરની કારમાં ભરી ખેપ મારવા નીકળી પડયા હતા. દરમિયાન ચારણવાડાથી કેશાપુર જતા રોડ ઉપર દારૂ ભરેલી આ કાર પલટી ખાઈ ગઈ હતી. જેના પગલે ખેપ મારવા નીકળેલા કોન્સ્ટેબલો વાહન મુકીને ભાગી ગયા હતા. દરમિયાન લોકોના ટોળા એકઠા થઈ જતાં મોડાસા રૂરલ પોલીસ દોડી પહોંચી હતી અને કારમાંથી 1.20 લાખ રૂપિયાની કિંમતની 120 બોટલ દારૂ જપ્ત કર્યો હતો. પોલીસ કર્મચારીની આડમાં ખેપિયા બનેલા એલસીબીના કોન્સ્ટેબલો ઈમરાન નઝામીયા શેખ, પ્રમોદ સુખદેવભાઈ પંડયા સહિત દારૂ ભરેલી કારનું મોટરસાયકલથી પાયલોટીંગ કરનાર પોલીસના સાગરીત શાહરૂખ નામના શખ્સ વિરૂધ્ધ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જેના પગલે પોલીસ કર્મીની ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સમગ્ર ઘટના શું છે ?

મોડાસા-શામળાજી હાઈવે પરથી શુક્રવારે બપોરે એલસીબીની ટીમે દારૂ ભરેલી આઈશર ટ્રક જપ્ત કરી હતી. બાદમાં દારૂ ભરેલી ટ્રક એસપી કચેરી ખાતે લાવવામાં આવી હતી. આ જગ્યાએથી એલસીબીના બે કોન્સ્ટેબલોએ દારૂની કેટલીક પેટીઓ કાઢી લીધી હતી અને ખાનગી કારમાં મુકી ખેપ મારવા નીકળ્યા હતા. જો કે ચારણવાડા નજીક દારૂ ભરેલી કાર ખાડામાં ખાબકતાં કોન્સ્ટેબલો કાર મુકીને ભાગી ગયા હતા. બાદમાં મોડાસા રૂરલ પોલીસે દોડી પહોંચી ખાડામાં ખાબકેલી કારમાંથી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ મામલે જિલ્લા પોલીસવડાની સૂચના મુજબ પોલીસે જપ્ત કરેલા દારૂનુ કટિંગ કરનાર એલસીબીના બે કોન્સ્ટેબલો સામે ગુનો નોંધવા આદેશ કરાતાં પોલીસે કાર્યવાહી કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો