અમેરિકાના સ્ટોરમાં કામ કરતા બે ગુજરાતીની ગોળી મારી હત્યા, મૂળ બાપુનગરના યુવકના અંતિમ સંસ્કાર માટે માતા પિતા અમેરિકા જશે

રોજગારી માટે વતન છોડી અમેરિકા ગયેલા બે ગુજરાતી યુવાનોની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. યુએસના સાઉથ કોરોલિના પાસે આવેલા એક પેટ્રોલ પંપ પર લૂંટના ઇરાદે આવેલા શખ્સોએ સ્ટોરમાં કામ કરતા બે ગુજરાતી યુવાનો પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ચિરાગ અને કિરણ નામના બંન્ને યુવકો કડીના ભટાસણના રહેવાસી હતા.

મૂળ જોટાણા તાલુકાના ભટાસણ ગામના વતની અને હાલ અમદાવાદમાં ધંધાર્થે સ્થાયી થયેલા પટેલ અરવિંદભાઈ વિઠ્ઠલદાસનો પુત્ર કિરણ (33) તેની પત્ની રમીલા અને પુત્ર રિકીન સાથે છેલ્લા 9 વર્ષથી અમેરિકાના ડેનમાર્ક સાઉથ કેરોલીના ટાઉનમાં રહેતો હતો. ઘરની પાસેના પેટ્રોલ પંપના સ્ટોરમાં કિરણ અને માણસાના ખરણા ગામનો ચિરાગ પટેલ બંને સાથે નોકરી કરતા હતા. ગુરુવારે રાતના 11 વાગે કિરણ અને ચિરાગ બંને સ્ટોરમાં હાજરમાં હતા ત્યારે બુકાનીધારી બે લુંટારું બંદૂક સાથે લૂંટ કરવા સ્ટોરમાં ઘૂસ્યા અને બંનેની ગોળી મારી હત્યા કરી હતી.

આ ઘટના અંગે મૃતક કિરણના ભાઈ આશિષે જણાવ્યું કે, કિરણ તેમનાં પત્ની રમીલા અને પુત્ર રિકીન સાથે સાઉથ કેરોલીનામાં રહેતા હતા. તેમની સાથે સ્ટોરમાં ખરણાનો ચિરાગ પણ નોકરી કરતો હતો. ગુરુવારે લૂંટના ઈરાદે આવેલા લુંટારાઓએ ગોળી મારી હત્યા કરી છે. કિરણભાઈના અગ્નિ સંસ્કાર અમેરિકામાં કરવા પિતા અરવિંદભાઈ અને માતાએ અમેરિકા જવા માટે કાર્યવાહી શરૂ કરી હોવાનું આશિષ પટેલે જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો