ગુજરાતની બે છોકરીઓએ જુડો ચેમ્પિયનશિપમાં નેશનલ લેવલે બાજી મારી, મહેરૂખે ગોલ્ડ અને અંકિતાએ સિલ્વર જીત્યો

‘મ્હારી છોરીયાં છોરો સે કમ હૈ કે?’દંગલ ફિલ્મનો આ ડાયલોગ ગુજરાતની છોરીઓ માટે સાચો સાબિત થયો છે. દેશમાં મહિલા સશક્તિકરણ થયું છે એનો પુરાવો સાબિત કરતી ગુજરાતની બે યુવતીઓ નેશનલ લેવલે જુડો રમતમાં મેડલ લઈ આવી છે. અહીં વાત થઈ રહી છે મહેરૂખ મકવાણા અને અંકિતા નાઘેરાની, જેઓ ભાવનગરમાં રમાયેલી 65મી નેશનલ સ્કૂલ ગેમ્સ અંડર-17 જુડો ચેમ્પિયનશિપમાં 40 કિગ્રા વજનમાં અનુક્રમે ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ લઈ આવી છે અને આ સિદ્ધિ સાથે બંને યુવા ખેલાડીઓએ ગુજરાતનું નામ રોશન કર્યું છે.

ખેલમહાકુંભ અને નેશનલ સ્કૂલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ ધરાવે છે

મૂળ ગીર, સોમનાથના તલાલા ગામમાં રહેતી 14 વર્ષની મહેરૂખના પિતા ખેડૂત છે. બાળપણમાં તેણે એથ્લેટિક્સથી શરૂઆત કરી હતી. જેમાં તે હર્ડલ્સ કરતી હતી. પરંતુ ફ્લેટફૂટ હોવાને કારણે તે ખેલ મહાકુંભમાં સફળ ન થઈ શકી અને ત્યારબાદ તેને જુડો રમત માટે પસંદ કરવામાં આવી. આ માટે તેની નડિયાદ અકેડેમી DLSSમાં ભરતી થઈ. અત્યારે મહેરૂખ પોતાના ઘરથી દૂર નડિયાદની નોલેજ હાઇસ્કૂલમાં અભ્યાસ કરી રહી છે અને સાથે સવાર અને સાંજ ત્રણ કલાક કોચ ઘનશ્યામ ઠાકોર પાસેથી જુડોની તાલીમ લઈ રહી છે. મહેરૂખ મકવાણા જુડોમાં ધરાવે છે.

ખેલાડીએ ડાયટ પ્લાન અનુસરવો પડે છે

14 વર્ષીય અંકિતા નાઘેરા સિદ્દી છે, જે જુડોની રમતમાં છેલ્લાં 5 વર્ષથી સક્રિય છે. તેની બંને બહેનો પણ સ્પોર્ટ્સમાં છે. અંકિતા લંડનમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ લઈ આવી છે. પરિવાર તરફથી અંકિતાને આગળ વધવા માટે પૂરતો સપોર્ટ કરવામાં આવે છે. જુડો એક માર્શલ આર્ટ છે. જેમાં મજબૂત મનોબળ રાખવું રડે છે. માર મારવો પણ પડે છે અને માર ખાવાની પણ તાકાત રાખવી પડે છે. આ વેટ કેટેગરી ગેમ હોય છે. યોગ્ય વજન સંતુલિત રાખવા માટે ખેલાડીઓને ડાયટ પ્લાન આપવામાં આવે છે. જે અંગે વાત કરતાં અંકિતાએ કહ્યું કે, ‘જુડોમાં વેટ કેટેગરી અનુસાર વજન બેલેન્સ રાખવા પૌષ્ટિક આહાર લેવો બહુ જરૂરી છે. અમને નાસ્તામાં દૂધ, કોર્નફ્લેક્સ અને બ્રેડ આપવામાં આવે છે. બપોરે જમવામાં ત્રણ શાક, દાળ, ભાત અને રોટલી ખાઇએ છીએ અને સાંજના જમવામાં નોનવેજ સાથે પ્રોટિનયુક્ત ખોરાક આપવામાં આવે છે.’

નેક્સ્ટ ટાર્ગેટ યૂથ ઓલિમ્પિક્સ

રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં 4 વર્ષથી નડિયાદ ખાતે જુડો અકેડમીની સ્થાપના કરવામાં આવી છે, જેમાં રહેતા ખેલાડીઓને રહેવા અને જમવા ઉપરાંત કોચિંગ તેમજ તાલીમની શ્રેષ્ઠ સગવડતા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. જુડોમાં અત્યાર સુધી ગુજરાતમનું કોઇ સ્થાન નહોતું પરંતુ નડિયાદ ખાતે રાજ્ય સરકાર દ્વારા સ્થાપવામાં આવેલી અકેડેમીના કારણે કોમ્પિટીશનમાં પાર્ટિસિપેટ કરી ભાવનગર ખાતે અંડર-17 ચેમ્પિયનશિપમાં અંકિતા નાઘેરાએ સિલ્વર મેડલ અને મહેરૂખ મકવાણા ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. કોચ સાથે વાત કરતા જાણવા મળ્યું કે, મહેરૂખ અને અંકિતાનો નેક્સ્ટ ટાર્ગેટ યૂથ ઓલિમ્પિક્સ છે, જે વર્ષ 2024માં રમાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો