ખાનગી હોસ્પિટલની કમાણી છોડી પાટણના બે ડૉક્ટરો સિવિલમાં કોરોના દર્દીની કરે છે સેવા
પૈસા તો આખી જિંદગી કમાવવાના છે મહામારી ની પરિસ્થિતિમાં દર્દીઓની સેવા કરવી એ અમારી નૈતિક ફરજ છે તે અદા કરવા માટે અમે અહીં આવ્યા છીએ આ શબ્દો છે. કોરોના વોરિયર્સ પાટણના ફિઝિશિયન ડો. હિતેશ પટેલના તેમણે પ્રાઇવેટ પ્રેક્ટિસ બંધ કરી ધારપુર મેડિકલ કોલેજ જનરલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ 11 કોરોના પોઝિટિવ દર્દીઓને સાજા કરવા માટે કામ શરૂ કર્યું છે. તેમની લીડરશીપ નીચે 30 માણસોની ટીમ કામ કરી રહી છે. તેમની સાથે એનેસ્થેટિક ડો. હિતેશ પટેલ પણ પ્રાઇવેટ પ્રેક્ટિસ છોડી દર્દીઓની સેવામાં જોડાયા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પ્રાઇવેટ પ્રેક્ટિસ છોડી પોઝિટિવ દર્દીઓની સેવા માટે કોરોના યોદ્ધા બન્યા છે.
ધારપુરમાં પોઝિટિવ 11 દર્દીઓને સાજા કરવા ડિન ડો. યોગેશાનંદ ગોસ્વામી અને આરએમઓ ડો. હિતેશભાઈ ગોસ્વામી નીગરાની નીચે ત્રીજી ટીમ ફિઝિશિયન ડો. હિતેશ પટેલની લીડરશીપ નીચે 10 જૂનિયર રેસિડેન્ટ ડોક્ટર 15 સ્ટાફ નર્સ અને ચાર સફાઈ કર્મી સહિતની મેડિકલ ટીમ આઇસોલેશન વોર્ડમાં મહેનત કરી રહી છે. ફિઝિશિયન ડો હિતેશ પટેલ મૂળ કુણઘેરના વતની છે અને પાટણ જૂના બસ સ્ટેન્ડ સામે તેમની ગાયત્રી હોસ્પિટલ છે. તેજ રીતે એનેસ્થેટિક ડો. હિતેશ પટેલ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે તેમણે પણ હાલ પ્રાઇવેટ પ્રેક્ટિસ છોડી પોઝિટિવ દર્દીઓની સેવા માટે કોરોના યોદ્ધા બન્યા છે.
આ બીમારી પર નિયંત્રણ મેળવવા દરેક નૈતિક ફરજ સમજી કામ કરે: ડો.હિતેશ પટેલ
ફિઝિશિયન ડો હિતેશ પટેલે જણાવ્યું કે આ બીમારી પર નિયંત્રણ મેળવવું એ દરેક ની નૈતિક ફરજ બને છે સામાન્ય નાગરિકની પણ હાલ આ જ પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ કે ઘરે રહે માસ્ક પહેરે અને સોશિયલડિસ્ટન્સ જાળવે તો જ આ રોગચાળા સામે જીતી શકીશુ. પરિવારના લોકોને પણ અમારી ચિંતા રહે છે દરરોજ ફોન અને વિડીયોકોલથી સમાચાર પૂછે છે. જોકે ધારપુર માં રહેવા માટે ની સુવિધા સારી છે અમારી કામગીરી પૂર્ણ થયા બાદ સાત દિવસ પછી ટેસ્ટ કરાશે કે પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા બાદ પોઝિટિવ છે કે કેમ તેની તપાસ થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

