ચોટીલાથી પરત ફરતાં માલવણ હાઈવે પર અકસ્માતમાં એક સાથે સાત લોકોનાં મોત: ભાઈ અને બહેન બંનેનો આખો પરિવાર ભસ્મીભૂત, નાનકડા ગામમાં શોકનો માહોલ છવાયો

સુરેન્દ્રનગરના પાટડી નજીક ઇકો કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સાત લોકોના ઘટનાસ્થળે મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ દુર્ઘટનામાં સાંતલપુર તાલુકાના કોરડા ગામથી બહેન તેના પરિવાર સાથે ભાઈના ઘરે ગઈ હતી. ત્યાંથી દર્શનાર્થે ભાઈના પરિવાર સાથે દર્શને ગયા હતા. જો કે આ દર્શન ભાઈ અને બહેનના આ બે પરિવારોના માસૂમ બાળકો સહિત છેલ્લા દર્શન બન્યા હતા અને દુર્ઘટનામાં મોતને ભેટ્યા હતો.

કોરડામાં રહેતા અને વારાહીમાં નાયીની દુકાન ચલાવતા રમેશભાઈ નાયી બે દિવસ પહેલા તેમના પરિવાર સાથે સાળાના ઘરે રાધનપુર તાલુકાના નાનપુરા ગયા હતા. ત્યાંથી બન્ને પરિવારો બાળકો સહિત ચોટીલા માતાજીના દર્શનાર્થે ગયા હતા. આજે સવારે પરત ફરતાં ગમખ્વાર અકસ્માત સર્જાતા બન્ને પરિવારો ગાડીનો અકસ્માત બાદ લાગેલી આગમાં કારમાં જ મોતને ભેટ્યા હતા. એક જ પરિવારનો જીવનદીપ બુઝાઈ જતાં નાનકડા ગામમાં શોકનો માહોલ છવાયો હતો અને ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી.

રાધનપુર તાલુકાના નાનપુરાના હરેશ નાયી પરિવાર સાથે ચોટીલા ખોડલધામ દર્શન જવા નવા વર્ષે પ્લાન કર્યો હતો. તેથી બહેન અને બનેવીને પરિવાર પોતાના ઘરે બોલાવ્યા હતા. ત્યારબાદ બંને પરિવારો બાળકો સાથે પિતરાઈ ભાઈની કાર લઈને રવાના થયા હતા. તમામ જગ્યાએ દર્શન કર્યા બાદ મોડી રાતે જમવાનું પૂરું કરીને વતનમાં માતાને ફોન કરીને આજે ઘરે પહોંચશે તેવી જાણ કરી હતી.

પ્રવિણ અમૃતભાઇ નાયીએ જણાવ્યું હતું કે, બેસતા વર્ષે મારા કાકાનો દીકરો હરેશ ચતુરભાઇ નાયી મારી પાસે આવીને કીધું કે, હું અને મારા બનેવીનો પરિવાર ફરવા જઇએ છીએ તો તું તારી ગાડી લઇને અમારી સાથે ચાલ…પણ મેં કીધું કે, મારે ખેતરમાં કામ છે. હું નહીં આવી શકું પણ તમે મારી ગાડી લઇ જાવ. અને ગઇકાલે રાત્રે જ ખોડલધામથી હરેશનો ફોન મારી પર આવ્યો હતો કે, અમે જમીને રાત્રે નીકળીશુંને વહેલી સવારે વારાહી ઘરે પહોંચીને તારી ગાડી તારા ઘેર પહોંચાડી દઇશ. અને આજે આ ગાડીમાં સાતેય જણા જીવતા ભડથું થયાના સમાચાર મળતા અમે 15થી વધુ લોકો વારાહીથી ગાડી લઇને અહીં ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

હરેશે છેલ્લો ફોન એની મમ્મી રાજીબેનને કર્યો હતો: કનુભાઇ નાયી
ખેરવા પાસે ચોંધાર આંસુએ રડતા મૃતક હરેશભાઇ નાયીના કાકાના દીકરા કનુભાઇ નાયીએ જણાવ્યું હતું કે, રાત્રે છેલ્લે હરેશે એની માતા રાજીબેન નાયીને ફોન કરીને કહ્યું હતું કે, અમે લોકો જમીને ચોટીલાથી નીકળ્યા છીએ. તમે લોકો જમીને સુઇ જજો અને સવાર સુધીમાં વારાહી પહોંચી જઇશું. અને આજે વહેલી સવારે ગાડીમાં સાતેય જણા જીવતા ભડથું થયાના વાવડ મળતાં અમે અહી ઘટના સ્થળે દોડી આવ્યા છીએ. હજી મૃતક હરેશની માતા રાજીબેનને તો આ ઘટનાની ખબર પણ નથી..

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો